Page-5
બિમલ ના લગ્ન ના આલ્બમ માં શૈવલ ના ફોટા જોવાયા અને બહારથી તપાસ થઇ , બે છોકરા છે કાંતિ કપચીના અને આ સૌથી મોટો , આમ કુટુંબ માં કોઈ તકલીફ જેવું નથી પણ શૈવલ નાચે છે વધારે… ખબર નથી એને કેવી છોકરી જોઈએ છે , નાત ની લગભગ એકે છોકરી જોવા માં બાકી નથી રાખી …..
સુમનલાલે ઓકે કર્યું અને બિમલ દર્શના પોહચ્યા શૈવલ ના ઘરે અને અંજલી માટે માગું નાખ્યું , સુભદ્રાબેને બિમલ ને પૂછ્યું “ તે વાત કરી છે બેટા શૈવલ ને ..? હું તો છોકરીઓ બતાડી બતાડી ને થાકી ગઈ છું એને ..” બીમલે ના પાડી..” ના આંટી પેહલા તમે હા પાડો પછી હું વાત કરું .” સુભદ્રાબેને કીધું “ સારું વાત કર આવી દર્શના જેવી મીઠડી મારા ઘરમાં આવતી હોય તો મારે ક્યાં પાછુ વળીને જોવું છે .”એટલા માં ત્યાં શૈવલ આવ્યો … બિમલ અને દર્શના ને જોઈ ને થોડો સરપ્રાઈઝ થયો પણ સુભદ્રાબેને સામેથી જ કીધું ..” દર્શનાની બેન ની વાત લઇ ને આવ્યો છે તારો દોસ્તાર … બિમલ તું કાયમ કેહતો હોય છે ને દર્શના જેવી મળે તો હું હમણા પરણું … લે ભગવાને તારું સાંભળ્યું …” શૈવલ ના મન માં લાડવા ફૂટ્યા ઝવેરી કુટુંબ ની છોકરી મારી સાથે પરણે ..તરત જ બોલ્યો “ મમ્મી એમ નહિ મારે બે ત્રણ મીટીંગ કરાવી પડે …” મન થી નક્કી જ કરી લીધું કે આ બીમાલ્યા ની સાળી હા પડે તો આપડે તો ના પાડવા નો સવાલ જ નથી …પેહલી મીટીંગ અમદાવાદ માં થઇ … અંજલી ને તો રાજકુમાર મળી ગયો , સુમનલાલે ખાલી પૂછ્યું કે બેટા કેવો લાગ્યો છોકરો અને અંજલી એ જીવન માં પેહલીવાર એકદમ બિન્દાસ્ત રીતે કહી દીધું ” પપ્પા મને તો હવે આજ જોઈએ બીજો કોઈ જ નહિ ….” બસ એ જ વાક્ય અંજલી ના મગજ માં અત્યારે ગુંજતું હતું … શું જોઈ ને હું બોલી હતી કે પપ્પા મને તો હવે આજ છોકરો જોઈએ … શૈવલ ની બબડાટી ચાલુ હતી ….” એકલો જઈ આવ મારા ભાઈ ના છોકરા ની બર્થ ડે પાર્ટી છે ..?? મારું આખું ઘર મુંબઈથી અહિયાં આવ્યું છે ફલાઈટો ભરી ભરી ને ,,?? ઉભી થા ને નાટક કર્યા વિના ની .. મને શું ફેર પડે છે ..તું ભિખારણ જેવી તૈયાર થઈશ તો તને તારા ઘર ના કેહશે હું તો જે છું જ તે છું જ … મને તો ફાટેલા કપડા પણ સારા લાગશે….”
હજી બોલવા જતો હતો શૈવલ આગળ ત્યાં અંજલી એ જોરદાર મોટે થી ચીસ પાડી “ શૈવલ બસ હવે એક શબ્દ બોલ્યો તો મારું માર્યું મોઢું જોઇશ … “ શૈવલ ઓર જોર થી ચિલ્લાયો “ તો પડ ને કુવા માં મને શું ફેર પડે છે જા … જવું છે કુવા માં પડવા ચલ ધક્કો મારું … તને … “ નીચે ડ્રોઈંગ રૂમ માં બેઠેલા સુભદ્રાબેન અવાજો સાંભળી ને ઉપર દોડ્યા , એ સમજી ગયા કે વાત વણસી ગઈ છે ..ભિખારણ શબ્દ અંજલી ને એકદમ હૈયે વાગ્યો હતો ….. અંજલી એ ફરી જોર થી બુમ મારી “ શૈવલ .. ચુપ રે ..” અને આટલું બોલી ત્યા તો એની આંખે એકદમ અંધારા આવી ગયા … અને અંજલી ચક્કર ખાઈ ને ત્યાં જ પડી..અને સુભદ્રાબેન ના મોઢા માં થી ચીસ નીકળી ગઈ એને પડતા જોતા..” અંજલી ..” શૈવલ એકદમ દોડયો ..થોડો હેબતાઈ ગયો કે આ શું થયું .. અંજલી ને જમીન પર પડેલી એણે ઉપાડી લીધી અને સીધો સીડી ઉતરી ને નીચે દોડયો .. સોફા માં નાખી અને રસોડામાંથી પાણી લઇ ને છાંટ્યું .. અંજલી હોશ માં ના આવી, … cont . page 6
No Comments