સખત શરદી …. આજે તો વાટ લાગી ગઈ છે , શરદી એક એવો રોગ કે સાલું કોઈ ખબર કાઢવા ના આવે , ગમે તેટલા હેરાન થાવ , નાક માં થી ગળતર થાય ,ગળું ચચરે , માથું ચડે, ક્યારેક ઝીણો તાવ ,મને લોકો એમાં જ કહે અલ્યા તારે તો માંદા પડાય જ નહિ ….. કેમ તો કહે ઘર માં જ દવાખાનું , અરે ભાઈ માં બાપ ડોક્ટર છે એ વાત સાચી પણ માંદા પડીએ પછી દવા ખાવા ની હોય ને , પેહલે થી થોડી મચી પડાય દવાઓ ખાવા , મીઠાઈ થોડી છી કે મન થાય ત્યારે કહી લેવાય ,અને શરદી ની કોઈ વેક્સીન હજી સુધી નથી શોધાઈ , દવાઓ ખાઈએ એટલે મસ્ત ઊંઘ આવે, અને ઉપર થી આ મસ્ત મજા ની ઠંડી , પથારી છોડે એ બીજો ,અને મારા જેવા નિશાચર ને તો સવારે વેહલુ ઉઠવા નું આમ પણ ના ગમે …
આલખવા બેઠો તો પણ નાક ચાલુ છે , નળ ટપક્યા કરે છે … કાલે લાંબુ લાંબુ લખીશ આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા