આજે વાત પટાવાળા ની સીમ કાર્ડ અને મોબાઈલ ની ..
દોસ્તો મારે એક ઓફીસ માં ઉઘરાણી ના કામે જવાનું થાય છે .. ત્યાં નો માહોલ જણાવું .. દસ બાય દસ ની રૂમ. .કોઈ પાર્ટીશન નહિ ….તેમાં એક મેનેજર પચાસ વર્ષ ના બે એકાઉનટન્ટ બેહનો ત્રીસ ની આજુબાજુ ની ઉમર …એક પચીસ વર્ષ નો ડેટા એન્ટ્રી ઓપરેટર એક ટ્રાન્સપોર્ટ નું કામ સંભાળતા કાકા અને એક ઓગણીસ વર્ષે અટકેલો બાવીસ વર્ષ ની ઉમર નો પટાવાળો…..!! પટાવાળો છવીસ ઇંચ ની છેક ખભા સુધી લંબાયેલી કમર અને મસ્તીખોર આંખો … પટાવાળો એક એવું પ્રાણી છે કે જેને બાઈક આવડતું હોય પણ બાઈક અને પેટ્રોલ કંપની ના જ હોય …એક દિવસ એના હાથ માં મેં ચાર મોબાઇલ જોયા …મારા થી ના રેહવાયું એટલે મેં પૂછ્યું અલ્યા તારે એવા તે કેવા કારભાર કે ચાર ચાર મોબાઇલ જોઈએ ??
આખી ઓફીસ હસવા માંડી …
એક બેહને કીધું સીમકાર્ડ કેટલા એ પૂછો ને સાહેબ ?
મને કઈ સમજાયું નહિ એટલે મેં એને બાજુ માં બેસાડ્યો … આડી અવળી વાત કરી ગલી માં લીધો … સાહેબ સાત સીમ કાર્ડ છે … સાત બેહનપણી ના સાત … મારા થી બુમ પડી ગઈ ..સાત બેહન પણી ના સાત સીમ કાર્ડ ..??? મારી ચટપટી વધી …
ચલ બરાબર પણ ફોન તો ચાર જ છે અલ્યા ….
ફરી બધા મારા પર હસ્યાં … સાહેબ બધા ફોન બે સીમ કાર્ડ વાળા છે … હજી એક સીમ કાર્ડ ની જગ્યા ખાલી છે …
હે રામ …. મારી અંદર નો વાણીયો જાગ્યો … અલ્યા બીલ કેટલું આવે તો ?
એ તો સાહેબ જેને વાત કરવી હોય તે જ રીચાર્જ કરાવે …
પછી મેં એક દાવ નાખ્યો .. મારે એક ફ્લેટ ખાલી છે .. સાફસૂફી કરવાની છે …તરત જ કુદ્યો અરે સાહેબ લાવો ચાવી ચકાચક રાખીશ આખો ફ્લેટ …
મેં કીધું એમ નહિ પેહલા સરખી વાત કર આ સાત બેહનપણી સામટી સાચવે કેમની ? અને ક્યાં લઇ જાય ?
અરે સાહેબ ઓડા ગાર્ડન આટલા બધા છે … અને જેની જોડે હોઈએ એનું સીમકાર્ડ ચાલુ રાખવાનું બાકી બધા બંધ …
પણ કોઈ બેહન પણી પૂછે નહિ આટલા મોબાઇલ કેમ રાખે છે ? અરે સાહેબ એટલી બુદ્ધિ હોય તો મારી જોડે થોડી રખડે … તમારા જેવો મોટી ગાડીવાળો ના પકડે …સીધો મારી ઉપર બાઉન્સર … સાહેબ પેલો તમારો ફ્લેટ ક્યાં છે ??
મેં કીધું આ તારા મેનેજર ચેક લખે તો હું ફ્લેટ નોધવું અને લોન પાસ થાય પછી ફ્લેટ ની ચાવી મળે ભઈલા …
એમ ત્યારે કેટલા નું બજેટ તમારું ?
મેં ચલાઈ બાર લાખ ..
એ ના મળે ..
શું ના મળે ?
બાર લાખ માં તો તમારા વટવા થી બી આગળ જવું પડે … ત્યાં તો અમારા થી ગયેલા જાય … બાર લાખ માં તો ના મેળ પડે ….
મેં કીધું બકા મારી પાસે એક જ ફોન અને એક જ સીમકાર્ડ છે અને એનું બીલ હું જ ભરું છુ કોઈ રીચાર્જ નથી કરી આપતું ..એટલે મારે ફ્લેટ નથી લેવો. તારા સાહેબ ને કહે ચેક લખે એટલે હું જાઉં …
હા ભઈ હા તમારા મોટા માણસ ની મોટી વાતો …
મેં મન માં કીધું અલ્યા ભાઈ તારી જેમ સાત સીમકાર્ડ રાખે ને તો અચ્છે અચ્છો મોટો માણસ ભિખારી થઇ જાય …બકા ..મોટો માણસ તું છે …. ચર્ચા લંબાવા નો મતલબ નોતો .. ચેક લઇ ને ઓફીસ ની બહાર નીકળ્યો …. પાછળ દોડતો આવ્યો …
સાહેબ એક બત્રીસ વર્ષ ના મસ્ત આન્ટી નું સીમકાર્ડ છે …
મારા મોઢા માંથી …. બે…એ ટોપા … તારી ..તો …. ભાગ … સુવ્વર ..
પણ કનક કાકા ની એક કેહવત યાદ આવી ગઈ બેટા ..
ઝાઝા ધંધા વાળા ને અને બે બૈરા વાળા ને ભગવાન ના મારે …
એ મરેલો જ હોય …
એટલે આપડે આ બે થી હમેશા દુર જ રેહવું ….
શુભ રાત્રી
– શૈશવ વોરા