નરેન્દ્ર મોદી નુ ભાષણ યુએન માં , કાલે નવાઝ શરીફ એ રૂટીન પ્રમાણે કાશ્મીર નો કકળાટ કરયો…
ગ્રાઉન્ડ ઝીરો પર તો આંટો માર્યો… ગુજરાતી તો ગાંડા થયા છે… એમને પોતાની જીત દેખાય છે છેલ્લા બાર વરસ થી વિઝા ના આપનારા ને જખ મારી ને આવવા દેવા પડયા … વિઝા ની પીડા દરેક ગુજરાતી ના હ્રદય માં છે … એ દેશ માં વસતો કે અમેરિકા માં રેહતો… વિઝા ના મળવા ની ઝિલલત એવરેજ ગુજરાતી પોતે ભોગવી ચુકયો છે … અને આ ઘટના ને આપણો અમેરિકન ગુજરાતી સમાજ “માણી” રહ્યો છે….
વિઝા વિના વટ થી અમેરીકા આવનારો આ પેહલો ગુજરાતી છે… અને એ પણ પાકકો ગુજરાતી… જેના જેના સગા ના કે પોતાના વિઝા રીજેકટ થયા કે કર્યા એમને તો આ પોતાની જ જીત લાગે છે…
ભાષણ પત્યું છે…બિલકુલ નિસતેજ અને બિન પ્રભાવશાળી ભાષણ મને લાગ્યુ ….ગરજયો મેહ વરસ્યો નહી…. વિલન વિના ના પિકચર ના હિરો…. ના મજા આવી ….
કદાચ એવુ પણ કહી દિધુ કે યુએન ની મહતા તમે જાતે જ ઘટાડી… જી-૪ , જી-૮ વગેરે ને ઉભા કરી ને બહુ સામાનય કક્ષા નુ ભાષણ રહ્યું… મિડિયા નિરાશ થશે …
જવા દો આખો લખવા નો મુડ મારી નાખ્યો….
આંતરરાષ્ટ્રીય મિડીયા બિલકુલ ફુટેજ ના આપે…. આ બધી વાતો સરદારજી દસ વરસ થી કેહતા આવ્યા છે…
ચાલો ગરબા મા જવુ છે…નવ વાગે રેડીયો પર આરતી વાગશે….
જય માતાજી
– શૈશવ વોરા