Rani Tero Chirjeeyo Gopal – Pandit Jasraj: http://youtu.be/W60WVm3OZ30
રાની તેરો ચિર જીયો ગોપાલ ..
रानी तेरो चिरजीयो गोपाल । बेगिबडो बढि होय विरध लट, महरि मनोहर बाल ॥१॥
उपजि पर्यो यह कूंखि भाग्य बल, समुद्र सीप जैसे लाल।
सब गोकुल के प्राण जीवन धन, बैरिन के उरसाल ॥२॥
सूर कितो जिय सुख पावत हैं, निरखत श्याम तमाल।
रज आरज लागो मेरी अंखियन, रोग दोष जंजाल ॥३।
रानी तेरो चिरजीयो गोपाल ।
પાચ હજાર વર્ષ થયા ..હજી તો અહી જ મળે તું …મથુરા માં વૃંદાવન .. દ્વારિકા …. ક્યાં નથી તું … જશોદા રાની તેરો ચિર જીયો ગોપાલ ….મારા માં તારા માં જડ ચેતન ,જળ સ્થળ બધે તું ….દર વર્ષે જન્મે અને જન્મે ….નાથદ્વારા માં સાત વર્ષ નો તું અને દ્વારિકા માં એકદમ રાજા નું રૂપ ..કેટલા નામ તારા … તારી વાંસળી માં થી આખો સામવેદ બન્યો …. પૂર્ણ પુરષોતમ … વિષ્ણુ નો સંપૂર્ણ અવતાર …રણ માં નિ:શસ્ત્ર અને જળ માં પણ …. સોળ સહસ્ત્ર ને આઠ રાણી પણ રાધા એમાં નહિ … અને તારા માં એકલી રાધા જ રાધા …જન્મ્યો ને માં બાપ છુટ્યા …કેટલા બધા ની મુસીબતો તે પાર પાડી …કોઇ એ તને પુછયુ કે તારે કેટલી મુસીબત છે…??? બસ ભગવાન બની ગયો એટલે પત્યું ….બધા ના દુઃખ દુર કરવા નો કોન્ટ્રા ક ટ તારો …
પંડિત જસરાજજી નો સ્વર … ખુબ સુંદર ભજન …સુરદાસ ની રચના…જેણે સગી આંખે દુનિયા જોઇ નથી પણ અંતર ની આંખે કૃષ્ણ જોયો ,એવા સુરદાસ … કૃષ્ણ જન્મ પર ગવાતા પદો મા નુ એક પદ રાગ યમન પર આધારીત ..હવેલી સગીત ..
જન્માષ્ટમી ની શુભકામના સાથે …. સૌને જય શ્રી કૃષ્ણ.
– શૈશવ વોરા