એક સારો જોક પણ વરવી વાસ્તવિકતા ….. હોશિયાર બાપ ના દિકરા ડફોળ ,મૂરખ, બેવકુફ….!!
વડલા નીચે ઘાસ જ ઉગે……!!!
કેમ આવુ થાય મહાપ્રતાપી બાપ ના છોકરા કેમ પાણી વિના ના નીકળે ??
હજારો ઉદાહરણ મળે આવા મોટે ભાગે જે ઝુઝારુ વૃતિ થી બાપ ઝઝુમયો હોય ..જે તડકો છાયડો બાપે વેઠયો હોય ..અને એ જ બાપ પોતાના છોકરા ને એ જ તડકા થી દુર રાખે … ના એ માહરો દિકરો છે.. અને મોટો થાય એટલે બધા લોકો એને આ જ વિશેષણ થી એ ને નવાજે…..કંઇ ઓપ્શન જ ના હોય …
ગાવસકર નો છોકરો તેંડુલકર ના જ હોય અને ઇન્દીરાબેન કે સોનિયાબેન નો દિકરો મોદી ના હોય ….મુખરજી નો છોકરો શાહ ના હોય …કે બચ્ચન નો ખાન ના હોય … બહુ ઓછા પરિવારો મા પેઢી દર પેઢી પ્રખરતા પાસઓન થાય છે… ..અને ખ્યાતી કીર્તિ માં ઉતરોતર વધારો થતો હોય ..
કારણો ઘણા છે….મારા માથા ઉપર જન્મ્યો ત્યારે દુનિયા એ લેબલ મારેલુ …. લે ડાકટર ના છોકરા તો ડાકટર જ થાય ને….. સફળ પિતા ના નિષ્ફળ પુત્ર તરીકે ની પીડા હું ભોગવી ચુકયો છુ …. દુનિયા તમને માફ કયારેય કરતી નથી… ઇશ્વર દરેક ના બિબા જુદા બનાવે છે….
કવિ હરીવંશરાય નો દિકરો એકટર અમિતાભ સફળ છે અને એ જ એકટર અમિતાભ નો એકટર દીકરો અભિષેક નિષ્ફળ છે….
મારો મત સો ટકા એવો છે કે બાપ ની છાયા મા ઉછરેલો દિકરો નિષ્ફળતા જ પામે….. કેમ કે જે રસ્તે ચાલી ને બાપ ગયો છે એ રસ્તા ની શરૂઆત જો ત્રીસ વર્ષ પછી દિકરો શોધવા જાય તો કંઇ જ ના મળે અરે દિકરો તો છોડો એ બાપ ને પણ એ ખુદ કયા રસ્તે ચાલી ને ગયો હતો એ ના મળે સમય દરેક રસ્તા ને અને દિશા ને ભુલવાડે છે…
જો દીકરા ને પોતાના માથે સફળ નુ લેબલ મારવુ હોય તો બાપ થી જુદો અને નવો પોતાનો ધંધો કરવો જ પડે….
અને આપણે ગુજરાતી માં સારા મા સારો રસ્તો છે …અમેરિકા કે કેનેડા કે ઓસ્ટ્રેલીયા ભેગા થઇ જાવ … તમારુ તમે કુટી ખાવ …..નહિ તો પેલી કેહવત લાગુ પડશે …ત્રીજે ત્રિકમ લાલ જાગે ……..બાપા હોશિયાર.. છોકરો ડફોળ અને તમારો છોકરો મહાડફોળ….એટલે ત્રિકમ લાલા ઘરબાર વેચાવે જ …..રાહુલ જેવા હાલ થાય
એટલે જ્યા સુધી બાપ ના કુવા માં પાણી હોય ત્યા સુધી ઉલેચાય ….પણ બાપ ના કુવા મા ડુબી ના મરાય …. આપણે મેહનત કરી ને આપણો કુવો પેરેલલ ખોદવો જ પડે… દુનિયા ગમે તે કહે….
ઉદાહરણો ના પાર નથી પણ બીજા રસ્તા પણ નથી…
શુભ રાત્રી
– શૈશવ વોરા