બદલાપુર…..
Yo bebe …. Moooohhhh … osssiii … lods of fun …… સાંભળ્યા છે આવા શબ્દો …? આવા શબ્દો થી તમે યુઝ ટુ છો ..? તો તમને જોરદાર ગમશે બદલાપુર … મને તો સખત મજા આવી ગઈ … ઘણા વખતે પાછુ કૈક સારુ હિન્દી મુવી આવ્યુ….. સંપૂર્ણ એડલ્ટ મુવી છે .. પણ આખે આખા અઢી કલાક જકડી રાખે, વરુણ ધવન ને એકટીંગ કરતા આવડે છે …લાંબી રેસ નો ઘોડો છે બોસ , બદલાપુર મા જેટલા સ્ત્રી પાત્રો છે એ બધા એ પોતાના પાત્ર ને સંપૂર્ણ ન્યાય આપ્યો છે …હોલીવુડ ની નકલ કરવા ટેવાયેલા બોલીવુડ ને બદલાપુર ને ફિલ્મ ફેર આપ્યા વિના છૂટકો નથી… જો કોઈ આના થી વધુ સારું પિક્ચર આવનારા નવ મહિના માં નહિ આવે તો …..જોકે
આપણને તો નવરસ અને એના ભાવ દેખાય તો સારી એક્ટિંગ એવું કહીએ , પણ પાશ્ચાત્ય જગત માં તો પેલું સાયકો ટાઈપ ના કેરેક્ટર કરે , એટલે જોરદાર એકટીંગ અને ઓસ્કાર આપી દેવાનો…. બસ આ નિયમ આપણે ફિલ્મફેર ને પણ લાગુ પડતો થઇ ગયો છે એટલે વરુણ ધવન ને ફિલ્મ ફેર ના ચાન્સ બદલાપુર માટે વધી જાય છે….નવરસ , ભાવ , રંગ અને રાગ …એ આ બધી જૂની વાતો ડોહા ,તારા જમાના ની …. આવું મને મારા જીમ ના ટેણીયા મને કહે … એમની ભાષા માં રીવ્યુ લખાય તો .. બે એનીમાં ને શું .x.x.x. બસ ત્યાંથી જ રીવ્યુ ચાલુ થાય છે ….!!
સ્ટોરી લાઈન સારી છે , ડાયલોગ ડીલીવરી કલાઇમેકસ બધું પરફેક્ટ છે , મારા જેવાને જે પુના માં બહુ રખડ્યો હોય ,એને ઘણા બધા લોકેશનો પણ જાણીતા લાગે અને એમાં પાછી MH -12 ની લાલ પજેરો જોઈએ એટલે મજા આવી જાય ..મારા પુના ના એક મિત્ર પાસે આવી અસ્સલ MH -12 ની લાલ પજેરો છે ,અને એમાં ઘણી વખત પુના માં અમે રાત માથે લીધેલી છે …પુના માં મોડી રાત્રે પબમાંથી નીકળ્યા પછી ગાડી નું સ્ટીયરીંગ વ્હીલ મારા જ હાથ માં આવે … હું એક જ પીધા વગરનો હોઉં , એટલે નાકાબંધી માં પોલીસવાળા ને કાય રે ભાઉ ..નહિ પીયેલા ….લે સુંઘ લે ..બસ ક્યા ..?? એમ કરી અને છૂટી જવાનું ,અને મુવી માં પણ આવું જ કઈ થાય …એટલે આખે આખો આપણો સીન જ આપણને દેખાય…..
સપેન્સ છતાં ઓપન ,ક્યારેય કઈ પણ થાય એટલે શરૂઆત થી અંત સુધી પકડાઈ ને જ રેહવાનું, જેને હિંસા ના જોવાતી હોય તો જોવા જવાનું માંડી વળજો …બાકી ના થીયેટર માં જોજો …હા મારી જેમ સ્વાઈન ફ્લુ ની બીક લાગે તો ,મારી જેમ બે ગરમ ગરમ કોફી ઠોકી જવા ની ,સ્વાઈન ફ્લુ નો વાઈરસ ગરમ પીણા પીવા થી મરી જાય છે…
મજા પડી ગઈ… ભાઈ લોગ… દેખ લિયો એક બાર બદલાપુર ..ઔર અપુન કો બતાને ક્યા..કઈસી લગી … ઠીક હઈ બાપ,,, તો ચલો ભાઈ લોગ ઔર સબ ભાઈ લોગ કી બેહન લોગ …સબ કો અપુન કા બોલે તો….
શુભ રાત્રી
શૈશવ વોરા