ભૂખ
ભૂખ્યો મારવાડી રડે. ….!
ભૂખ્યો મરાઠી ગીતો ગાય. …!
ભૂખ્યો ગુજરાતી ઊંઘે …….!
સવારે ઊંઘ માં થી ઉઠેલો દરેક જીવ ઈશ્વરે આપેલી ભૂખ ને ઠારવાનું કામ કરે …!!!
પછી પોતે પેદા કરેલી ભૂખ ને મારવા દોડે …..!!!
માણસ નામ ની જાતિ એ કેટલા પ્રકાર ની ભૂખ પેદા કરી? …ગણવી અશકય છે …. જન્મારો ઓછો પડે ગણતા ….. અને તે પોતે પેદા કરેલી ભૂખ ને શાંત કરવા સાત જનમ ઓછા પડે .. !!!
પહેલા ઈચ્છા જન્મી પછી મહેચ્છા અને પછી વારો આવ્યો મહત્વકાન્ક્ષા. .!!
ભૂખ વધારવા ના
આ બધા ટોનિક .. દવા ….!!
ભૂખ ની સાથે બીજો શબ્દ જોડાયો છે …
ભિખારી ….
કોણ ક્યાં અને કઈ ચીજ ની ભીખ માંગે એ નક્કી કે જાણી ના શકાય …..પણ કઈ ભૂખ ભાંગવા ભીખ માંગે છે એ તો તે પોતે જ જાણે ………
ગોરધન મહારાજ નું ગણિત એવું કે એક માણસ ત્રણસો પચાસ ગ્રામ એક ટંક માં ખાય.. ભલે લગન માં સો આઈટમ રાખો ….લગભગ એક માણસ રોજ નું સાડા સાતસો ગ્રામ જમે…..
મહાદેવજી ના પોઠિયા એ કરેલી ભૂલ ત્રણ વાર ન્હાય એક વાર ખાય એની બદલે એક વાર ન્હાય અને ત્રણ વાર ખાય ….. !!!
ઘણા ગુરુઘંટાલ એક વાર ન્હાય પણ પછી આખો દિવસ દુનિયા ને નવડાવે … અને ખાય સરકારી અધિકારી ની જેમ …ગમે તેટલું ખાધા પછી ક્યારે ય ધરાઈ ને ઓડકાર ના ખાય ….
એ રાજા ઇન્ડિયા ટીવી પર ..
ઓડકાર આવતો હોય તેવું લાગે છે …!!!
આપનો રવિવાર શુભ રહે ….
– શૈશવ વોરા 4-4-14