Page:-123
મોરેશિયસના એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર થઇ ગયા,શર્વરી ઘસઘસાટ ઊંઘતી હતી અને એના નામના એકાઉન્ટમાં પંચાવન કરોડ રૂપિયા પડ્યા હતા..!! બીજા દિવસની સવાર પડી શર્વરીએ વોટ્સ એપ ખોલ્યુ ચિરાગનો મેસેજ જોયો,તરત જ મિલને આપેલુ લેપટોપ ખોલ્યું અને મિલને શીખવાડ્યું હતું એવી રીતે લોગ ઇન થઇ અને જોયું તો ખરેખર પંચાવન કરોડ રૂપિયા આવી ગયા હતા એણે તરત જ મિલનને ફોન કર્યો ,મિલને કીધું સિલ્વારાજને પણ આ એકાઉન્ટ નંબર આપી દે..શર્વરી બોલી ઓકે.. અગિયાર વાગ્યે સીડીઆઈસીની બ્રાંચ પર જઈ ને પેહલુ કામ સિલ્વારાજને મોરેશિયસનો એકાઉન્ટ નંબર આપવાનુ કર્યું.. બપોરના બારેક વાગ્યા હશે અને ચિરાગનો ફોન આવ્યો..સરૂ ડાર્લિંગ..શર્વરી બોલી ચિરાગ હું કામમાં છું શું કામ હતુ..? ક્રિષ્ના બિલ્ડરને પાંચ પોહચાડુ આજે ? શર્વરી બોલી હા પોહચાડી દે ,ચિરાગ બોલ્યો સાઉથ એન્ડ આજે બપોરે..એટલે બોલીને ચિરાગ અટકી ગયો શર્વરી થોડી ગુસ્સાથી સમસમી ગઈ પણ હજી પાંચ કરોડ લેવાના બાકી હતા..સેહજ અકળામણથી શર્વરી બોલી ચિરાગ થોડું તો.. ચિરાગ બોલ્યો ના સરૂ જરા પણ નહિ તારી રાહ જોઉં છું એટલુ બોલીને ચિરાગએ ફોન કાપી નાખ્યો..શર્વરીને ખરેખર બહુ જ અકળામણ થઇ ગઈ પણ શું કરવું હજી એ વિચારે ત્યાં એક બીજો ફોન રણક્યો નંબર અજાણ્યો હતો પણ અવાજ જાણીતો હતો શર્વરી પર્સી હિયર હું બંગલે આવી ગયો છું ક્યારે આવે છે તું ? શર્વરી બોલી ચારેક વાગ્યે ..? પણ પર્સી તારો મોબાઈલ ક્યાં છે ?પર્સી બોલ્યો ઓકે વાંધો નથી હું તારી રાહ જોઇશ,અને મારું એક કામ કરજે મારા માટે એક નવો મોબાઈલ લેતી આવજે મારો મોબાઈલ ફોરેન્સિક વાળાઓ જપ્ત કર્યો છે અને કોર્ટમાંથી પાછો લેવામાં વાર લાગશે ,એની ન્યુઝ ફ્રોમ ઇશાન ? શર્વરી બોલી ના નો ન્યુઝ ફ્રોમ ઇશાન અને હું તારા માટે તું વાપરતો હતો એવો જ મોબાઈલ લેતી આવીશ..પર્સી બોલ્યો થેન્ક્સ શર્વરી અને ઇશાન નો ફોન લાગતો નથી તારે વાત થાય તો કેહજે એને કે હું યાદ કરું છું ,અને પેલી બંને બેગ લેતી આવજે ,અને પેકેટ તારી પાસે રાખજે.. શર્વરીએ કીધું ઓકે.શર્વરીએ ચિરાગને ફોન લગાડ્યો ચિરાગ મારે પર્સી પાસે જવાનું છે એના શાહીબાગ ના બંગલે તું પ્લીઝ આજે સાઉથ એન્ડ જવું રેહવા દે , ચિરાગ બોલ્યો સરૂ તું આવી દયામણી રીતે પ્લીઝ ના બોલ મને મારી સરૂ બેડમાં પણ સિહણ જેવી ગમે છે, તું લાચાર ના થઇશ આમ, ચલ ખાલી મળીશુ તું કહે તો બસ, બીજું કઈ જ નહિ, મારે તને મળવું જરૂરી છે સરૂ , CONT..124