Page:-19
રમેશ રડમસ ચેહરે બોલ્યો … બા હું માફી માંગુ છું માલતીના બદલે , જે ભાઈ એ મને આટલું ભણાવ્યો ગણાવ્યો ,મોટો કર્યો અને ધંધો કરવા આટલા રૂપિયા દીધા અને પાછું એ ભાઈએ કોઈ દિવસ મને પૂછ્યું નથી ,કે રૂપિયા ક્યાં વાપર્યા શું કર્યું તું શું કરે છે બસ એક વિશ્વાસ અને એવ દેવ જેવા ભાઈને મારી બાયડી પૂછે ?રમેશ સાવ ઢીલો ઢીલો થઇ ગયો ..
પ્રભાબેન બોલ્યા ..હશે બટા હું વાત કરી લઈશ એની હારે તું ખાલી મને એટલું કહે કે તારે કાંઈ ધંધામાં તો તકલીફ નથીને ?
રમેશ બોલ્યો .. ના રે ના બા મારે શું તકલીફ..? કાઈ નથી થોડી મંદી છે પણ ઈ તો ધંધામાં ઉપર નીચે રયા કરે પણ એમાં માલતીને મોટાભાઈ ને આવું પૂછવાની જરૂર કેમ પડી ??
રમેશના મનમાંથી સવાલ હટતો નોહતો ..પ્રભાબેન સમજી ગયા કે જ્યાં સુધી હવે રમેશ માલતીને ફોન કરી ને પૂછશે નહિ ત્યાં સુધી એને ચેન નહિ પડે એટલે એમણે કીધું …જા ઓસરીમાં જઈ ને ફોન લગાડ માલતીને પણ જરાક પણ અપશબ્દ કે કડવું વેણ ના કાઢતો ..પિયરમાં બેઠેલી હશે માલતી અત્યારે , અને એને તું કાઈ કહીશ તો યાં બધા ને એમ લાગશે કે આપણા ઘરમાં કાઈક ખોટું છે ..સમજણ અને શાંતિથી વાત કરજે …
રમેશે ઓસરીમાં જઈને ફોન લગાડ્યો માલતીને .. માલતી તે મોટાભાઈને ફોન કરીને પૂછ્યું હતું કે આપણી અહિયાં દેશમાં મિલકત કેટલી ? માલતીએ કીધું હા પણ એમાં શું ખોટું કર્યું ?
રમેશે પૂછ્યું શું ખોટું કર્યું ? પાછી ઉપરથી તું પૂછે છે ?
માલતીએ સામો જવાબ આપ્યો ..તમે જ તો કયો છો કે આપણે બધું ભેગું છે તો મને એટલું જાણવાનો હક્ક નથી કે આપણી મિલકત અહિયાં ઇન્ડિયામાં કેટલી ?
રમેશે પૂછ્યું જાણીને તારે કરવું છે શું ?
માલતી બોલી ..મેં બાબા માટે ગાડી લેવાનું કીધું તો તે કીધું કે મંદી છે એવી મોંઘી ગાડી ના લેવાય તો મને થયું કે ઇન્ડિયામાં આપણા રૂપિયા નકામા પડી રહ્યા હોય તો મંગાવી ને બાબાને કન્વર્તીબલ અપાવી દઉં …
રમેશ નું મગજ ગુસ્સાથી ફાટી ગયું .. તને ભાન છે કે એક ડોલર માટે કેટલા રૂપિયા જાય ? તારા છોકરાની ગાડી માટે કેટલા રૂપિયા જાય એનું ભાન છે તને બેવકૂફ ? અહિયાં કોઈની પાસે તે એવી ગાડી જોઈ ..?
માલતી બોલી ..હવે ગુસ્સો ના કરશો પણ હવે અહિયાં કોઈ ના વાપરતું હોય એટલે આપણે ત્યાં પણ એવી ગાડી નહિ વાપરવાની ? એવું કોણે નક્કી કર્યું છે ?
રમેશનું મગજ ગુસ્સાથી ફાટ ફાટ થવા માંડ્યું ..અને એણે સીધો હુકમ છોડયો કાલે છાનીમાની ભાડલા આવ ,અને હવે આના વિશે ભાઈ કે વાસંતીભાભી જોડે એક શબ્દ બોલી છે તો તારી ખેર નથી ,આ ઇન્ડિયા છે તારું અમેરિકા નહિ બે ધોલ મારીશ તને ,અને તારામાં તાકાત હોય એટલી વાર નાઇન ઈલેવન લગાડજે , એકપણ પોલીસવાળો નહિ ફરકે તારી જોડે ..એટલે મોઢું બંધ રાખી અને ચુપચાપ કાલ ને કાલ ભાડલા હાલી આવ..
માલતીને એટલી ખબર પડી ગઈ કે કઈ મોટું તોફાન થયું છે એટલે સારું બોલીને ફોન કાપી નાખ્યો …
ધુંધવાયેલો રમેશ સીધો કિશોરભાઈની ઓફિસે પોહચ્યો
ત્યાં ગ્રામપંચાયતની મીટીંગ ચાલતી હતી,
રમેશને અચાનક આવેલો જોઇને બધા ઉભા થઇ ગયા એ આવો આવો રમેશભાઈ કરીને બધા ઉભા થઇ ગયા અને સ્પેશીયલ ખુરશી મંગાવી અને રમેશને બેસાડ્યો ,
સરપંચ ઓધવજી બાપા …જે ગામમાં ઓધાબાપાથી જ ઓળખાતા લગભગ પંચ્યાસી વર્ષ ઉપરની ઉમરવાળા હતા ઓધાબાપા …ઓધાબાપા એ રમેશને પોતાની બાજુમાં બોલાવ્યો અને બેસાડ્યો ..કેમ છે ..સારું મજામાં થયું ..રમેશનું મન શાંત થતું નોહતું પણ આખા ભાડલા ગામના વડીલો ને જોઇને એ થોડો શાંત થયો ..
ઓધાબાપાએ મીટીંગ આગલા વધારી અને કીધું ….કિશોરભાઈ તમારી વાત સાચી અને સરકારની યોજના પણ સારી છે , પણ આ આખો પ્રોજેક્ટ પૂરો કરવો હોય તો વીસ કરોડ જોઈએ અને આપણે વીસ કરોડ લાવીએ ત્યારે સરકાર આપણને એશી કરોડ દે તો સો કરોડમાં આ ભાડલા ગામ ને સ્વર્ગ બનાવી દેવાય ..CONT….20