આજે સવાર પડી ..વાદળ છાઈ સવાર છે …બિલકુલ પથારી માં થી ઉઠવા નું મન થાય નહિ તેવી સવાર … કામ ધંધા ખૂલ્યા નથી ,અને અડધા લોકો હજી વેકેશન પર થી પાછા આવ્યા નથી …. વોટ્સ એપ પર ખોટા હુડહુડ ના જુના ફોટા મૂકી અને બીવડાવે છે …. નીલોફર આવ્યું નીલોફર આવ્યું …. પોતાની અક્કલ જેવી કોઈ વસ્તુ જ દુનિયા માં નહિ …? જેવો મેસેજ આવ્યો કે તરત જ ફોરવર્ડ કર્યો ….સવાર નું છાપું કે રેડિયો કે ટીવી કઈ જ નહિ વાંચવા નું જોવા ??નું બસ મચી પડવાનું વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું …. બસ એજ જૂની માનસિકતા વા વાયો, નળિયું ખસ્યું ,કુતરું ભસ્યું …..દોડો ભાઈ દોડો …. આકાશ માથે પડ્યું …..કુતરું દોડ્યું તો હરણ દોડયું ….તો વાંદરું દોડ્યું …એમ કરતા આખું જંગલ દોડ્યું ….
મોટે ભાગે અરબી સમુદ્ર માં ઉઠતા આવા સાયક્લોન ગલ્ફ દેશો માં જ જાય છે …આપણે ત્યાં ખાલી વરસાદ જ આવે છે …વાવાઝોડું નહિ …ફેસબુક પર નીલોફર નામ ઉપર મજાક ચાલી …. નીલોફર કેમ નામ રાખ્યું ?? શાંતા ,કાન્તા,રમીલા કેમ નહિ …? પોઈન્ટ છે ભાઈ …..તોફાન તો આ બધી ડોસીઓ વધારે કરતી હતી અને એમની અસર પણ લાંબો સમય રેહતી …..
વોટ્સ એપ ના અમુક ફાલતું મેસેજ તો નીલોફર ના નામે બહુ ચાલ્યા ….એક મેસેજ માં તો કુછ દિન તો ગુજારીએ કચ્છ મેં …કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા …. અલ્યા અક્કરમી તારી આ મજાક કેટલા ના જીવ લે ..કરોડો નું નુકશાન દેશ ને પડે …પણ ના હું તો મેસેજ મોકલવા નો ફોરવર્ડ કરવા નો …..બસ …ભૂલભુલ થી વાવાઝોડું આવ્યું તો દુઃખી ફોટા પણ હું જ મોકલવા નો …મને તો ફોટા અને મેસેજ ફોરવર્ડ કરવા નો ચસકો છે …. મારું દુઃખ અને સુખ હવે મને આવતા મેસેજ અને મારી પાસે થી આગળ જતા મેસેજ જ છે ….મારું જીવન આ મેસેજ અને ફેસબુક માં જ છે …. આ મોબાઈલ વિના ની દુનિયા મારે નથી જોઈતી …. મારો મોબાઈલ મરી જાય તો હું પાછળ સતી કે સતો થાઉં …એની બેટરી ઉતરી જાય જો મારું પેસમેકર બંધ થઇ જાય ….મારું હૃદય બંધ થાય ….
છેલ્લા સમાચાર પ્રમાણે તમારી વહાલી નીલોફર હવે કદાચ કિનારો નહિ ભાળે….. બહુ ઢીલી થઇ ગઈ છે એની આઇ એટલે કે આંખ તુટી ગઇ છે…. આઇ નલિયા થી દુર છે હજી …કદાચ દરિયા માં જ મરી જશે ….સેટેલાઈટ ઈમેજ ગુગલ પર ભારત સરકાર દર બે કલાકે મુકે છે … એટલે થોડી શાંતિ થી જોઈ વિચારી ને મેસેજ ફોરવર્ડ કરજો વહાલા ….
કચ્છ માં બેઠેલી માં આશાપુરા ને પ્રાર્થના કે નીલોફર ને મધદરિયે વિખેરે અને પાણી થી ભરેલા વાદળા ને દરિયા ઉપરજ વરસાવી દે ….અત્યારે વાદળા કચ્છ અને રાજસ્થાન પર ચડયા છે… મરુભુમી મેઘલી થઇ છે..
સૌને શુભ રાત્રી
-શૈશવ વોરા