કોઈ એક વ્યક્તિ પ્રત્યે ફક્ત શારીરિક આકર્ષણ હોઈ શકે તેવું સ્વીકારવા માં મોટા ભાગ ના લોકો ને શરમ આવે છે … હેપી ફલર્ટ નામ નો શબ્દ જ આપના લીસ્ટ માં નથી ….. – કાજલ ઓઝા વૈદ્ય
ગઈ કાલે મને આના વિષે તમારો શું અભિપ્રાય છે તે જણાવો એવું કેહવા માં આવ્યું ….થોડો વિચાર માંગી લે તેવું આ સ્ટેટમેન્ટ છે ….જીવન ના પીસ્તાલીસમેં વર્ષે અને બોય ,માંથી મેન અને ત્યાં થી પુરુષ ની મારી સફર … અને હજી પણ દિવસ ના બે દોઢ થી બે કલાક જીમ માં જાણીતા અજાણ્યા અઢાર થી પચાસ વર્ષ ના બહુ બધા મેઈલ સાથે ની દોસ્તી ….લગભગ એકદમ અંગત કેહવાય એવા ચાલીસ થી પચાસ મિત્રો અને બધા નું ટોટલ મારું તો સો ઉપર જાય અને મોટા માં મોટી ઉમર ના મેઈલ ફ્રેન્ડ ની ઉમર છ્યાસી વર્ષ ……સાલો આમાંનો એકેય મારી આગળ તો આવી વાત કરતા ક્યારેય શરમાયો નહિ ….. આવા આકર્ષણ ની વાત કરતા ….કાજલ બેન કદાચ સ્ત્રી તરીકે કોઈ પુરુષ તમારી આગળ આવો એકરાર કરતા શરમાતો હશે બાકી પુરુષ માત્ર ની દુનિયા માં આવો એકરાર કરતા એકેય પુરુષ ક્યારેય શરમાતો નથી …. હા કોઈ શબ્દો થોડા સાચવી ને બોલે કે મભ્ભ્મ માં બોલે ….બાકી વાત ને તમે છેડો એટલે ફટાફટ ડુંગળી ના પડ ખુલે …હા કદાચ નજીક ની મહિલાઓ …કે પત્ની સાથે પણ દામ્પત્ય જીવન માં તિરાડ કે શાંત પાણી માં પથરો ના પડે એટલે ગુજરાતી માણસ થોડું સમજી વિચારી ને બોલે …અને બીજું ગુજરાતી પુરુષ ક્યારેય સબુત છોડવા માં માનતો નથી …
થોડું જ્ઞાન અત્યાર ના બોય માંથી હમણા જ મેન થયેલા દેવ દેસાઈ પાસે થી લીધું ..ફલર્ટ ના તમે કેટલા પ્રકાર ગણો છો આજકાલ ના છોકરાઓ …. બે જ પ્રકાર આપ્યા હેલ્ધી ફલર્ટ અને ડર્ટી ફલર્ટ ….ડીફાઈન બહુ સરસ કરીઆપ્યું … મમ્મી પપ્પા ની સામે કરી શકું એને હેલ્ધી ફલર્ટ કેહવાય અને મમ્મી પપ્પા ની સામે નથાય એને ડર્ટી ફલર્ટ કેહવાય ….હેપી ફલર્ટ કોને કેહવાય બકા …? છુટા પડ્યા પછી બને માંથી કોઈ ને ગ્ર્ર્જ કે ગીલ્ટ ના આવે તેને હેપી ફલર્ટ કેહવાય સિમ્પલ …….એકવીસ વર્ષ નો છોકરો આવી સરસ રીતે ડીફાઈન કરે છે ..
અત્યાર નો બોય ….એ બહુ વિચારતો નથી ….એ હેપી નહિ ઓસમ શબ્દ માં મને છે …ફલર્ટ તો ઠીક મારા ભાઈ …ડેટ શબ્દ પણ જુનો છે ..મીટ ..અને ફન …ગ્રેટ …લવ યુ ..તો ગમે તેને બોલે …અને જો થોડા ડીસન્ટ શબ્દો માં પૂછો તો બહુ પ્રેમ થી ફ્રેન્ડ લીસ્ટ આપશે ….અને સરખી ઉમર ના હશે તો અને વેવલેન્થ મળશે તો પેલી નો ફોન નંબર પણ આપશે ….
સમાજ ની તાસીર બહુ બદલાઈ છે … બોલ્યા કે કીધા વગર સમજવા વાળો એક મોટો વર્ગ ઉભો થતો જાય છે ….ફલર્ટ કરવું બહુ જ સામાન્ય વાત છે આ સોસીઅલ મીડિયા ના જમાના માં …મેઘધનુષ ના રંગો નો શેડ બદલાઈ ગયો છે … ફ્લોરોસન્ટ શેડ થઇ ગયો છે …રાત ના અંધારા માં પણ મેઘધનુષ દેખાય
છે ….પાર જાંબલી (અલ્ટ્રા વાયોલેટ )અને પાર રક્ત ( ઇન્ફ્રા રેડ ) તો હવે વિઝીબલ સ્પેક્ટ્રમ માં આવે છે …સુખ ની છોળો ઉડે છે ….નશો ચડતો જાય છે …. હેપી નહિ કિક લેવાય છે …એડ્રીનાલીન ના શોટ આવે છે ….
સવારે આઠ થી પાંચ ની નોકરી કે ધંધે જતા લોકો ને નહિ સમજાય આ બધું ….અંદર ક્રિએટીવ જીવડો જીવતો હશે તો જ સમજવા ની કોશિશ કરવી નહિ તો ખાલી વાંચી જવું ……
કાજલબેન પચાસ ટકા સાચા અને પચાસ ટકા ખોટા છે …….શરમ તો ખરીદવા જવું પડે છે …..મારા પ્રમાણે.. તમારું તમે જાણો ….
શુભ રાત્રી
– શૈશવ વોરા