મનુષ્ય જનમ લે ત્યારે શું સાથે લઇ ને આવે ? બહુ જ ગંદો સવાલ….
ગંદી ભાષા માં કહીએ તો નંગે આયે થે વૈસે હી જાયેંગે …. ગંદો જવાબ …….
હવે જો થોડી સમજણ વાળી વાત કરીએ તો માણસ માત્ર ચાર વસ્તુ લઈને જન્મે છે….
ભય ભૂખ નિદ્રા અને મૈથુન ….. !!
આજે ખાલી ભય ની વાત …!!
ભય….
એક ભય કે જે તમારી છઠી ઇન્દ્રિય સાથે જોડાયેલો હોય છે અને આવનારા સંકટ ની આગોતરી જાણ કરે ..
જેમ કે કોઈક એવી જગ્યા કે દિવસ એવું લાગે કે કૈક ખોટું થવાનું છે … ..
અને ભય પેદા થાય ..કે અજાણ્યો ભય, અસલામતી નો ભય, મિત્રો થી સગા થી પાડોશી થી ધંધાકીય કે નોકરી માં સાથે કામ કરનારા નો ભય જે આપણ ને ઓળખતા હોય તેવી તમામ વય્ક્તિ થી જીવન માં ક્યાંક ભય લાગતો હોય છે
એક ભય જગત ના તમામ પ્રાણી માત્ર માં વ્યાપેલો છે અને તે મૃત્યુ નો ભય …!!!
એક કિસ્સો યાદ આવે છે ……
શિયાળા ની ઠંડી માં રાત્રે કુતરા ખુબ જ રડે ……અમદાવાદ ની એક પોળ ની પ્રજા ને ઊંઘ માં ખલેલ પડે .. પથરા મારે મેળ ના પડે કુતરા પાછા આવી જાય… સાબરમતી નું પાણી .. અક્કલ તો ચલાવે ….પ્રજા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પોહચી, ચોકીદાર ને ફોડ્યો, વાઘ સિંહ ની વિષ્ટા એટલે કે છી છી .. રોજ તગારું ભરી ને લાવે અને ઘર ની આજુ બાજુ પાથરે … કુતરા તે વિષ્ટા ની વાસ થી જાય ભાગ્યા …. જોરદાર બુદ્ધિ …..
મારો સવાલ એ કે અમદાવાદ ની પોળ ના કુતરા એ છેલ્લે વાઘ સિંહ ક્યારે જોયા કે કુતરા ને વાઘ સિંહ ની વાસ ગંધ યાદ હોય?
લગભગ પાંચસો વર્ષ થી વાઘ કે સિંહ અમદાવાદ માં આવ્યા નથી…. તો પછી કુતરા ને તેની ગંધ થી ભય કેવી રીતે પામે? એક રખડતું કુતરું દસ વર્ષ જીવે તો અત્યાર ના કુતરા ની પચાસ જનરેશન કે પેઢી પેહલા વાઘ સિંહ જોયા કે સુંઘયા હોય તો અત્યાર નું કુતરું આ વિષ્ટા ની વાસ થી કેમ ભાગે? કેમ ભય પામે? જવાબ છે …..
કુતરા ના જીનેટીક્સ માં આ ગંધ ઉતરી ગઈ છે …અને તેને સાચો ભય કેહવાય વાઘ સિંહ એ કદાચ તેમના બાપદાદા ને મારી ખાધા હશે એટલે તેમના જીનેટીક્સ માં આવી ગયું કે વાસ આવી ભાગો નહિ તો મર્યા …….
આને કેહવાય મૃત્યુ નો ભય …
આ ભય સિવાય ના જગત ના તમામ ભય મિથ્યા છે અને મૃત્યુ નો ભય હમેશા આગોતરી જાણ ચોક્કસ કરતો હોય છે …..
અને બાકી ના કોઈ પણ ભય સત્ય ની આગળ મરી પરવારે ……….
શુભ રાત્રી
– શૈશવ વોરા 01—5-14