વર્લ્ડ ફોટોગ્રાફી ડે ….
મને પેહલો કેમેરો ….મારો પોતાનો … 1982 મા મારી સ્કૂલ ટ્રીપ શ્રીલંકા ની હતી ત્યારે મળ્યો … બ્લેક ઍન્ડ વાહીટ ….. કેટલા બધા ફોટા પાડ્યા …. અધ્ધધ….. મારા પોતાની વાત કરુ તો પાપા ઍ હુ જ્ન્મયો ત્યાર થી મારા હજારો મા ફોટા પડયા…. અને પછી જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ હુ પણ ફોટોગ્રાફી ના ચસ્કે ચડતો ગયો…..
મજા નો શોખ … કશુ બોલ્યા કે લખ્યા વીના કેટલુ બધુ ઍક ફોટો કહી જાય…..ખરેખર આ કેમેરા ઍ સ-રસ અમને અમારા વેકેશન અને અમારા બાળપણ ને સાચવ્યા છે…..હિમાલય થી લંકા અને સોમનાથ થી કલકાતા …. જાપાન થી જર્મની …. અમે અને અમારા કેમેરા બર્ફ થી દરિયો કે જંગલ થી રણ …મહેલ થી ભુંગો ….. બધે બધુ અમારી યાદો મા ….ફ્ક્ત ફોટા ઍ સાચવ્યુ…..
-શૈશવ વોરા