લાફીંગ ક્લબ ……
રોજ સવારે લગભગ બધા જ ગાર્ડન માં આવી ક્લબ ચાલતી હોય છે થોડાક લોકો ભેગા થઇ પેહલા થોડી હળવી કસરત કરતા હોય .. અને પછી મોટે થી કૃત્રિમ હાસ્ય વેરતા હોય છે ….બીજા થોડાક એમને જોઈ ને ખરેખર હસતા હોય છે … સારી વાત છે …મોટે થી હસવા મા ફેફસા ને અને શરીર ના બધા મસલ્સ ને સારી એવી કસરત મળે છે .. પણ લાફીંગ ક્લબ ની જરૂર કેમ પડી …??
મુકત હાસ્ય લગભગ બધા ના જીવન માથી ગાયબ છે …સેન્સ ઓફ હ્યુમર જતી જાય છે ..મોટે થી કે ખુલ્લા દિલ થી હસવા મા અને રડવા મા એક શરમ ઉભી થઇ ગઇ છે ….. કોની શરમ …??? સાહીઠ લાખ ની અમદાવાદ ની વસતી મા `હુ` કેટલા ને ઓળખુ અને એના થી મોટી વાત મને કેટલા ઓળખે ….પાંચ હજાર ને હુ ઓળખુ અને તેમાથી બે હજાર મને ઓળખે તો પછી શરમ કોની નડે ?? .. ભાઇ દિલ ખોલી ને હસ ને ..કે રડ ને ..!!!
હુ દાવા સાથે કહુ છુ કે ઇનકમટેક્ષ ચાર રસતા પર ભર બપોરે બાર વાગે ગાધીજી ની નીચે ઉભા રહી ને રડશો તો હરામ છે કોઇ અમદાવાદી તમને કે મને છાનો રાખવા આવે ….. લાગણી ની અભિવ્યક્તિ મા દુનિયા ની કે એની દુનિયાદારી ની ફિકર કરી જિંદગી ને શેઇપ મા રાખવા જવા મા જિંદગી જ નથી રેહતી ….ઈશ્વરે શરીર માં સીમેટ્રી રાખી છે પગ થી માથા સુધી બંને ડાબી જમણી સરખી …પણ અંદર બધુ ડીશેઇપ છે …
મોટે થી આરતી ગાવી કે ગરબા મોઢે થી ગાતા ની સાથે ગોળ ફરવા નુ ગાયબ થઇ ગયુ……. કયારેક ભદ્રકાળી ના મંદિર મા આરતી ઢોલ નગારા સાથે મોટે થી છાતી ફાટી જાય એવા અવાજે આરતી ગાજો ….
એટલે દુર ના જવુ હોય તો શ્રાવણ ના સોમવારે મારી જોડે સમરથેશ્વર મહાદેવ આવજો …મોટે થી ગાઇશુ .. મહાદેવજી ની આરતી … દુનિયા જખ મારે .. હુ ને મારો શંભુડો ….ઢોલ ..નગારા… શખ… ઝાલર … અને મારા જેવા પચીસ ત્રીસ ઉતસાહી મોટે થી આરતી ગાય …હૈયે હૈયુ દળાય પણ બહાર નીકળીએ એટલે બીપી ૧૨૦ – ૮૦ મન શાત …અને મેઘલો વરસતો હોય … !!!!
હમણા થોડા દિવસ પેહાલા ઍક વેપારી ના અવસાન થવા ને કારણે સ્મશાન જવાનુ થયુ … ત્યા પેલો ભાઈ જે મૃતદેહ ને ઈલેકટ્રિક ભઠ્ઠી મા મૂકે ઍ …… ઍણે મને જોયો તો મને કહે આવો ની બૉસ .. હુ અને મારા મિત્રો પુછડિયા ડાઘૂ હતા… મારો ઍક મિત્ર તરત બોલ્યો અલ્યા ઍ શૈશાવ્યા આ પણ તને ઓળખે છે …. કેટલી વાર આવે છે અહિયા..???. અને અમે ખડખડાટ હસી પડ્યા … પછી યાદ આવ્યુ કે આપણે તો સ્મશાન મા છીઍ .. સ્મશાન તો સ્મશાન … જ્યા જવુ પડે ત્યા જવુ પડે પણ પછી બધુ જોડે ના રખાય .. જિંદગી મા જિંદાદિલી રખાય અને મિત્રો ને મિત્ર બનાવી ને રહિયે તો ઘણી મોડી જીવન મા લફિંગ ક્લબ ની જરૂર પડે ……!!!!!
મોરલ ઓફ સ્ટોરી દિવસ મા એક બે વાર નુ મુકત હાસ્ય કે કયારેક રડવુ શરીર ની ઘણી સમસયા નુ સમાધાન આપે છે.
કાલે મહીનો શ્રાવણ તેહવારો નો મહીનો….કોઇ ભુખયા રેશે અને કોઇ પાચ પેટ કરી ને ઝાપટશે….. ..
શુભ રાત્રી
– શૈશવ વોરા