રાવણ નો અહંકાર …
કેમ આવ્યો ..? નવ ગ્રહો ને પોતાના કાબુ માં લીધા એટલે ..? મહર્ષિ પુલત્સ્ય નો છોકરો છું હું તો ..અને મહાદેવજી નો પરમ ભક્ત છું ..મારી તાકાત બેહિસાબ છે … હું જે ધારું તે કરું .. દુનિયા ની કોઈ પણ વસ્તુ પર હાથ મુકું એ મારી .. મારી મરજી..!!.. હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું … મારી મરજી ..દુનિયા ની બધી વસ્તુ મારી અને ફક્ત મારી જ છે ….
કેટલા રાવણો છે..? આપણી આજુ બાજુ અને આપણી અંદર …??? બે હિસાબ .. થોડીક સફળતા મળે એટલે રાવણ જાગે …સલ્તનતે અમદાવાદ નો હું બાદશાહ ..અલ્યા કોણ છે સાલો ..? લગાડ ફોન હેંડ ..!!! એક બે માણસ બીજા વધારાના મળે તમારી ચમચાગીરી કરવા ,અને રાવણ મોટોને મોટો થતો જાય જેટલા હજુરિયા વધારે, બસ એટલો રાવણ મોટો …. જેટલો મારો બાપ મોટો એટલો હું મોટો .. જેટલો મારો ભગવાન મોટો એટલો હું મોટો ….
બિચારી મંદોદરી ગમે તેટલું સમજાવે ….પણ … ઘર ના બૈરા બેવકૂફ .. તમને ઘેર બેઠા દુનિયા ની ક્યાં ખબર પડે ..?? તમારે જે કરવું હોય તે કરો ..અમને આડા ના ઉતરો ..
છેલ્લા થોડાક દિવસોમાં મારામાં રાવણ જાગ્યો …શુક્રવારની રાત પડી એક સરસ મજાની બેઠક માં સંપૂર્ણ શાસ્ત્રીય ગાયન રાગ જોગ થી શરુ થયેલી બેઠક આહીર ભૈરવથી પૂરી થઇ ,અને રાવણ ખુશ થઇ ગયો ..એક એક સુર ને તે તો ઓળખ્યો …. રાવણ ..
શનિવાર સાંજે જીમ જબરજસ્ત વર્કઆઉટ કર્યું … લગભગ ત્રણ કલાક ..!! સત્તર અઢાર વર્ષ ના છોકરા પાછા પડી ગયા રાવણ સામે …મોટા માં મોટા ડંબેલ નાના પડ્યા …. અંકલ જબજસ્ત પાવર છે બોસ ..રાવણની બેંચની આજુ બાજુ એ બધા જુવાનીયા કાઉન્ટ ગણે …રાવણ ખુશ થયો તું હજી પંદર વર્ષનો જ છે, પિસ્તાલીસ નો નહિ ….
રવિવાર સવાર પડી એક ઉદઘાટન માં પાંચસો સાતસો કરોડ ના માલિક રાવણ નો હાથ પકડી ને દસ મિનીટ ઉભા રહ્યા …રાવણ ખુશ ખુશ ….રવિવાર ની રાત પડી હયાત માં … ગામ આખાની વાતો રાતના દસ થી દોઢ ….
એક જણો વાત લાવ્યો એક મોટો ખેલ બહાર આવવાનો છે અમદાવાદ માં …રાવણે પૂછ્યું શેનો ..? પેલા એ વાત માં મોણ ઘાલ્યું …બહુ મોટું છે બે …રાવણ અકળાયો ..એ મોઢું ખોલ ને ..કેટલું છે સો કરોડ નું કે બસ્સો કરોડ નું ..?? પેલો બોલ્યો એવું જ છે …રાવણે પૂછ્યું સરખી વાત કર બે …મારા કુંભકર્ણ અને મેઘનાદે પેલા ને એક ઝાપટ ઠોકી ,અને ગાળ આપી તારી માં ને ગાળ ગાળ ગાળ .. ભસ ને શું છે … પેલો ફરી પાછો સંતાડવા ગયો એશી નેવું કરોડ નું છે …રાવણે કીધું એ ટોપા ભૂલી જા તું પેલી વાર્તા લાયો છે … કોથળા ભરી ભરીને લોકર તોડી ને રૂપિયા કાઢી ગયા એની ને ….. બિચારો સામે વાળો ઢીલો થઇ ગયો .. મારા મેઘનાદ અને કુંભકર્ણ એ પૂછ્યું શું છે ચક્કર..? રાવણ …??
રાવણ બોલ્યો કઈ નથી બકા વાત માં .. એક ટીવી ચેનલે સ્ટોરી ચલાવી હતી .. અમદાવાદ ના કોઈ બિલ્ડરે પોતાના રોકડા રૂપિયા સાચવવા એક ફ્લેટ રાખ્યો હતો અને એમાં લોકરો મુક્યા હતા … અને આ આપણી ઉબેટ છે ને એવા બે પોપટો એ રોકડા રૂપિયા સાચવતા હતા… કેમેરા અને સિક્યુરીટી ફૂલ હતી પણ ,બે ઉબેટો એ સ્કીમ પાડી .. અને ચાર પાંચ કોથળા ભરી ,મજુરો લઈને રૂપિયા કાઢી ગયા છે … કોઈ ઓફીશોયલ કમ્પ્લેન લોન્ચ નથી થઇ પણ બધ્ધે બધ્ધું દોડતું થઇ ગયું છે … અને આજે પેલી બે ઉબેટો હાથ માં આઈ ગઈ છે … મારા મેઘનાદે કીધું હમમમ એટલે ત્રણ રાતો થી આ પોલીસ વાળા રોજ ચેકિંગ કરે છે …
અને રાવણ પોતાના કુમ્ભકર્ણ અને મેઘનાદ જોડે રાતના બે વાગ્યા સુધી હયાત માં પડી રહ્યો .. અને ત્યાંથી ઘેર પોહચતા રાવણ ને ગાડી માંથી બહાર ઉતારી અને ત્રણ જગ્યા એ મોઢા ખોલાયા ..અને ફૂંકો મરાવી ,એક જગ્યા એ તો રાવણ કુંભકર્ણ અને મેઘનાદ ની ત્રણે ત્રણ ગાડી સાઈડ પર મુકાવી ખૂણેખૂણા ચેક થયા ત્રણે ગાડીના .. અને ખિસ્સા તપસ્યા … પેહલા ઉલટ તપાસ થઇ અને પછી દોસ્તો કરી પોલીસ વાળા જોડે ….અને ખણખોદ કરી .. મળ્યા પેલા બે કે નહિ મળ્યા ..?? પોલીસ વાળા બિચારા કહે અમને શું ખબર … !!!! અરે રે દોસ્તી માથે પડી …
સવાર પડી અને રાવણ મરી ગયો …દશેરા થઇ ગઈ .. લાગો કામધંધે …!!!!
સુપ્રભાત
શૈશવ વોરા