આજે સવારે છાપુ ખોલ્યું….
સરહદે ગોળીબારી ચાલે છે… રોજ છમકલા વધતા જાય છે… બાબો હવે સાહેબ ને ગાળો આપતો થઇ ગયો…કેમ જવાબી કાર્યવાહી નથી કરતા ..? ચેનલો પર ચર્ચાઓ પુરજોશ માં ચાલે છે…
મને કીડો ઉપડયો આ આપણા છાપા અને ચેનલ વાળા આટલુ છાપે છે કે પાકિસ્તાન ની ગોળીબારી માં આટલા મર્યા ….તે પાકિસ્તાન છાપાવાળા શું છાપતા હશે..? એટલે મે ઓનલાઇન ધ ડોન ખોલ્યું ….ઉપર જ આપણા પોતાના જ પણ પારકા થયેલા પેલા મૂળે પાનેલી ગામ જીલ્લા ધોરાજી ના મહંમદભાઇ ઝીણાભાઇ પુંજાભાઇ ઠકકર સાહેબ નો ફોટો….
અને બાકી બધુ આપણી જેવુ જ … એમનો પપ્પુ અને એના રાંડેલા બાપા….
એમના સાહેબ નવાઝ શરીફ અને ઇમરાનખાન એમના કેજરીવાલ….આપણી જેમ જ ચારે બાજુ ધડાકા…
પોશ માણસો ની દુનિયા અને જાહેરાતો પણ અલગ અને લગભગ આપણી અને એમની સરખી ….એમના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ છોકરા એ કાંડ કર્યો અને PPC ૩૦૨ ની કલમ લાગી એની ઉપર…
આપણી અને એમની ૩૦૨ ની કલમ સરખી..અહિયાં આપણા છાપા કાગારોળ કરે કે તમે પાકિસ્તાન ના ફાયરિંગ નો જવાબ નથી આપતા અને ત્યાં વાળા એમ કહે તમે ઇન્ડિયા ના ફાયરિંગ નો જવાબ કેમ નથી આપતા…?
એડિટોરિઅલ પણ આપણા જેવા…સાલુ બધુ આપણા જેવુ તો પણ એકબીજા ના દુશ્મન..
સાંજે અરણવ ચાલુ પડયા…. ઘણા દિવસે અરણવ ગોસ્વામી વાહલા લાગ્યા…પાકિસ્તાન તરફ થી સઇદા આબિદા હુસેન હતા…અરણવ નો જેન્યુન સવાલ હતો કે તમે માનવતા ની વાત કરો છો તો મુંબઇ કે કારગીલ વખતે માનવતા કયાં હતી… ?? ત્યારે તે મોહતરમા બોલ્યા સોરી ભસ્યા … કે તમે કાશ્મીર માં કયાં માનવતા રાખો છો…?? ડોશી ભુલી ગયા કે કાશ્મીર ભારત નુ છે. …અમે જે કરીએ તે … રાહત કામ માં તારા કયા પાકિસ્તાની આવ્યા હતા..?
બીજુ એમનુ કેહવુ એવુ હતુ કે તમે મોટા છો તો તમારા પાડોશી ને શિંગડા ના મારવા જોઇએ..!!
તો શું તમે ગોળીઓ મારો તે અમારે ખાવા ની ??
પછી કોઇ બોલ્યું કે તમારે એ ના ભુલવુ જોઇએ કે પાકિસ્તાન નયુકિલયર સ્ટેટ છે….
મારી અસલ ખાનપુર ની ભાષા મા કહુ તો એ ચલ હવા આવવા દે ભઇ….
તારા બાપ મુશરફે અણુધડાકો કર્યો હતો ને એના ચાર દિવસ પેહલા મારા સેટેલાઇટ ની પ્રિન્ટ મા ખબર હતી કે તમારા
અન્નદાતા અમેરિકા એ તમને ન્યુકિલયર ફયુઝન ચાલુ કરી આપ્યુ છે….એવી ભુલ કરે તો આખા પાકિસ્તાન નુ અસ્તિત્વ ખતમ થઇ જાય …. ભારત શાંત ના બેસે..
આજે તોપખાનુ આગળ વધ્યું છે…૦.૮૨ એમ એમ ના મોર્ટાર પાકિસ્તાને દાગયા છે…ભારત તોપખાનુ આગળ વધારે છે… ૨૩ બટાલિન ને આગળ વધારી છે…
પાકિસ્તાન ની એક પણ મોટી ભુલ આવતી ૧૫ મી ઓગસ્ટે નરેન્દ્ર મોદી ને લાહોર ના લાલ કિલ્લા પર થી ભાષણ આપવા નો મોકો આપશે… હવે ભારત નુ લશ્કર લાહોર થી પાછુ નહી વળે …. બિલાવલ ની કાન ફાડી નાખે એવી ચીસો ને ભારત નુ તોપખાનુ અને ટેન્કો ની ધણધણાટી પતાવી દેશે…
પાકિસ્તાન પર લગભગ ત્રણસો કુટુંબો રાજ કરે છે… અને ભારત માં મગધ નો ચાણકય….
કાંટો વાગે તો આખા ઝાડ ને કાપી અને એના મૂળ માં માટલુ ભરી ને છાશ રેડે ..ફરી એ જગ્યા એ બાવળીયો ઉગે જ નહિ….
ખોટી જગ્યા પર હાથ મુક્યો છે…
રણભેરી વાગી છે…લલકાર થયો છે…સામસામા કસુંબા દેવાય છે… તલવારો ની ધાર ચમકાવાય છે….કૂટનીતી ચાલુ થઇ છે…. સીમાડા સળગ્યા છે…. રાષ્ટ્ર હવે કાયમ ની શાંતી ઝંખે છે…..
જે જોઇએ તે લઇ જાવ સાહેબ પણ ઘા માં આવ્યો છે છોડતા નહિ….
પેહલો ઘા રાણા નો….
ખોલો પંજાબ ,રાજસ્થાન,અને કચ્છ ના મોર્ચા ….સિંધુ ના જળ માં નાહવુ છે…..
જય સોમનાથ
હર હર મહાદેવ
– શૈશવ વોરા