Page:-18
માલાતીએ કીધું …ખાલી જાણવા ભાભી .. હવે આવતા વર્ષે મારો મોટો સોળ વર્ષનો થશે અને મોટા ને લાઈસન્સ મળશે અને એને ગાડી જોશે તે મેં કીધું આંય ઇન્ડિયા માં નકામાઅમારા રૂપિયા પડ્યા હોય તો યાં ધંધામાંથી રમેશને કાઢવા નહિ યાં અત્યારે અમારે ઘણી મંદી ચાલે છે ..
વાસંતીબેનએ પૂછ્યું તે કેવી કોઈ મોંઘી ગાડી લેવી છે ..?
માલતીએ કીધું .. હા એ મારી બેનને એ ત્યાં ગયો હતો ને કેલીફોર્નીયા ,તો ત્યાં મારી બેને એની છોકરીને કન્વર્તીબલ ગાડી અપાવી છે .. પેલી ઉપરથી છાપરું ખુલેને એવી ગાડી લગભગ ત્રણેક કરોડ રૂપિયાની થાય ,તે એને પણ એવી જોઈએ છે …મેં રમેશ ને પૂછ્યું પણ એણે ના પાડી કે અત્યારે મંદી છે એટલો ખર્ચો ના કરાય ,તો મેં કીધું લાવ થોડાક ડોલર ઇન્ડિયાથી મંગાવી લઉં …
વાસંતીબેનને વગર પૂછ્યે ખબર પડી ગઈ કે આ શા માટે પૂછતી હતી કે અમારા કેટલા રૂપિયા ઇન્ડિયામાં છે ..
પણ એકવાર તો વાસંતીબેન ને ધ્રાસકો પડી ગયો કે ત્રણ કરોડની ગાડી લેવી છે માલતીને એના છોકરા માટે ..પછી મન મનાવ્યું એના રૂપિયાથી લે છે મારે શું ..?પણ ફરી વિચાર આવ્યો આ માલતી ગમે તે કહે ..પણ …ના ના રમેશભાઈ ના લેવા દે …છોકરાને લાડ કરાય એ વાત બરાબર પણ છોકરા જે માંગે એ બધું થોડું અપાવી દેવાય ..?કઈક ખોટું થાય છે ..પણ એ ચુપ થઇ ગયા અને હીંચકા પરથી ઉભા થઇ ને બંગલામાં જતા રહ્યા …ભાડલામાં એ આખો દિવસ રીન્કુ જોડે લેપટોપ પર હિસાબ કિતાબ સમજતા રહ્યા અને મજુલાબેન જાણી કરીને એ બંનેથી દુર રહ્યા ..બપોરે રમેશ જોડે ફોન પર વાત કરી લીધી અને બીજે દિવસે આવું છું એટલો રમેશે સંદેશો આપી દીધો …
બીજા દિવસે સવાર સવારમાં રમેશ તૈયાર થઇ ગયો અને એક ગાડી એને ભાડલા મુકવા ગઈ ,ભાડલા હવેલીએ એનો બાળપણનો મિત્ર કિશોર હાજર હતો ….
કિશોરને આવેલો જોઈ ને પ્રભાબા તાડૂક્યા આમ તો દસ દિ` એકવાર પણ નો ડોકાય પણ હવે કેવો રોજ આવશે આ કીસ્લો …મંજુલાબેને ટોક્યા ..એ બા હવે કિશોરભાઈ નાના નથી ,આમ કીસ્લો કીસ્લો ના કરો …
પ્રભાબેને વ્હાલથી પૂછ્યું હે કીસ્લા તને નથ ગમતું હું કીસ્લો કહું એ ..કિશોરભાઈ બોલ્યા અરે હોતા હશે કાકી મારી બાના ગ્યા પછ તમે એક જ છો આ જગતમાં જે મને કીસ્લો કે છે .. મંજુલાભાભી કેવા દ્યો કાકીને મને કીસ્લો મારે એવડા મોટા નથ થાવું હો બાપલીયા..
બધા ખડખડાટ હસ્યા …અને હિંડોળાવાળા રૂમ માં બેઠા પ્રભાબ એ હિંડોળા ઉપર એમનું સ્થાન લીધું અને પૂછ્યું બોલ રમલા બધું બરાબર છે ? વહુ છોકરાવ બધા ઠેકાણે ?
રમેશે કીધું હા બા બધું સારું છે , તમે કયો થોડા દુબળા લાગો છો બા કેમ ખાતા નથી બરાબર ?
પ્રભાબ એ કીધું લે આ ઉમરે હવ કાઈ મને થોડું જે ખાઉં એ પચે બધું માપ માં સારું …અલકમલકની વાતો થઇ
કિશોરભાઈ એ વિદાય લીધી .. જમીપરવારી અને માં દીકરો એકલા પડ્યા ,રમેશે પૂછ્યું બા તે કેમ મજીયારો છૂટો કરવો છે ? કાઈ વાત છે કે એમનેમ ?
પ્રભાબેને ચોખ્ખું કીધું રમેશને ..તારી માલતીએ કેમ પરભુને ફોન કર્યો હતો પેલા એ વાત મને કે ?
રમેશ ચમક્યો માલતીએ ભાઈને ફોન કર્યો હતો ? શું ફોન કર્યો હતો ?
પ્રભાબેને કીધું …એ જ તારી અહિયાં દેશમાં કેટલી મિલકત છે એ પૂછતી હતી …
રમેશનો પિત્તો ગયો… માલતી પૂછતી હતી ? એના બાપે આ હવેલી બંધાવી છે ને એટલે ..એની હિમત કેમ થઇ ભાઈને આવો સવાલ કરવાની ?
રમેશે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો પ્રભાબેને એને અટકાવ્યો અત્યારે રેવા દે રમેશ ,એ ભાડલા આવે ત્યારે પૂછજે ઈ અત્યારે એના પિયરમાં બેઠી હશે અને વાતનું વતેસર થશે..
રમેશ ગમ ખાઈ ગયો … CONT….19