કાલે અષાઢ મહિના નો પ્રથમ દિવસ ……!!!
મહાકવિ કાલિદાસ ના “મેઘદૂત” નો હીરો …શ્રાપિત યક્ષ…. રામગીરી થી તેની પ્રિયા …જે અલકા નગરી માં રહે છે તેને આ દિવસે પ્રેમસંદેશો મોકલે છે ..
તે સમય ની રામગીરી ટેકરી એટલે આજ નો અમરકંટક ની આસપાસ નો પ્રદેશ …… સાતપુડા અને વિંધ્યાચલ નો છેડો … અને અલકાપુરી એટલે કૈલાસ માનસરોવર ની પાછળ નો ભાગ એટલે કે આજના તિબેટ ની પાછળ … ખાસ્સું અંતર બે જણ વચ્ચે …!!!!! હવે સંદેશો મોકલવા માટે ત્યારે તે જમાના માં ઈમેઈલ , પોસ્ટ , એસમેસ , વોટ્સ એપ , કશું નો હ્તું …
તો હાથોહાથ જ સંદેશો દૂત સાથે જાય …
એટલે મહાકવિ એ પ્રેમ સંદેશ મોકલવા માધ્યમ તરીકે મેઘ ને રાખ્યો …અને તેનો દૂત તરીકે ઉપયોગ કર્યો …….!!!!
આના થી વધારે મેઘદૂત નું વર્ણન મારા માટે શક્ય નથી ..
લગભગ છ સાત વાર વાંચ્યું પણ દરેક વખતે જુદું લાગ્યું ..પણ આજે એક જુદો એન્ગલ જે મારા મન માં આવ્યો તે શેર કરું છું …
આખા કાવ્ય માં યક્ષ મેઘરાજા ને ક્યા રસ્તે થી કુબેર ની નગરી અલકા જવાશે તેનો આખો રસ્તો રોડ મેપ આપે છે … જે આજ ના ઓરિસા ઝારખંડ ઉજ્જૈન થી નોર્થ અને પછી દિલ્લી અને ત્યાં થી હિમાલય ને પર કરી ને અલકા નગરી જવા કહે છે……..કદાચ તે ત્યાર ના ચોમાસા નો રૂટ છે …. જે બંગાળ ની ખાડી માં થી શરુ થતું હશે અને હિમાલય ને પાર કરતુ હશે …….!!!
હવે અત્યાર નું ચોમાસું જોઈએ તો હિન્દ મહાસાગર થી શરુ થઇ કેરલા થી ચાલુ થઇ અને ઉત્તર દિશા તરફ વધે છે જેને નૈઋત્ય નું ચોમાસું .. કહીએ છીએ ….
પરંતુ હાલ ના સમય માં છેલ્લા કેટલાક સમય થી ગુજરાત વરસાદ માટે નૈઋત્ય ના ચોમાસા ઉપર નિર્ભર નથી .. અરબ સાગર ના પશ્ચિમ ના પવનો ભરપુર વરસાદ લાવે છે .
કેહવા નું તાત્પર્ય એટલુજ છે કે મેઘદૂત ની રચના નો સમય ગાળો એટલકે રાજા વિક્રમાદિત્ય નો સમય એટલે કે બે હજાર વર્ષ થી આજ સુધી ચોમાસા ની પેટર્ન ભારત વર્ષ માં બદલાતી જ રહી છે …!!!
આજ ની નૈઋત્ય ના ચોમાસા ની થીયરી અંગ્રેજો શીખવાડી ગયા છે……તેને બદલવા ની જરૂર છે …અલ નીનો જેમ મેઘ ભારત એવું કોઈ મોડેલ બનાવવા ની તાતી જરૂર છે…..નહીતો વર્તારા ખોટા જ પડશે અને ભડલી કાયમ ની જેમ સાચી ઠરશે….બિચારો દૂત બનેલો મેઘ અલકાપુરી ની બદલે અરબસ્તાન પોચશે …..
અષાઢ મહિનો એટલે ઋતુ રાણી વર્ષા ની સવારી……
તન્ના સેન એટલેકે તાનસેન દ્વારા રચાયેલા રાગ મિયા મલ્હાર ના દિવસો …
ઇન્દ્ર નું અધિપત્ય ..
ઉત્સવ …ઓચ્છવ … ની શરૂઆત …..!!!
મંદિર માં કોણ છે …!
રાજા રણછોડ છે ….!
જય જગન્નાથ ……!!
શુભ રાત્રી
– શૈશવ વોરા