ફોટા જોયા શું લાગ્યું …ભૂત ..ચુડેલ વિડીયો શેર કરું છું બ્લોગ પર ….અવાજ સાથે સંભાળજો ફાટી પડશે છાતી ના પાટિયા બેસી જશે એવી વિડીયો ઉતારનારા એ ચીસો પાડી છે …
પણ મને તો મજા પડી ગઈ ગુજરા ઝમાના બચપન કા …યાદ આવી ગયો ….આવા ધંધા અમે ઘણા કર્યા ….કોઈ ની વાટ લગાડવા ના અને આવી જ ચીસો પાડતો કોઈ દોડે અને અમે બધા ભાઈબંધો ,શેતાનો આસુરી આનંદ લઈએ ….
થોડા ઘણા આવા કિસ્સા શેર કરું મારી જિંદગીના જે અમે વિચારી અને અક્કલ વાપરી ને કર્યા હતા….
હું અને મારો મિત્ર નિરેન સખત સડેલી બુદ્ધિ અમારી કોઈ ને હેરાન પરેશાન કરવા માં અમે એક્કા …
કિસ્સો નબર એક એકદમ અંધારા માં જવાનું ,એ જમાના માં માચીસ સળગાવ્યા પછી ઓલવી નાખો તો તીલી બળતી રહે અને અમે એ લાલ તીલીને દાંત માં ભરાવતા , અંધારા માં એકલા લાલ લાલ દાંત દેખાય , ઘોર અંધારા માં જોનારો છળી મારે અને અમે એક સામટા ચાર પાંચ વાંદરા આ ધંધા કરીએ.. અમારી ઘર ની બાજુ માં એક સુમસાન ગલી હતી …. જાણી કરી ને પથરો મારી ટ્યુબ લાઈટ ફોડી નાખીએ અને ઘોર અંધારા માં ખાલી અમારા લાલ લાલ દાંત અને ડાકણ જેવી ચીસો … ખરેખર લોકો ને મુતરાવી નાખતા …..
કિસ્સો નબર બે એક દિવસ ભોય કાચબો હાથ માં આવ્યો … એજ ગલીમાં એક મીણબતી સળગાવી અને કાચબા ની પીઠ પર મૂકી અને અમે એક ભરાવદાર ઝાડમાં ઉપર ચડી સંતાયા …અંધારી ગલીમાં કાચબો ધીમે ધીમે આગળ વધે એકલી મીણબતી જ ફરતી દેખાય અને ઝાડ માંથી અમે જેવો કોઈ સાયકલ પર આવતો દેખાય ચીચીયારા અને શિયાળવા ની લારી ચાલુ કરીએ …એકલી મીણબતી ને ચાલતી જોઈ ને પેલો ચીસો પાડતો દોટ મુકે ….અહાહા શી મોજ આવે પેલા ને સાયકલ મૂકી ને દોડતો જોવા ની …..
કિસ્સો નબર ત્રણ એક ઘરડા બા એ એવું કીધું કે રોજ રાતે છમછમ અવાજ આવે છે ..કોઈ ચુડેલ સોસાયટી માં ફરે છે …. મેં કીધું નીરેન ચલ ચુડેલ લઈ આવીએ ત્રણ દરવાજેથી …અમે ત્રણ દરવાજા ગયા ત્યાંથી પચાસ રૂપિયા ના ઘૂંઘરું છુટા લાવ્યા ,રાત્રે એક વાયરથી બિલાડી ને પકડી અને એના પગમાં ઘૂંઘરું બાંધી કાઢ્યા બસ રાત દિવસ બિલાડી દોડે અને સોસાયટી માં ચુડેલ દોડે ..વાયર થી એટલે બાંધ્ય કે દોરી થી બાંધતા તો બિલાડી દાંત થી કાપી નાખતી દોરી ને …એટલે પાકું કામ કર્યું વાયર થી ઘૂંઘરું બાંધ્યા … આખી સોસાયટી ગાંડી થઇ ગઈ છેવટે એક ભાઈબંધ ફૂટી ગયો અને અમને ભરપુર ગાળો પડી … સૌથી વધારે ગંદુ કામ અમને સોપવા માં આવ્યું એ બિલાડી ને પકડો અને એના પગ માંથી ઘૂંઘરું કાઢો …ત્રાસ થઇ ગયો હતો બિલાડું પકડતા …..
કિસ્સો નબર ચાર ….મારી બેહન નું મેડીકલ કોલેજ માં એડમીશન થયું .. સાચો હ્યુમન બોન સેટ ઘર માં આવ્યો ,માણસ ના હાડકા નો સેટ …મારી બેન ત્રણ પલંગ માં અસલી ખોપરી સાથે બધા હાડકા પાથરે અને મમ્મી એને ભણાવે … મારું શેતાની દિમાગ ચાલ્યું એક દિવસ ખોપરી અને બે ફીમર એમાંથી કાઢી લીધા મજબુત દોરી વડે બાંધી અને ડેન્જર નું સિમ્બોલ તૈયાર કર્યું …. નિરેન કોલસો લઇ આવ્યો ..કોલસા સળગાવી અને અંગારા તૈયાર કર્યા અને એ અંગારા ખોપરીમાં આંખ ની જગ્યા એ ફીટ કર્યા .. આખે આખો સેટ એક કન્સ્ટ્રકશન સાઈટ પર અંધારી જગ્યા એ ગોઠવ્યો …. જનતા ને ભેગી કરવા માટે ચીચ્યારા ચાલુ કર્યા અને એક ,બે ,ત્રણ જે આવે એ ચીસો પડતો પડતો ભાગે … એક નું તો રીતસર પેન્ટ પલાળી ગયું હતું …લગભગ ઉકલી જાય એવું લગતા અમે બધા એની પાછળ દોડયા અને એને હકીકત બતાવી … પણ ત્યારે અમે બધા ટીખળી સખત બી ગયા હતા … અમારે આસુરી આનદ લેવો હતો પણ કોઈ નો જીવ તો ચોક્કસ નહિ …પેલો લગભગ બેભાન થઇ ગયો હતો …ખુબ ઠપકો પડ્યો આખી સોસાયટી ના વડીલો એ ભેગા થઇ ને અમને સમજાવ્યા ,ખખડાવ્યા અને અમને પણ અક્કલ આવી કે આવા ધંધા ના કરાય કોઈ મરી જાય …અને અમે આવા કારસ્તાન કરવા ના છોડ્યા..
છેલ્લે એક અફસોસ બાકી છે આ વિડીયો માં છે એવો ખેલ કરવો છે , ત્યારે પણ નિરેન પાસે હેલોવીન નો માસ્ક હતો , સફેદ ચાદર પેહરી અને આવી રીતે હેલોવીન નો માસ્ક પેહરી અને લોકો ને બીવડાવવા છે…ચાદર માં લાલ એલઈડી રાખવા ની ….. પણ ઉમર અને મિત્રો કોઈ સાથ નથી આપતું ….
કોઈ તૈયાર હોય તો એકાદ વાર ફરી બચપન ના દિવસો જીવવા ની મારી તૈયારી ચોક્કસ છે દોસ્તો ..કરીએ ખેલ … હવે તો ફોસ્ફરસ પણ મળશે ભૂત ના ભડકા પણ કરશું … કોઈ તૈયાર થાવ .. પોલીસ ને પછી પોહચી વળશું ……
મોજ થી વિડીયો જુવો ડરથી નહિ કોઈ મારા જેવી સડેલી બુદ્ધિ ના પરાક્રમ છે ….
ભૂત રાત્રી .. હા હા હા હા હા
શૈશવ વોરા