ત્રણ દિવસ થી એસએમએસ ફરે છે … બેંકો ૨૧મી તારીખ થી હડતાલ પર જાય છે, છેક ૨૪મી સુધી અને ૨૫મી નો રવિવાર અને ૨૬ જાન્યુઆરી એ તો બધા રાજા જ હોય ….
મસ્ત ૬ દિવસ નું વેકેશન ભોગવશે બેંકો વાળા અને પછી ઢોર ની જેમ કામ કરવું પડશે છ છ દિવસ ના કામ નો ભરાવો થયો હોય એ કાઢવો તો પડશે ને…. ત્યારે બેંક વાળા ની હાલત જોવા ની મજા આવશે ,દરેકે દરેક બ્રાંચ માં કકળાટ ના પાર નહિ હોય લોકો બેફામ બુમો પાડશે અને ગાળો આપશે અને મેનેજર કે સીનીયર સ્ટાફ સિવાય ના લોકો સામી બુમો પાડશે ….પણ ભાઈ લોગ, તમે મજા કરી તો જ સજા મળે છે ને .. છલ્લા ઘણા વખત થી બેંકો અને એમના યુનિયનો રજા નો મોકો જોઈ ને જ હડતાલ પાડે છે એટલે પછી સરકાર પણ જબરી થઇ ને શનિવાર આખો દિવસ કામ કરાવે ,અને ઘણી વાર ક્લીયરીંગ ને રવિવારે ચાલુ રખાવે છે….
મને લાગે છે કે બેંકવાળાઓ એ હવે અનિશ્ચિત હડતાલ પર જ જવું જોઈએ અને ક્યાં તો એક સામટા રાજીનામાં આપી દેવા જોઈએ ,અને સરકારે બધા કોન્ટ્રકટ પર નવા છોકરા છોકરી લઇ લેવા જોઈએ …નહિ તો રાષ્ટ્રીય બેંકો ની હાલત રેલ્વે જેવી થશે પગાર કરતા પેન્શન વધારે આપવું પડશે …..
આપણું બેન્કિંગ અત્યારે બહુ જ ગંદી અવસ્થા માં છે … બધો વાંક બેંકવાળાઓ નો છે એવું નથી … રાષ્ટ્રીય બેંકો ના મોટા ભાગ ના કસ્ટમર્સ લગભગ અભણ છે કે ઓછું ભણેલા છે ..અને એમાં પાછું જનધન યોજના જેવા ગતકડા આવે …પત્યું સ્ટાફ ખાતા ખોલવા માંથી નવરો ના પડે … જનતા ને ફોર્મ ભરવો અને અંગુઠા મારાવો …અને બીજો પ્રોબ્લેમ છે નેટ કનેક્ટિવિટી નો જયારે જોવો ત્યારે સર્વર સ્લો હોય બિચારા મોઢું વકાસી ને બેઠા હોય …અને કાગળિયાં ના પાર નહિ ..
બીજું સરકારી બેંકો માં તમારે ૧૦ થી ૫ જ રેહવાનું હોય છે કામ ગમે તેટલું કરો પગાર તો એનો એ જ મળવા નો છે .. ઇન્સેન્ટીવ કે વધુ કામ કર્યું કે ,સારું કામ કર્યું તો કોઈ પણ પર્ક ભૂલ થી ના મળે ,એટલે જે કામ પેલું ઇન્સેન્ટીવ ની લાલચમાં પ્રાઈવેટ બેંકો માં વધારે ખેંચાય એ આ રાષ્ટ્રીય બેંકો માં બિલકુલ ના થાય ..રગશિયા ગાડા ચાલ્યા કરે ..નોકરી માંથી કોઈ કાઢી મુકવા નું નથી એટલે મેનેજર ગમે તેટલું પ્રેશર કરે કામ તો જેમ થતું હોય તેમ જ થાય …હા સરકારી બેંકો ના મેનેજર લેવલ ની હાલત ખરાબ છે…રાત પડી જાય છે ઘણી વાર એમની બેંક માં …બાકી ક્લાર્ક તો સીટ ખંખેરી ને ઉભો …અને લેડીઝ સ્ટાફ ને તો ઘરે જવા માં ભયંકર ઉતાવળ હોય એમાય જો ઘેર સાસુ જોડે કકળાટ થયો હોય તો એકાદો ગામડિયો ખાતેદાર આવે એ તો માર્યો જ સમજો ….ક્લાયન્ટ અને ખાતેદાર નો ફર્ક હજી નેશનલાઈઝ બેંકો ને નથી ખબર.. અમારા જેવા તો અઠવાડિયે એકવાર જાતે જઈ આવે બ્રાંચ પર એટલે પછી ગાડું દોડે …
નેશનલાઈઝ બેંકો માં પાછુ પ્રમોશન જોઈએ એટલે ટ્રાન્સફર નું બહુ મોટું ચક્કર…દરેક ને હોમ ટાઉન માં જ રેહવું હોય અને જો દુર ટ્રાન્સફર થઇ તો પેહલા તો બૈરી કે માં ને માંદી પાડી દે….
એક જમાના માં બેંક ની નોકરી એટલે જલસા હતા પણ હવે થોડું અઘરું છે , અને છેલ્લા થોડાક વર્ષો માં એમના પગાર વધારા સરકારી કર્મચારી ની જેમ નથી થયા અને ક્લાર્ક લેવેલે ભ્રષ્ટાચારના ચાન્સ રહ્યા નથી …ક્લાર્ક તો શું મેનેજર ને પણ , સિબિલ અને કો લેટરલ અને બાય લેટરલ સિક્યુરીટી વિના લોનો આપવી શક્ય નથી એટલે જખ મારી ને પ્રમાણિક રેહવું પડે છે ….
સરકારી સબસીડી ની લગભગ બધી સ્કીમો બંધ થઇ ગઈ એટલે ત્યાંથી પણ કોઈ ચાન્સ રહ્યો નહિ .. જોકે આપણે ત્યાં બેન્કિંગ સેક્ટરમાં ભ્રષ્ટાચાર નું પ્રમાણ બહુ જ ઓછું રહ્યું છે … હા કમ્પ્લીટ ચીટીંગ થઇ જાય પણ એમાં પણ જે બેંકો વાળા ઇન્વોલ્વ હોય એ છેલ્લે તો ઝડપાઈ જ જાય છે….
જોકે થોડા વર્ષો માં નેટ બેન્કિંગ એ સારું જોર માર્યું છે અને એમાં પણ સરકારી કર તમારે ઓનલાઈન જ ભરવા પડે છે એટલે બેંકોના માથે થી એ ચલણો ભરવાના અને લેવાની મજુરી ઘણી ઓછી થઇ ગઈ…
એક મજુરી હજી બેંકવાળા કરે છે … લોકરો સાચવવાની…જો કે લોકર બીઝનેસ ઘણો પ્રોફિટવાળો છે બેંક માટે અને લોકો પણ હજી પ્રાઇવેટ લોકર પર ભરોસો નથી મૂકતા ..એટલે લોકર બીઝનેસ પ્રાઇવેટ માં ટ્રાન્સફર થાય એમ નથી … હા આપવો હોય તો પોસ્ટ ખાતા ને અપાય એ બિચારા ઘણા નવરા છે….
પૂરું કરતા પેહલા કાલે રૂપિયા બેંક માંથી ઉપાડવા ના હોત તો ઉપાડી લેજો , લોકર માંથી કાઢવા હોય તો એ પતાવી દેજો …નહિ તો એટીએમ તો બધા બે દિવસ માં ખાલી થશે … પછી બાકી બચેલા ચાર દાડા કાઢવા માટે ખોટી કોઈ પાસે આઘીપાછી કરાવી પડશે …બાવીસમી ની ખર્ચી આપવાની તારીખ છે …..
ત્રાસ છે આ દેશ માં ધંધા કરવા એટલે દરેક વસ્તુ નું તમારે ધ્યાન રાખવાનું , ક્યારે કોણ હડતાલ પાડે એ કેહવાય નહિ ….મુઆ ત્યારે શું …હેં ….કેટલા બળાપા કરવા …ચાલો સૌને જે શ્રી કૃષ્ણ
શુભ રાત્રી
શૈશવ વોરા
તા.ક.
The proposed bank strike has been put on hold until March after IBA has accepted to resolve by getting 12.5% instead of the 20%. Please inform everyone banks will work as usual.