Page:-119
એમાં મારું લેપટોપ છે એ લેપટોપવાળી આખી બેગ તારી સાથે લઇને જજે અને કાલે મને આપજે અને એક બીજી બ્રાઉન લેધર બેગમાં ત્રીસ લાખ કેશ છે એ પણ તું તારી પાસે રાખજે અને પેલા પેકેટ્સ પણ તું રાખજે.. બાકીનું બધું તું જોઈ લેજે પછી જ બંગલે મોકલજે.. શર્વરીએ આંખોથી હા પાડી અને પર્સીને કીધું હું હવે જાઉં ? પર્સીએ કીધું કાલે ચોક્કસ આવજે શર્વરીએ કીધું પ્રોમિસ..એટલું કહીને શર્વરી હોસ્પિટલ થી નીકળી ગઈ ..હોસ્પિટલમાંથી એ સીધી હોટેલ મેરીયટ માં ગઈ અને સીધી પર્સી ઇશાનના રૂમમાં ગઈ, બધું જ વેરવિખેર હતું એણે પર્સીના અને ઇશાનના કપડા ભેગા કર્યા અને બેગોમાં નાખ્યા પર્સીની લેપટોપ બેગ લીધી એમાં લેપટોપ ચેક કર્યું અને બ્રાઉન લેધર બેગ લીધી અને એમાં પડેલી કેશ ચેક કરી,હશીશના બે પેકેટ લઈને બ્રાઉન લેધર બેગમાં મુક્યા અને રિસેપ્શન પર ફોન કરીને સમાન લેવા માણસ બોલાવી લીધો બધો સમાન લઈને શર્વરી એના ઘેર ગઈ..ત્યાં સીડીઆઈસીના સ્ટાફના એક છોકરા જોડે પર્સીનો અને ઇશાનનો સમાન શાહીબાગના બંગલે મોકલી દીધો.. હાથ મોઢું ધોઈને ફ્રેશ થઇ અને શર્વરીએ ડીનર લીધું ત્યાં જ મિલન દવેનો ફોન આવ્યો શર્વરી તું અને તારા સસરા બંને જણા રીના ના ઘરે આવો,હોટેલમાં પર્સીની લેપટોપ બેગ અને એની જોડે બીજી બેગ હતી એની પાસે એ લઈને આવજે આજે અરે હા તારા સસરાનો અને તારો પાસપોર્ટ પણ જોડે લાવજે હું ત્યાં આવું છુ.. શર્વરી ખરેખર સખત અકળાઈ ગઈ એનું શરીર હવે આખા દિવસની દોડધામ પછી આરામ માગતુ હતું ,પણ દસ કરોડ રૂપિયાની લાલચ એને મિલન ભટ્ટની સાળી રીના ભટ્ટના બાપ જયંતીભાઈ ભટ્ટના ઘરે જવા માટે મજબુર કરતી હતી,અને એણે એના સસરાને પણ તૈયાર થવા કીધું અને એ તૈયાર થઇ ગઈ,પોતાનો અને સસરાનો પાસપોર્ટ લીધો અને મિલનની સુચના યાદ આવી પર્સીની લેપટોપ બેગ અને પેલી બ્રાઉન બેગ મિલન કેમ મંગાવે છે? દસ કરોડ રૂપિયાની લાલચે શર્વરીને એ પણ ભાન ના રહ્યું કે મિલનને કેવી રીતે ખબર પડી કે પર્સીની લેપટોપ બેગ એની પાસે છે .એણે શું છે પર્સીની લેપટોપ બેગમાં એવું તે એ જાણવા તરત જ પર્સીની લેપટોપ બેગ ખોલી અંદર લેપટોપ હતું, સામાન્ય લેપટોપ કરતા થોડું વધારે જાડું અને વજનદાર લેપટોપ હતું પર્સીનું લેપટોપ, સાઈડ પોકેટમાં બે ત્રણ પેન ડ્રાઈવ હતી અને એક પોર્ટેબલ હાર્ડડીસ્ક હતી,શર્વરીએ ફટાફટ પોતાનું લેપટોપ ચાલુ કર્યું અને એકપછી એક પેન ડ્રાઈવ નાખતી ગઈ પણ એકપણ પેન ડ્રાઈવ ખુલી નહિ પાસવર્ડ પ્રોટેકટેડ હતી, CONT..120