જોરદાર જાહેરાત છે ને …
કંપલીટ હરામખોરી ની…
બહુ ફરી વોટ્સ એપ પર…
આદિકાળ થી આ દેશ નો “મહિમા” લોકો ગાય છે…. અને જાય છે…મહાભારત મા અર્જુન પણ જઇ આવ્યો હતો… બોલો હવે …તો પછી આપણે તો જવાય જ ને યાર….
રસધાર વાંચીએ એમાં કેટલી બધી વાર ઉલ્લેખ આવે કે લડતા લડતા વીરગતિ થાય તો સ્વર્ગ ના દરવાજે અપ્સરાઓ માળા લઇ ને રાહ જોતી હોય અને સ્વાગત કરે ….
તાલેબાન લડતો લડતો “શહીદ” થાય તો જન્નત માં બત્રીસ હુરો એને મળે … બોલો એક બે નહિ પુરી બત્રીસ ……
મારુ બેટુ બધા દેરાસર અને મંદિર માં થાંભલે થાંભલે અપ્સરાઓ ના પુતળા હોય.. ભુલ થી એણે પેહર્યા હોય એટલા ઓછા કપડા પેહરી અને કોઇ માનુની ઘર ની બહાર નીકળે તો એને જોવા દસ કિલોમીટર ની લાંબી લાઇન લાગે ….હજારો લોકો બહાર ઉભા રહે…
અમેરિકા , કેનેડા કે બ્રિટન વાળા એમ કહે કે અમારે ત્યાં તો સમર માં લોકો રોજ આવા વગર કપડે રખડતા હોય કોઇ એમને જોવે સુધ્ધા નહી…લગભગ આખુ અમેરિકા વેગસ અને યુરોપ આમ્સટરડેમ જઇ આવ્યું હોય….
તો શું આ બધો ભાર ખાલી ભારતના અને ઇસ્લામિક દેશો ના સ્ત્રી અને પુરુષો ને જ ઉપાડવા નો છે….. ?અને પાછુ પાશ્ચાત્ય જગત એમને પછાત કહે…. એક તો મન ને મારવા નુ ,અને પછાત ગણાવા નું.. અને મર્યા પછી સ્વર્ગ કે જન્નત માં જવા નુ ….અને ત્યાં તો પાછા આજ ધંધા કરવા ના તો પછી જિવતે જિવ માણી લે ને મારા ભાઇ… !નીકળ રાજકોટ થી ૩૨ હજાર ને માર ગોળી… !બીજા વધારા ના ૨૦ હજાર જશે ટૂંક મા ૫૦ હજાર ની ઘાણી બોલાવા ની અને …સ્વર્ગ કે જન્નત ની મોજ જિવતે જિવ લેવાની…. !!
પણ કંડિશન એપલીકેબલ …!!
ફકત પુરુષો માટે….
કેમ સ્ત્રી ઓ એ શું ગુનો કર્યો હેં ભાઇ..?
પાશ્ચાત્ય જગત માં એવુ કેહવાય કે પુરુષો બે પ્રકાર ના હોય છે … એક જેમને ચાન્સ મળે છે … અને બીજા જેને ચાન્સ નથી મળતો …
હવે ભારત માં કોઇ કાઠયાવાડી પુરુષ આવી જાહેરાત જોઇ ને એમ બોલે આ..લે..લે..લે બહુ કરી આમણે તો…ભાઇ.. ચરોતરી પુરુષ એમ કહે …હોતા હિશે…આ તો ચાળા છે..ભૈ.. ત્યારે શું વળી… મેહસાણા ના પુરુષ બોલે ..હાવ નફફટ થઇ જયાં સી લોક…
આવા ઉદગારો કાઢતા પુરુષો ને કેવા કેહશો ….
શું તેમની પાસે પચાસ હજાર રુપિયા નથી ..? કે કોઇ સામાજીક વ્યવસ્થા ના ભાગ ને સાચવી જાણે છે અને મન ને મનાવી લે છે .. કે પછી ના ના હોં આ બધુ તો હવે ઉપર જઇ ને વાત ભાઇ…કે પછી ના થાય ભલા માણસ જવાદો …….આપણુ કામ નહિ……
હવે વાત એવા લોકો ની કરીએ કે જે બેંગકોક “જઇ” આવ્યા છે….
પેહલા તો એક વર્ગ એવો છે જે ઘર માં જુઠુ બોલી ને બેંગકોક જાય … અમારે તો ધંધા ના કામે જવાનુ છે… અને જો બૈરું અભણ હોય તો ઠીક… ભણેલુ હોય અને ખબર હોય કે ત્યાં શુ ચાલે તો તકલીફ ….તો પાછા બીજા દાવ ગોઠવાય…બીજા તદન જુઠુ બોલે ..જાય ગમે ત્યાં પણ વાયા સુવર્ણભુમી એરપોર્ટ થઇ ને …. અને પાસપોર્ટ ને જીવનભર બૈરી થી સંતાડી રાખે મોબાઇલ ને સ્વિચ ઓફ જ રાખે… કેમ કે પાસપોર્ટ માં કિંગડમ ઓફ થાઈલેન્ડ ના વિઝા નો સિકકો હોય….
હવે આ થનગનતા મોરલા ત્યાં ઉતરે બે ત્રણ રાત માં એમની આવડતી હોય અને જોઈ હૉય એટલી કળા કારીગરી પુરી કરે …. પછી….પછી કવિ કલાપી થવાનુ …. હા પસ્તાવો વિપુલ ઝરણું ઉતર્યું છે સ્વર્ગ થી… અને એમાં ડુબકી મારવી છે…. એટલે શોપિંગ ચાલુ થાય ૨૦ કિલો ની બદલે ૪૦ કિલો નુ શોપિંગ થાય અને એક એક્સ્ટ્રા બેગ લઇ ને ઘેર પાછો આવે અને અમદાવાદ એરપોર્ટ પર થી જ દંભ ની ચાદર ઓઢી લે….હું શાણી અને તુ શકરી….હું તો મારી સાવિત્રી નો સત્યવાન અને બીજા બધા નાલાયક હરામી….
એક ધંધાકીય મિત્ર એ મને કયારેક કહયુ હતુ … આ મારો હીરો બાવીસ વરસ નો થયો સીધો ગાય જેવો છે…કોઇ ક ની જોડે યુરોપ આમ્સટરડેમ મોકલવો પડશે…બદલાતા સમાજ ની તાસીર છે… દિકરા ના લેપટોપ અને મોબાઇલ ના પાસવર્ડ માંબાપ ને નથી ખબર હોતા….
બિચારો સામાન્ય માણસ શું થશે ..?અને કેમ થશે એની ચિંતા માં જ જિવતો રહે છે … સ્વર્ગ ની અપ્સરા કે જન્નત ની હુર ગરીબ ની ફેંટસી છે….. અને અજમલ કસાબો પેદા કરવા માં કામ લાગે …
અજમલ કસાબ ને શિખવાડયુ હતુ કે તુ મુંબઇ હુમલા માં મરીશ તો બત્રીસ હુર તને મળશે અને અઢાર વીસ વરસ ના છોકરા નુ બ્રેઈનવોશ કરવા માં આ હુરો અને અપ્સરાઓ પણ થોડો ઘણો ભાગ ભજવી લે છે…પરિણામ કેટલી બધી જીંદગી નો ભોગ લેવાયો….
શા માટે અમદાવાદ થી ડાયરેકટ ફલાઇટ બંધ થઇ..? સ્વર્ગ નો ટ્રાફિક કેમ ના મળ્યો ..?
સ્ત્રી ઓ કેમ આવી જગ્યા એ ઓછી જાય કે જતી જ નથી?
દોસ્તો બેંગકોક નો ચોથો અને પાંચમો દિવસ કાઢવો દરેક પરણેલા ભારતીય પુરુષ માટે અઘરો અને અસહ્ય હોય છે..પીડાદાયક હોય છે…છઠે દિવસે તો કયારે ઘર આવે એ જ દેખાતુ હોય છે…..
અને આ બધી જગ્યા એ ભારતીય સ્ત્રી ને ના જવાનુ કારણ એજ છે …. એને ત્રીજા અને ચોથા દિવસ ના પોતાની અંદર થી આવતા “ગીલ્ટ”ની પેહલે થીજ ખબર છે… અને માટે જ એ પાણી પેહલા ની પાળ બાંધે છે….
મર્યાદા પુરષોતમ રામ તો નથી થવાતુ પણ હરામી પણ ભારતીય પુરુષ થી નથી થવાતુ અને અપ્સરાઓ અને હૂરો ની વાતો કરીને કેહવાતા ધાર્મિક ગુરુ ઓ ચેલા ઓ ને ચુસે છે….
બાકી મિડ લાઇફ ક્રાઈસીસ અને હોરમોનલ ચેન્જીસ માં આવેલો પુરુષ સેહજ પણ ડેવિયટ થયો તો ગયો…
અમદાવાદ જેવા શહેર માં પણ થાઇ મસાજ પાર્લર ના રાફડા ફાટયા છે….એક મોલ માં તો આવા પાર્લર ની બિલકુલ સામે જિમ છે…. બિચારી પત્ની એમ સમજે કે “એ” તો જિમ માં ગયા છે…. અને પાર્ટી “ઓથેનટીક” થાઇ મસાજ કરાવતી હોય …
શૈલે શૈલે ન માણિકયમ…
વને વને ન ચંદનમ…
ચાલવા દો …
સુપ્રભાત
– શૈશવ વોરા