Page:-128
શર્વરી બોલી ક્રિશ્નામાં ચિરાગએ શર્વરીના હાથમાંથી ઝાપટ મારી અને ફોન ખેંચી લીધો અને ફોન કાપી નાખ્યો ,શર્વરી સેહજ ગુસ્સે થઈને બોલી મેં ક્યારેય આવું નથી કર્યું ચિરાગ, હું તો તે જ્યાં મોકલી ત્યાં હું ગઈ છું ,અને આજે પેહલીવાર તારે મારા માટે ચિરાગ બોલ્યો એમાં દર વખતે આપણને કઈક ફાયદો થવાનો હતો સરૂ, મેં મારા એકલાના ફાયદા માટે ક્યારેય તને નથી મોકલી, શર્વરી બોલી થવાનો છે ફાયદો બહુ મોટો ફાયદો થવાનો છે, મારા પાંચ કરોડ મારે ઇન્વેસ્ટ કરવાના છે અને એમાં વીસ ટકા નો પણ ફાયદો થાય તો પણ એ ફાયદો ઘણો બધો છે, અને ચિરાગ તું મને જેમ કમીશન આપતો હતો એમ હું પણ તને ચોક્કસ કમીશન આપીશ,ચલ ચલ હોટેલ સાઉથ એન્ડ જઈએ..એન્ડ ટ્રસ્ટ મી ચિરાગ જેટલો એ ડોસો વિકૃત છે ને છોકરો પણ એટલો જ વિકૃત છે..ચિરાગ શર્વરીની સામે આંખો તગતગાવીને જોઈ રહ્યો,શર્વરી બોલી તું આવે છે ને ચિરાગ ચિરાગ બોલ્યો ઓકે ચલ હું કબુલ કરું છું કે તારુ થોડુ કમીશન હું ત્યારે ખાઈ ગયો હતો ,શર્વરી બોલી ગુડ ગુડ પેહલીવાર ચિરાગ તું આ બધું કબુલ કરી રહ્યો છે કેમ કઈ બહુ મોટુ કામ છે તારે મારુ? ચિરાગ બોલ્યો ના એવુ નથી શર્વરી બોલી તો કેવું છે ચિરાગ તને ભાન છે જે દિવસે મને કરોડ રૂપિયા મળવા જોઈતા હતા એ દિવસે તે મને પાંચ લાખમાં પટાવી દીધી હતી, ચિરાગ બોલ્યો સરૂમેં આજે તને દસ કરોડ અપાવી દીધા છે મારું એ પાપનું પ્રાયશ્ચિત થઇ ગયુ,શર્વરી બોલી એક્સક્યુઝ મી ચિરાગ દસ વર્ષ પેહલાના કરોડ રૂપિયા એટલે આજના દસ કરોડ નહિ ત્રીસ કરોડ બરાબર છે અને તે મને નથી અપાવ્યા મિલન દવે એ અપાવ્યા છે તારી હેસિયત,ઓકાત કે નિયત કશું જ નથી મને દસ કરોડ અપાવવાનું ચિરાગ , એટલે ખોટી સફાઈ આપવાની રેહવા દે આજે પાંચ કરોડ ક્રિષ્ના બિલ્ડર્સને પોહચાડી દે અને ફરીથી મને ક્યારેય સાઉથ એન્ડ હોટેલમાં બોલવવાની ભૂલ ના કરતો, હું નહિ જ આવુ ,અને ક્યારેક કદાચ તારા પ્રત્યેનો ખાર જો મારા દિલમાંથી બહાર આવી ગયો ને તો હું તારુ અને મારુ બંનેનું બહુ મોટું નુકસાન કરી બેસીશ,ચિરાગ બોલ્યો સરૂ તું મને ધમકી આપે છે? કે ચેલેન્જ ? હું હજી પણ તને મારી ફ્રેન્ડ માનું છું ,મારા દિલમાં હજી મારી કોલેજની ફ્રેન્ડ સરૂ જ છે..શું કામ તું આટલા બધા હાર્ડ શબ્દો વાપરી અને આપણી એ સોનેરી યાદોને મારી નાખવા માંગે છે ? શર્વરીની આંખમાં રીતસર ખુન્નસ તરી આવ્યુ સોનેરી યાદો ? કઈ પેલી તારી વેશ્યાના દલાલ કરતા પણ વધારે ખરાબ એવી તારી સ્કીમ ભૂલી ગયો ? પાંચ હજાર રૂપિયાનુ મંથલી પ્રીમીયમ આપે એને મહીને એકવાર CONT..129