Page:-14
શર્વરી વિચારતી રહી ..અને સચિને પેલા બે મિસ્ટર ચઢ્ઢા અને સિલ્વારાજ સુધી મને ડાયરેક્ટ પોહચાડીને એના પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યો છે..
હવે સચિનનું પ્રેઝન્ટેશન હાથમાં આવે કે ના આવે કોઈ ફર્ક પડતો નથી..!
બુધવારની રાત આવી
અમદાવાદ રેલ્વેસ્ટેશન પર રાજકોટવાળો આવી ગયો એની સાથે સચિન અને શર્વરી ગુજરાત મેઈલમાં ચડ્યા બે કલાકે બરોડાવાળો એડ થયો, અને અડધી રાત્રે ઇશાન પણસુરતથી એ જ બોગીમાં ચડ્યો .વેહલી સવારે સીડીઆઈસી બેંકની પાંચે જણાની ટીમ ગુજરાત બોમ્બે સેન્ટ્રલથી બે ટેક્ષી પકડીને નરીમાન પોઈન્ટની પાંચ સિતારા હોટલમાં પોહ્ચ્યા,જુનિયર હોવાને લીધે શર્વરી અને ઇશાનને રૂમ શેર કરવાનો આવ્યો, બરોડા અને રાજકોટ વાળા એ રૂમ શેર કર્યો અને સીનીયર હોવાથી સચિનને સિંગલ રૂમ એલોટ થયો ,
સચિને પોતાનો રૂમ શર્વરીને ઓફર કર્યો પણ શર્વરીએ કીધું ના ચાલશે હું કોઈ બીજા સ્ટેટની લેડી જોડે રૂમ એક્ષચેન્જ કરી લઈશ બ્રેકફાસ્ટ પર બધા મળશે ત્યારે .. આપણી બેંકવાળામાં બુદ્ધિ જ નથી..
ઇશાન જોડે રૂમમાં ગઈ શર્વરી,એણે તરત જ કીધું તું આ ટોવેલ તારો પકડ અને રાજકોટ બરોડાના રૂમમાં જતો રહે અને ત્યાજ પડી રેહજે ..
ઈશાને સમજી ગયો એ તરત જ બીજા રૂમમાં જતો રહ્યો ..રાજકોટ અને બરોડાવાળાએ બરાબરનીખેંચી ઇશાનની આવો ચાન્સ થોડો છોડાય શર્વરીના રૂમમાં જ રેહવાય ડોબા..વગેરે વગેરે ..
નરીમાન પોઈન્ટ ઉપરની દરિયાકિનારે આવેલી આખી પાંચ સિતારા વાળી હોટેલ સીડીઆઈસી બેંકની સાયકલ મીટીંગ માટે બુક થઇ હતી, લગભગ સો એક કમરા બુક થયા હતા અને બોમ્બેમાં કોર્પોરેટ ઓફિસમાં કામ કરતો અને બોમ્બેમાં રેહતો સ્ટાફ પણ આ ત્રણ દિવસ હોટલમાં જ રેહવાનો હતો કોઈને ઘરે જવાની પરમીશન નોહતી …
બ્રેકફાસ્ટ પછી તરત જ બધા જુનિયર્સને પોતાના પ્રેઝન્ટેશન લઈને કિંગ્સરૂમમાં જવાનું હતું ,લગભગ આખા દેશના સીડીઆઈસી બેંકના ઓટો ફાઈનાન્સના એકસો દસ જેટલા જુનિયર્સ અને આસિસ્ટન્ટ મેનેજરો કિંગ્સ હોલમાં પોહચી ગયા હતા
ત્રીસેક જેટલા સિનયર બોસ બધા ક્વીન્સ રૂમમાં ગયા ત્યાં એમની ટ્રેનીગ ચાલુ થઇ અનેકિંગ્સ રૂમમાં મિસ્ટર ચઢ્ઢા ,ડાયના રોચા અને સીલ્વારાજ ,જુનિયરમેનેજરોના પ્રેઝન્ટેશન અને બધાની બજાવવા બેઠા ..CONT..15