Page-1
“અંજલી કેટલી વાર હજી ..?? ” શૈવલે મોટે થી બુમ મારી …શૈવલ પિસ્તાળીસે પોહચેલો પણ રેગ્યુલર જીમ માં જઈને એકસરસાઈઝ કરી અને એકદમ ફીટ અને અત્યંત આકર્ષક દેખાતો પૂરો છ ફૂટ ઉંચાઈ અને સરસ મજા નું શરીર અને સારી ડ્રેસિંગ સેન્સ ધરાવતો એક બીઝનેસમેન …સામે થી જવાબ ના આવતા ફરી એક વાર ઘર માં નીચે ડ્રોઈંગરૂમ રૂમ માંથી સીડી આગળ ઉભા ઉભા એણે ફરી થોડા ગુસ્સા સાથે બુમ મારી “ અંજલી કેટલી વાર હજી તને તૈયાર થઇ ને નીચે ઉતારવા માં ..?? આ સાત અહોયા વાગ્યા અંને જવાનું છે છેક ગુલમોહર ગ્રીન્સ … તેલાવ ગામ વીસ કિલોમીટર નો રસ્તો છે …આ ટ્રાફિક માં ત્યાં છેક જતા બીજો કલાક થશે …”
પણ સામે થી કોઈ જવાબ ના આવ્યો …ફરી એણે બુમો મારી “ અંજલી અંજલી “
છેવટે સોફા ઉપર બેઠેલા શૈવલ ના મમ્મી સુભદ્રાબેન થી ના રેહવાયું એટલે બોલ્યા “ આટલી બધી બુમો મારે છે એના કરતા ઉપર જઈ આવ ને કદાચ બાથરૂમ માં હશે …જા ઉપર ” છેવટે શૈવલ સીડી ફટાફટ ચડી ને ઉપર ગયો ….ઉપર એક મોટી લોન્જ હતી અને એમાં ત્રણ બેડરૂમ ના બારણા ખુલતા … શૈવલ પોતાના રૂમ માં ગયો … અંજલી તૈયાર થયા વિના બેઠી હતી… શૈવલ નો પિત્તો ગયો … “ આ શું કરે છે તું અંજલી ઘડિયાળ ની સામે તો જો ..ત્યાં સાડા સાત નો ટાઈમ છે અને તું હજી તૈયાર નથી …” અંજલિ ચુપચાપ ઉભી થઇ અને પોતાના વોર્ડરોબ ના બારણા ખોલ્યા … “ હવે તું નક્કી કર કે મારે કઈ સાડી પેહરવી …. “ શૈવલ કઈ સમજ્યો નહિ .”.એટલે .. શું કેહવા માંગે છે તું અંજલી ..? તારી પાસે સાડીઓ નથી કે નવી જોઈએ છે ..? ” અંજલી બોલી “ જો શૈવલ મારી જોડે ઓછા માં ઓછો અઢીસો સાડીઓ છે પણ દર વખતે તું કચકચ કરે છે હું જે સાડી પેહરું એમાં તને ખોડ દેખાય છે અને સાડી માં ના દેખાય તો ઘરેણા માં વાંક કાઢે છે એટલે તું મને નક્કી કરી આપ કે આજે હું શું પેહરું….”
શૈવલ ઘડિયાળ ની સામે જોઈ ને એકદમ ગીન્નાયો..” .બે એ તું શું અત્યારે મગજ ની પથારી ફેરવવા બેઠી છું ત્યાં તારા કાકાઓ અને કાકીઓ …ઇન ફેકટ આખું ખાનદાન તારું મારી મેથી મારશે મોડા પોહચીશું તો .. અને પેલો તારો જીજો બિમલ તો છ વાગ્યા નો પોહચી ગયો હશે …અને ત્યાં બેઠો બેઠો તારી મમ્મી ને મસ્કા મારતો હશે અને પપ્પા ના પગ દબાવતો હશે …. ચલ નાટક કર્યા વિનાની ઉભી થા ને હવે…” અંજલી એ ફરી એક વાર મક્કમતાથી કીધું “ તું બોલ હું શું પેહરું …? “ શૈવલ એકદમ જોર થી ચિલ્લાયો “એ ય શું ધાર્યું છે તે આ બધું..? “ નીચે થી સુભદ્રાબેને શૈવલ નો ઉંચો અવાજ સંભાળ્યો .. એટલે એમણે બુમ મારી ” શૈવલ ગુસ્સો ના કરીશ બેટા …” અંજલી સમજી ગઈ કે હવે વધુ વાર કરીશ તો બાજી બગડશે એટલે ચુપચાપ એક જોડ કપડા લઇ ને ડ્રેસિંગ રૂમ માં જતી રહી તૈયાર થવા …..અંજલી થોડી દેખાવે સાધારણ હતી એની સ્કીન થોડી ઘઉંવર્ણી હતી , પણ પોતે એક બાર વર્ષની દીકરી કાયરા ની માં હોવા છતાં સરસ મજાનું ફિગર જાળવ્યું હતું ….cont. page 2
No Comments