Page:-126
એના કરતા શાંતિ રાખ અને તું પેહલા સાજો થઇ જ અને યુરોપિયન કાર કંપની ને બાય કરી લે અને તું બે કરોડની રેંજ માં તારું જુદું ડીવીઝન લોન્ચ કર ,તને જો એમ જ લાગતુ હોય કે એક લાખની ગાડીમાં કાયા ઓટોમોટીવને લોસ જ થવાનો છે તો પછી એ લોસને રીકવર કરવા માટે તું બીજી એવી પ્રોડક્ટ બજારમાં મૂકી દે કે જેનાથી એ લોસ સહન કરવાની કાયા ઓટોમોટીવમાં તાકાત હોય, અત્યારથી શું કરવા તું એમ વિચારે છે કે લોસ કવર કરવા કાયા ગ્રુપ્સની પ્રોપર્ટી વેચવી પડશે ,એના કરતા તારી પાસે હજી ત્રણ વર્ષ છે ,જહાંગીર કાવસજી અને મિલન દવે જેટલો લોસ કરવાના છે એટલો તું પ્રોફિટ ઉભો કરી નાખ..પર્સી ખુલ્લી આંખે શર્વરી ને સાંભળતો રહ્યો..એને શર્વરીની વાત મગજમાં ઉતરી ગઈ એ બોલ્યો સરૂ મારી નજીક આવ અને મને હગ આપ તું ગ્રેટ છે ,પર્સી પેહલી વાર સરૂ બોલ્યો અને શર્વરી એના બેડ પર ગઈ અને બેડમાં સુતેલા પર્સીને આલિંગન આપ્યું..પર્સી બોલ્યો હું તને કાયામાં જોબ ઓફર નહિ કરું પણ મારી ફ્રેન્ડશીપ ઓફર કરું છું પ્લીઝ ના નહિ પાડતી શર્વરીને મિલન દવે ના શબ્દો યાદ આવ્યા પર્સીને ઇશાન નહિ તું જોઈએ છે ..અને શર્વરી એ મોકો પકડ્યો અને પર્સીના કપાળ પર એક કિસ કરી અને કીધું અગ્રીડ પર્સી પણ હું બહુ જ નાની વ્યક્તિ છું પબલિક માં મને શર્વરી કેહજે પ્લીઝ..પર્સીએ શર્વરી ના હાથને ચૂમીને કીધું હા સરૂ..શર્વરીએ કીધું હવે હું જાઉં પર્સી પર્સી બોલ્યો કાલે આવીશ ને સરૂ શર્વરી એ કીધું હા અને શર્વરીએ પલંગ પરથી ઉભા થઈને બ્રાઉન લેધર બેગમાંથી ત્રીસ લાખ રૂપિયા કાઢ્યા અને એની નીચેથી બધા ડિવાઈસ કાઢ્યા અને પર્સી માટે લાવેલો મોબાઈલ કાઢી અને પર્સીને આપ્યો અને બોલી લે આ તારો મોબાઈલ..પર્સી બોલ્યો એક કામ કર સરૂ આ ત્રીસ લાખ રૂપિયા તારી પાસે રાખ એમાંથી ઇશાનને એક લાખ આપવાના છે તું એને આપી દેજે અને ફોન ના રૂપિયા પણ તું આમાંથી લઇ લેજે ,અને મારે બીજું જે કઈ જોઈએ એ તું લાવી આપજે આમાંથી અને હા જો દોસ્તીમાં હિસાબ નહિ કરવાનો તારે પણ આમાંથી જે રૂપિયા જોઈએ એ લઈને વાપરવાના ખૂટે એટલે મને કહી દેજે ..શર્વરી બોલી એવું નાં હોય પર્સી ..પર્સી બોલ્યો સરૂ બસ એક જ મિનીટ માં તું ફરી ગઈને શર્વરી બોલી ઓકે પર્સી મન નાનુ ના કરીશ હું રાખી લઉં છું બસ ..ચલ હવે હું જાઉં પર્સી બોલ્યો એક છેલ્લુ કામ કરતી જા આ બધા ડીવાઈસને તું સામે મારા ક્લોઝેટમાં મુકે દે અને લેપટોપ પણ શર્વરી એ પર્સીના કપડા અને લેપટોપ બધું ક્લોઝેટમાં મુક્યું અને CONT..127