રેશન કાર્ડ….
એક જમાના માં હિન્દુસ્તાની હોવા નો તમારો અને મારો પુરાવો …ગમે તેટલો રૂપિયા વાળો હોય પણ રેશન કાર્ડ કાઢવું જ પડે ..કદાચ હજી પણ ઘણા ઘર માં સચવાયેલા પડયા હશે આ રેશન કાર્ડ ..ગમે તે સરકારી કામ હોય તો તેમાં રેશન કાર્ડ ને પુરાવા તરીકે ગણવા માં આવે અને હદ તો ત્યાં થતી કે પાસપોર્ટ લેવા માટે પણ રેશન કાર્ડ હોય તો જ તમે ભારત ના નાગરિક ….
પણ મને થોડા જુદા વિચાર આવ્યા …કેવા એ દિવસો હશે જયારે આખો દેશ એક કાર્ડ ઉપર માપી માપી ને ખાતો અને ખરીદતો હશે ….!!! , ક્યાર થી આ રેશન કાર્ડ અસ્તિત્વ માં આવ્યા એ તો મારી જાણબહાર છે , પણ મારા જન્મ થી જ એમાં મારું નામ નખાઈ ગયું હતું …હવે ગુગલ આંટી ને પૂછી લીધું કે આ રેશનકાર્ડ નામ ની બલા જન્મી ક્યારે ..? તો એણે પેલા વીકી પાસે મોકલ્યો .. વીકી એ કીધું છેક વર્લ્ડ વોર બીજાથી આ બલાલ ચાલુ થઇ . લગભગ બધા યુરોપ ના દેશ માં આ રેશન કાર્ડ કે રેશન ટીકીટ ઘુસી ગઈ …અને આપણને તો ભાઈ જુનું ઝાલી રાખવા માં તો આપણ ને કોઈ ના પોહચે …. પેલો એલીસબ્રીજ ને ક્યારનો ય તોડી પાડો એવું છેક લંડન થી કેહાવડાવ્યુ પણ આપણે એને ઐતિહાસિક ધરોહર ગણી ..યુરોપ માં આવી ડીઝાઇન ના સો પુલો તોડી અને નવા લેટેસ્ટ ડીઝાઇન ના પુલો બન્યા ,પણ ના મને તો જુનું એટલું સોનું …બસ એમજ રેશન કાર્ડ ની પધ્ધતિ ઝાલી રાખી આપણે …
કદાચ બહુ તકલીફ વાળા એ દિવસો હશે જયારે લોકો લાઈન માં ઉભા રહી ને વસ્તુઓ ખરીદતા … કેરોસીન તો હજી પણ રેશન કાર્ડ થી મળે અને ખાંડ છેલ્લા દસ વર્ષ થી લોકો એ રેશન કાર્ડ થી લેવાનું બંધ કર્યું …એક જમાના માં આખે આખી અનાજ વિતરણ ની વ્યવસ્થા દેશભર માં આ રેશન કાર્ડ ની સાથે સંકળાયેલી હતી …સરકાર ખેડૂતો પાસે થી ખરીદે અનાજ અને ત્યાંથી ગોદમ માં જાય એ અનાજ અને ગોદમ થી સસ્તા અનાજ ની દુકાનો સુધી …ભ્રષ્ટાચાર નો ભોરીંગ આખે આખી વ્યવસ્થા …સરકારી સસ્તા અનાજ ની દુકાન વાળો બસ્સો ,ત્રણસો ,ક્યાંક તો હજારો ની સંખ્યા માં ભૂતિયા રેશન કાર્ડ રાખે …બધું અનાજ બે નબર માં રોકડા માં વેચી મારે અને ખરી જરૂર વાળા લોકો લાઈન માં ઉભા રહે ..રાત પડે શટર બંધ ..જેને મળ્યું તેને મળ્યું બાકી બધા લટક્યા …છેક ઉપર થી નીચે બધું જ તૂટેલું ફૂટેલું ભ્રષ્ટાચારી ….સડેલું ખરાબ અનાજ લોકો ને પેહરાવી દેવાનું …આ બધું જુનું …એક જમાના માં તમિલનાડુ ની સરકારે રેશન કાર્ડ દીઠ એક એક ટીવી મફત વેહચ્યા ….
હવે તો પેલા બીપીએલ કાર્ડ આવી ગયા ..રેશન કાર્ડ ની બદલે ..હમણા પેલા વાઇબ્રન્ટ માં ગ્યો હતો ત્યાં વર્લ્ડ બેંક ના ચેરમેન આવ્યા હતા ..એમણે કીધું કે તમારા બીપીએલ માં આવતા લોકો ને જો તમે ઉપર લાવો તો દુનિયા ની તેત્રીસ ટકા ગરીબી તો એમનેમ જ ઓછી થઇ જાય ..એટલે તમે જલ્દી તરક્કી કરો એમાં અમને વધારે રસ છે …બોલો ઉંધી રીતે લઈએ તો દુનિયા ના તેત્રીસ ટકા ગરીબો બીપીએલ કાર્ડ ધારકો આપણે સાચવીએ છીએ …સાહેબે પણ આ સાંભળ્યું હતું હો ……
હવે બધું ઓનલાઈન થાય છે અને મળે છે અને આધાર કાર્ડ પછી બધું સીધું બેંક ખાતા માં સબસીડી જમા થશે અને જન ધન યોજના માં તો રેકોર્ડ બ્રેક ખાતા બેંક માં ખુલી ગયા …બરાક ને પણ સોરી મિસ્ટર પ્રેસિડેન્ટ ને પણ અમે એ ગોખાવેલું …..બસ હવે લગભગ ગરીબી બે વર્ષ જ છે …ત્યાં સુધી ની બધી ચુંટણી અમે જીતી લેશું એટલે દેશ ગરીબી થી મુક્ત થયો જ સમજો ….અલ્યા પોઝીટીવ લો ને યાર…દરેક વસ્તુ માં શું મજાક મજાક અને મજાક …..
ચાલો બહુ થયું …
શુભ રાત્રી
શૈશવ વોરા