Page:-147
ડાયેના એટલું બોલી અને ઉભી થઇ ને બે કાચના વાઈન ગ્લાસ અને કિચનમાંથી એક પ્લેટ બાઈટીંગસ ની લાવી અને શર્વરીએ પોતે લાવેલી એ વાઈન બોટલ ખોલી અને એમાંથી બે ગ્લાસ ભર્યા,બંને ઓરતો એકબીજાની આદતોથી પરિચિત હતી, શર્વરીએ એના પર્સમાંથી બે પેકેટ સિગારેટના કાઢ્યા અને ટેબલ પર મુક્યા ડાયેના તરત જ એશ ટ્રે લઈને આવી અને ટેબલ પર મૂકી, બંને ઓરતો એ મેહફીલ જમાવવાની પુરતી તૈયારી કરી લીધી..ડાયેનાએ સોફાના કોર્નરમાં પડેલા બે કેન્ડલ સ્ટેન્ડમાં રહેલી પરફ્યુમવાળી કેન્ડલ માચીસ થી સળગાવી..શર્વરીએ એ જ કેન્ડલમાંથી સિગારેટ સળગાવી અને ડાયેનાને આપી અને બીજી પોતાના માટે સળગાવી અને શર્વરી બોલી મેમ ક્યા કરું હમારા કામ હી કુછ ઐસા હૈ,ડાયેના બોલી સોચ લે શર્વરી તેરે પાસ અભી ભી વક્ત હૈ સંભલને કો.. એક દિન સબ કુછ એક સાથ ચલા જાયેગા તેરી જવાની ભી ઔર ઘર ભી, શર્વરી બોલી નહિ મેમ અબ સોચને કા કુછ ફાયદા નહિ હૈ નાદાની મેં હી મૈને ઇતના કુછ ખો દિયા હૈ કી અબ તો સંભલ ગઈ તો મૈ ઝીન્દા નહિ રેહ પાઉંગી..મૈ અપને આપ કો ભી માફ નહિ કર પાઉંગી..ઔર ખુદ કો માર દુંગી !!
બંને એક જ ફિલ્ડની ધુઆંધાર ઓરતો એક પાંત્રીસ ની અને બીજી પંચાવન વર્ષની, લગભગ ગુરુ ચેલી નો સંબંધ, સામાન્ય ઘર સાચવીને બેઠેલી કોઈપણ સ્ત્રીની વિચારવાની મર્યાદા જ્યાં પૂરી થાય ત્યાંથી તો આ બંને ઓરતોએ વિચારવાનું શરુ કર્યું હતું.. હિન્દુસ્તાનના ફાઈનાન્સના કોર્પોરેટ વર્લ્ડમાં એક નો જોરદાર દબદબો હતો અને બીજી પોતાનો દબદબો ઉભો કરી રહી હતી ,એક એ કોઈનાથી ના એચીવ થાય એવા ફાયનાન્સના ટાર્ગેટ એચીવ લોકો પાસે કરાવ્યા હતા, અને બીજી એ જાતે મેહનત કરીને એચીવ કર્યા હતા,પોતના સ્વાર્થ માટે, રૂપિયા અને કેરિયર માટે કોઈપણ હદ પાર કરવામાં જીવનમાં ક્યારેય બંનેએ છોછ રાખ્યો નોહતો, બંને ઓરતો એ કોઈ અઠંગ વેશ્યાગામી પુરુષને તો ક્યાય પાછળ છોડી દે એવા એવા કારસ્તાનો કર્યા હતા,અને મજાની વાત તો એ હતી કે બંને પોતાના જીવનની એ કાળી બાજુને સમાજથી સંતાડવામાં બહુ મોટો સમય માટે લગભગ સફળ રહી હતી..!! હજી પણ ડાયેના રોચા મુંબઈની એ સાયકલ મીટીંગ પછી બહુ ગણ્યાગાંઠ્યા લોકોમાં ખુલ્લી પડી હતી, જયારે શર્વરી તો એની આજુબાજુના સમાજમાં હજી ઢંકાયેલી જ હતી..! શર્વરીની વાત સાંભળીને વાઈનનો ગ્લાસ હાથમાં લઈને ડાયેના બોલી ચીયર્સ શર્વરી બંને ઓરતોએ ચીયર્સ કર્યું અને વાઈન હોઠે લગાડ્યો બંનેના એક હાથમાં વાઈનના ગ્લાસ અને બીજા હાથમાં સળગતી સિગારેટ હતી..! CONT..148