Page:- 129
મારી જોડે બપોરે હોટેલ સાઉથ એન્ડ તું મોકલતો ,યાદ કર પેહલાના એ સોનેરી દિવસો જયારે પેહલા પેહલા તું મને ગેસ્ટહાઉસમાં લઇ જતો અને પછી પેલા ડોકટરથી ચાલુ થયું અને એ પછી તો તે ચિરાગ રીતસર મારા શરીરની દુકાન જ માંડી હતી..ચિરાગ પણ હવે થોડા ભારમાં આવી ગયો હતો ..અને બોલ્યો સરૂ એ દુકાનને પણ પોતાની જાત વેચીને રૂપિયા રળવાનો એટલો જ રસ હતો ,અને હા હું હજી ફરી એકવાર કહુ છું મેનેજ કરે એને માલ મળે અને મેહનત કરે એને મજુરી..આ માર્કેટિંગના ફિલ્ડનો સનાતન નિયમ છે, તું કે હું કોઈ એમાં અપવાદ ના રહી શકીએ,હજી કહું છું તારી બધી ભડાસ નીકળી ગઈ હોય તો આપણે બીજી કામની વાત કરીએ મેં તને ઓલરેડી પાર્ટનરશીપ ઓફર કરી છે ,જે માલ ખાઈશુ એ સાથે રહીને ખાઈશુ તારા મેહનતના દિવસો પુરા થયા સરૂ ,અને છતાં પણ તને એવી ઈચ્છા હોય તો તું પણ આજે મારો વેપાર કરી લે બોલાવી લે એ ક્રિશ્નાવાળા ના છોકરાને હોટેલ સાઉથ એન્ડ પર હું તારા માટે તૈયાર છું એ તને જો પાંચ કરોડ રૂપિયાની સામે છ સાત કરોડની જમીન આપતો હોય તો મને મંજુર છે ચલ તારી વાત અને હા તારો આ દોસ્ત એમાંથી કમીશન નહિ લે સરૂ..બોલતા બોલતા ચિરાગનો અવાજ ભીનો થઇ ગયો ..શર્વરી એક નજરે ચિરાગને જોતી રહી અને ચિરાગ નીચી નજરે બેસી રહ્યો બે પાંચ મિનીટ બંનેમાંથી કોઈ કશું જ પણ બોલ્યા વિના બેસી રહ્યુ શર્વરી નક્કીના કરી શકી કે ચિરાગ ખરેખર એને કઈ ફાયદો કરાવવા આવ્યો છે કે ફાયદો કઢાવવા છેવટે એણે વિચાર્યું કે જે હોય તે પેહલા એકવાર ચિરાગની ઓફર સાંભળી લઉં, એ વિચારે એણે ચિરાગને કીધું ચલ અત્યારે તો તને જવા દઉં છું પણ જરૂર પડ્યે ક્રિશ્ના બિલ્ડર્સને ત્યાં તારે આવવું પડશે..ચિરાગને લાગ્યું કે ગાડી પાટા પર આવી રહી છે એટલે એને સેહજ આગળ ધક્કો માર્યો ..સરૂ માંગી લેજે જયારે જરૂર પડે ત્યારે માંગી લેજે આ શરીર નહિ અંદરથી જીવ પણ કાઢીને આપી દઈશ ..સરૂ તું મારો પેહલો પ્રેમ છે અને હું મરી જઈશ પણ તને નહિ ભૂલુ.. શર્વરી બોલી ..કઈ વધારે પડતું નોહતુ ચિરાગ આ.. ખેર જવા દે શા માટે તે મને મળવા બોલાવી છે મુદ્દા ની વાત કર હવે ચિરાગ બોલ્યો સરૂ સીડીઆઈસી ના પચાસ કરોડ મિલનના એકાઉન્ટમાં આવી ગયા શર્વરી બોલી..ના હજી નથી આવ્યા પણ આવી જશે..ચિરાગ બોલ્યો તને ખબર છે એ પચાસ કરોડ કોણ ટ્રાન્સ્ફર કરશે મિલનના મોરેશિયસ એકાઉન્ટમાં શર્વરીએ માથું ધુણાવીને ના પાડી, ચિરાગ બોલ્યો તારી ડાયેના રોચા..શર્વરી બોલી ઈમ્પોસીબલ ચિરાગ , CONT..130