આજે ટીવી ચાલુ કર્યુ …બે ચેનલ બદલી … એક મા ઇતિહાસ ને મોદી બદલી રહયા એવુ ચાલતુ હતુ …કોઇ બોલ્યું અશોક ની અહિંસા એ કાયરતા ને જન્મ આપ્યો…વાત સો ટકા સાચી છે …અહિંસા સમર્થ પુરુષ ને શોભે… કાયર ની અહિંસા તો નપુંસક હોય …સામર્થ્ય વિના નુ લશ્કર ટ્રાફિક પોલીસ તરીકે કામ લાગે …અશોક ની અહિંસા એ કાયરતા નોહતી … કલિંગ નુ મહાયુધ્ધ લડી જીતી પછી અહિંસા નો રસ્તો પકડયો … યુધ્ધ પછી બુદ્ધ થયા … સાહેબ ની વાત સાચી છે ..ગાંધી ની અહિંસા પણ કાયરતા નોહતી… એ તો વધારે અઘરી હતી…. સામી છાતી એ માર ખાવા નો અને મરવા નુ ..કોઇ કાચા પોચા નુ કામ નોહતુ …. નકકર આત્મબળ જોઇએ… શરીર ની તાકાત નહી ..આત્મા નુ જોર … અત્યારે જે અહિંસા નો પ્રચાર ચાલે છે ..એમા દેખાડો વધારે છે …આખો રસ્તો જ જુદો પકડાયો છે.. કેજરીવાલ જેમ માર ખાવા નો લાગ આવે બંગલા મા ઘુસી જવાનુ …બસ આજ જ અહિંસા … જિવદયા..કતલખાને થી ઢોર છોડાયા …વાહ … વાહ… પછી શુ … તો કહે વાહ… વાહ .. અલ્યા શંખ તારો બાપ એ ઢોરો ને ખવડાવશે ??
તેં ઢોર ને છોડાયા તો પછી સેવા કર …એ ઢોરો ની .. એક પાંજરાપોળ ના ટ્રસ્ટી મારી સામે જબરજસ્ત કકળાટ કરી ગયા હતા… ગુજરાત અને રાજસ્થાન ની લગભગ બધી પાંજરાપોળો ફુલ છે…બધા જ માપી માપી ને દાન આપે છે..અમારા અડધા ઢોરો અડધા ભુખ્યા રહે છે….બોલો આવી માણસાઇ સોરી ઢોરાઇ વિના ની જીવદયા કે અહિંસા શુ કામ ની ??આને કેહવાય કેજરીવાલ ની અહિંસા…આ માર ખાધો લે બસ ..હવે ચલ બંગલા મા .. ઢોર છોડાયા પુણ્ય ઘેર ..પછી ના લમણા નહી લેવાના…
હવે બીજી વાત કલકતા ના કાલી મંદીર મા મારી સામે બકરો વધેરાયો … પાપ કે પુણ્ય ?? સો વરસ પેહલા આ વસ્તુ થતી હોત અને અત્યારે પણ આર્મી માં જવાનો બકરો વધેરે તો પુણ્ય … કેમ કે એમણે દુશ્મન ને મારવા નો છે .. જો એ દુશ્મન ને નહી મારે તો એ આંતકવાદી એને મારશે..માટે પોલિસ કે આર્મી બલિ ચડાવે તો સો ટકા પુણ્ય.. ઍમણે લોહી થી રમવા નુ છે.. લોહી ની ધારો જોવાની ટેવ પાડવા ની છે…અને દુશ્મન ના લોહી ના ખાબોચીયા ભરવા ના છે….. હિંસા ને સંપુર્ણ સમર્થન…પણ મારા તમારા જેવા મેલી વિદયા ને સાધવા બલિ ચડાવે તો વિરોધ…
બીજી ચેનલ પર પેલા જોર જોર થી ઘાંટા પાડતા અર્ણવ ભઇ …. આસામ મા પોલીસ દ્વારા થતા ફાયરિંગ ની એક ની એક કલિપ ફેરવી જોર જોર થી સાહેબ ના નામ ની બુમો પાડે…. નિર્દોષ લોકો પર ફાયરિંગ ..ફાયરિંગ …અહિંસક લોકો પર હિંસા…અને ..ફાયરિંગ ..ફાયરિંગ… એક ની એક વાત .. મને ગોધરા કાંડ યાદ આવી ગયો… સતત ચોવીસ કલાક સાબરમતી એક્સપ્રેસ નો ડબો બતાડયો … પછી શુ થાય .?? હિંસા ભડકે જ ને … આજ વસ્તુ આસામ મા કરે છે …સાચુ બતાડવા જતા બીજા કેટલા હોમાશે હિંસા માં …એ હું ના જાણુ.. પણ મે સત્ય બહાર .લાવ્યું … પકિસતાન જોડે કડક વલણ અપનાવ્યું… કાશ્મીર મા જેને કોઇ પુછતુ નથી એવા ટુણીયાટો હિરો બન્યા… વાંધો નહિ… અત્યારે તો મિંયા શરીફ ને ખાન સાહેબે ઘેર્યા છે…ઘેંટી ઘર માં જ ભરાણી છે…
એક બોટમ લાઇન તો ચોકકસ આવે બુદ્ધ બનવા યુધ્ધ તો કરવુ જ પડે….પછી જ સુફયાણી વાતો કરાય …
– શૈશવ વોરા