પોપટ ….
થોડા દિવસ પેહલા ધ ટેલીગ્રાફ નો એક આર્ટીકલ વાંચ્યો .. પોપટ કેવી રીતે નકલ કરી અને માણસની જેમ બોલે છે એ રાઝ ઉપરથી સાયન્સ કદાચ પડદો ઉપાડી શકશે …વાહ ..
હવે એ આર્ટીકલ એવું જણાવે છે કે પોપટના મગજની રચના બીજા ગાતા પક્ષીઓ કરતા જુદી છે , ફાઈન્ડીંગસ એવા છે કે પોપટના મગજના કોર ભાગમાં એક આઉટર રીંગ છે ,જે માણસમાં પણ હોય છે અને એ રીંગ એને નકલ કરવા પ્રેરે છે …. મોટાભાગના ગાતા કે જુદા જુદા મધુર અવાજો કરતા પક્ષીઓના મગજમાં આ રીંગ જોવા મળતી નથી ..
આગળ એવું લખે છે કે ,આપણે એવું માનીએ છીએ કે પાળેલા પોપટ માણસના અવાજની નકલ કરે છે , પણ એવું નથી જેને આપણે જંગલી પોપટ કહીએ છીએ એવા પોપટની ઘણી જાતો કુદરતના ઘણા બધા અવાજોની નકલ કરે છે , ફક્ત પાળેલા પોપટ જ માણસની વાણી બોલે છે ..
લો ત્યારે અમે તો ગુજરાતીમાં ક્યારનાય કહીએ છીએ કે ..ઘરની વાણી ઘરનો પોપટ બોલે …
એક સરપ્રાઈઝિંગ ફેક્ટર એ છે કે કુદરતના ખોળે રેહતા પોપટ એમની આજુબાજુના વસતા બીજા પક્ષીઓના અવાજની પણ નકલ સારી રીતે કરી જાણે છે .. આ મારા માટે નવી જાણકારી હતી …
બીજા ફાઈન્ડીંગમાં એવું છે કે પોપટના વોકલ કોર્ડસ બીજા પક્ષી કરતા વધારે હોય છે …સો ટકા વાત સાચી હશે , મારી સાદી બુદ્ધિ એવું કહે છે જેટલા વોકલ કોર્ડ વધારે એટલા વધારે અવાજો કરી શકે પ્રાણી કે પક્ષી ,લાતાજી ના ગળામાં કદાચ સૌથી વધારે વોકલ કોર્ડસ હશે ….
બીજું મારું માનવું એવું છે કે કોઈ પણ પ્રાણી કે પક્ષી અવાજની નકલ ત્યારે જ કરી શકે જયારે એના કાન સરવા હોય ..એટલે જેમ વોકલ કોર્ડની રીંગ પોપટના મગજમાં નીકળી , સોરી આપણને ખબર પડીને એમ સંભાળવા માટેના મગજના ભાગમાં પણ માણસ જેવું કઈક પોપટમાં નીકળશે ..
આ વાક્ય પાછળનું લોજીક એવું છે કે જ્યારે હું સંગીત શીખતો ત્યારે મારા ગુરુ માં શ્રીમતી સરોજબેન ગુંદાણી હમેશા મને કેહતા બેટા પેહલા ધ્યાનથી સ્વરને સાંભળ ,પછી એને મગજમાં ઉતાર અને પછી નકલ કરવાની કોશિશ કરો , દરેક સ્વરની એક ચોક્કસ જગ્યા છે ..એટલે પેહલા તારા કાનને ચોખ્ખા કર અને પછી જયારે આ જગ્યા તને યાદ રહી જશે ત્યારે તારું ગળુ આપોઆપ ફરવા માંડશે ….
એટલે કાનસેન થાવ પછી જ તાનસેન થવાય , પોપટ પણ કાનસેન ચોક્કસ હશે …
લોકો પણ અઘરું અઘરું શોધે છે નહિ ..!! અને મારા જેવા ને ટોપિક પણ મળી જાય , પોપટ કેમ બોલે…!! અરે સીતા રામ બોલે બીજું શું …??
ચાલો આજે આટલુજ
શુભ સંધ્યા…. સીતા રામ …સીતારામ …
શૈશવ વોરા