પૂત કપૂત તો કયું ધન સંચય …..
પૂત સપૂત તો કયું ધન સંચય…..
દીકરો હોશિયાર છે તો પોતાનું કમાઈ લેશે …!!અને જો નાલાયક છે તો ગમે તેટલું તેના માટે ભેગું કરો તો ઉડાડી મુકવા નો છે …!! એટલે તન ને તોડી અને મન ને મારી ને માંબાપે કોઈ રૂપિયા કે મિલકત છોકરા માટે ભેગા કરવાની જરૂર નથી ……
પણ ખાટલે મોટી ખોડ નથી પૂત …સપૂત કે નથી કપૂત તો …. તો. .તો…તો… …..તોતેર મણ નો “તો” માથે પડ્યો તમારે ….!!
તન ને તોડો અને રૂપિયા કમાવ …!!!
મન ને મારો અને રૂપિયા બચાવો ….!!!
શા માટે આવી વાત યાદ આવી .. કાલે એક મિત્ર એ કહ્યું સમસ્યા બહુ આપી અને આખા ગામ ને આ બધી ખબર છે સમાધાન આપો .. એટલે આ વાત કરવી પડી … અમેરિકા અને યુરોપ માં એક કાયદો છે .. જેને વારસાઈ વેરો કેહવાય ..તમારી પાસે જો સાત લાખ ડોલર થી વધારે છે
( આ સાત લાખ નો આંકડો વધારે ઓછો હોઈ શકે છે અમેરિકા માં એકાવન રાજ્યો ને પોતાના કાયદા બનાવા ની છૂટ છે )અને તમે તમારા પુત્ર રત્ન ને આપવા માંગો છો તો સાત લાખ ડોલર થી વધારા ની તમામ માલ મિલકત પર લગભગ ચાલીસ ટકા વેરો સરકાર કાપી લે પછી તમારા વારસદાર ને બાકી રેહતી રકમ મળે …આમાં પણ સ્લેબ છે… વધુ ડોલર તેમ વધુ ટેક્ષ …
આવા કાયદા નો મોટો ફાયદો તમારી જિંદગી થોડી શાંતિ થી જાય .. હાથ થોડો છૂટો રહે ..સાત પેઢી નું ભેગું કરવા વાળા કેહવતા મોટા લોકો ની ભૂખ થોડી ઓછી થાય…..
દેશ ના મોટા ભાગ ના રૂપિયા બે પાંચ ટકા ધન કુબેરો પાસે છે … જ્યાં લક્ષ્મીજી ગૂંગળાય છે …ત્યાં થી બહાર આવે …સરકાર ને વધુ રોટેશન મળે અને ટેક્ષ વધુ મળે … તો સોલ્યુશન નંબર એક .. એસ્ટેટ ટેક્ષ નાખો …બે વેલ્થ ટેક્ષ વધારો .. ત્રણ કાળું નાણા ને સરકારી મિલકત જાહેર કરો ..
વધુ પછી …
અત્યારે સૌને
શુભ રાત્રી
જય શ્રીકૃષણ
– શૈશવ વોરા