પોષ મહિના નું પાણી ….
એકદમ ઠંડો હેમ જેવો માણસ છે ..ગમે તે કરો .હાલે જ નહિ જાણે પોષ મહિના નું પાણી , જ્યાં બેઠો ત્યાં બેઠો બસ પત્યું ….
તમને કોઈ આવા હેમ સોરી હિમ જેવા માણસો મળ્યા છે ..? મને તો ઘણા મળ્યા .. એકદમ ઠંડાગાર …ગમે તેટલી બુમો મારો ,ગાળો આપો કઈ ફેર ના પડે બસ જ્યાં હોય ત્યાં રહે, અને કોઈ જ રીએક્શન ના આપે , આવા માણસો ને બોલતા કરવા ની મજા આવે … અંદર થી જ ખુબ શાંત પ્રકૃતિ ના હોય પણ તમને કઈ કળવા ના દે એનો ઈરાદો શું છે છે …પણ મોટેભાગે કોઈ ઈરાદો જ ના હોય પડી રહે મગરમચ્છ ની જેમ પડી રહે આળસ ના અખાડા ..
કોઈ કાકી કે મામી કે માસી પણ આવા હોય ગમે તેટલા છોકરા રડે પણ એમના પેટ નું પાણી ના હાલે , એ તો એમની દુનિયા માં જ મગ્ન હોય અને છોકરા રડી ને શાંત થઇ જાય ……અને વર જાતે પીરસી ને ખાઈ લે…નસીબ વાળા હોય આ પોષ મહિના ના પાણી ….એમના જીવન ના બધા જ કામ બીજો કોઈ કરી આપતો હોય ….
ક્યારેક વિચાર આવે કે આવા લોકો પેદાઈશી આવા હોય કે પછી પાછળ થી સમય અને સંજોગો ને લીધે આવા ઠંડાગાર થઇ જાય ..? મને તો બંને વસ્તુ લાગે છે ઘણા બધા ના જીનેટિક કોડ માં ઠંડક લખેલી હોય છે … એમની ત્રણ ચાર પેઢી નો ઈતિહાસ ખોલો તો તરત ખબર પડે કે આ મેહતા એ કયારેય અને કોઈ દિવસ કોઈ ને માર્યા પણ નથી અને કોઈ ને ભણાવ્યા પણ નથી …
અમુક લોકો સમય અને સંજોગો ને લીધે આવા થઇ ગયા હોય , એનું સારું ઉદાહરણ મનમોહન સિંગ … ગમે તેટલા માછલા માથે ધોવો ને .. બોલે એ બીજા ..કેટલું બધું ચારે બાજુ થી પ્રેશર પણ ખેંચી કાઢ્યું બસ એવું બધું ચાલ્યા કરે ….
મને પોષ મહિના ની ઠંડી ગમે પણ પાણી નહિ … ઠંડી વધારે લાગે તો તાપણું કરી ને ઠંડી ઉડાડાય , પણ પાણી ને તો યાર બહુ ગરમી આપવી પડે અને એમાં વધારે ગરમી આપો તો ખલ્લાસ ઉડી જાય પાછુ હાથ માં જ ના આવે … એટલે આવી ઠંડી પ્રજા ને જ્યાં પડી હોય ત્યાં જ રેહવા દેવી ….
પંડિત ઉલ્લાસ કશાળકર ના કંઠે ફરી એકવાર જયજયવંતી ચાલી રહ્યો છે, પણ મજા આવે છે બાગેશ્રી અંગ નો જયજયવંતી છે એટલે કૈક નવું ચાલી રહ્યું છે .
શુભ રાત્રી
શૈશવ વોરા
.