Page:-142
શર્વરીએ મિલનને ફોન કર્યો હા જીજુ ,ક્યાં હતી તું? શર્વરી બોલી પર્સી પાસે હતી શું કામ હતુ ? મિલન બોલ્યો એકાઉન્ટમાં સીડીઆઈસીનું રેમીટન્સ આવ્યુ? શર્વરી બોલી ગઈકાલ સુધી નોહતુ આવ્યુ હું હમણા જ સિલ્વરાજ સર જોડે ચેક કરુ છુ..ઓકે એટલુ બોલીને મિલને ફોન કાપ્યો..
શર્વરીએ તરત જ ગાડી ચલાવતા સિલ્વારાજને ફોન લગાડ્યો સર પેલુ ફિફ્ટી સીઆરનુ પતી ગયું છે..? સિલ્વારાજ બોલ્યા ના બે ત્રણ દિવસ થશે હજી રૂપિયા ટ્રાન્સફર થતા કહી દે એને શર્વરીએ ઓકે કરીને ફોન કાપ્યો શર્વરીને સિલ્વારાજના અવાજમાં કઈક ગડબડ હોય એવું લાગ્યુ ..શર્વરીએ મિલનને ફોન લગાડ્યો અને કીધું બે ત્રણ દિવસ થશે એવું કહે છે..મિલને કીધું ઠીક છે પણ થોડું ઝડપથી કરવાનું કહી દેજે, હું અત્યારે બોમ્બે જાઉં છું અને આજે બીજા ફિફ્ટી સીઆર આવશે, બીજી એક પાર્ટી ના રાત્રે જોઈને મને કન્ફર્મ કરજે શર્વરીએ કીધું સારુ, શર્વરીને એકવાર વિચાર આવ્યો કે પૂછી લઉં કોના છે ?પણ પછી એવું લાગ્યું કે મારે શું મતલબ રાખવાનો જેના આવે તે મારે તો બે ટકા કમિશનથી જ મતલબ રાખવાનોને.. એ વિચારે એ પૂછતી અટકી ગઈ, મિલન હવે કાયા ઓટોમોટીવમાંથી બે હાથે રૂપિયા ભેગા કરવા લાગ્યો હતો બધા વેન્ડર્સથી લઈને બેન્કર્સ સુધી તમામ લોકો પાસેથી ,અચાનક મિલન દવે જેની છાપ કોર્પોરેટ વર્લ્ડમાં મિસ્ટર ક્લીનની હતી એ ખુબ જ કરપ્શન કરવા લાગ્યો હતો, લગભગ રાત પાડવા આવી ગઈ હતી શર્વરી સીધી પોતાના ઘરે ગઈ ચિરાગના ઘણા મિસકોલ હતા છેલ્લે એક મેસેજ આવ્યો હું કાલે દિલ્લી પાછો જાઉં છું પ્લીઝ એકવાર રાત્રે મને મળી લે..
શર્વરીએ સામે મેસેજ નાખ્યો ઓકે લોગાર્ડન સીસીડી ૯.૩૦ પીએમ ..
શર્વરીના ઘરથી ઘણી નજીકની કોફી શોપમાં ચિરાગ અને શર્વરી ભેગા થયા શર્વરી જીન્સ ટીશર્ટમાં હતી . ચિરાગ પણ જીન્સ ટીશર્ટમાં હતો..
શર્વરી થોડા ઉખડેલા મૂડમાં હતી,ચિરાગે જ વાતનો દોર પકડ્યો સરૂ મેં ક્રિશ્નાવાળુ તારું કામ પતાવી દીધુ છે ,શર્વરી બોલી નો નોનસેન્સ ટોક પ્લીઝ ચિરાગ, ચિરાગે આંખોથી હા પાડી અને બોલ્યો હું તને એટલા માટે જાણ કરું છું કે એ તને અને મને બંનેને ઉલ્લુના બનાવી જાય, ગોલ્ફ કોર્સને અડીને જે ખેતર પડ્યું છે એ જ તારે લેવાનું છે અને એના સર્વે નંબરો આટલા છે, એમ કરીને એક પેપર ચિરાગે શર્વરીને આપ્યું શર્વરીએ ચૂપચાપ એ સર્વે નંબરો વાળુ પેપર લઇ લીધું , ચિરાગે પૂછ્યુ બીજું બોલ કઈ કામ છે મારુ? શર્વરી ના કઈ બોલી નહિ CONT..143