Page:-155
શર્વરી સેહજ ભડકી અને હોશમાં આવી ગઈ, એને એમ લાગ્યું કે એના વિચારો સિલ્વારાજ વાંચી ગયા લાગે છે..એટલે એ બોલી ના સર મને તમારા ગાઇડન્સમાં જ કામ કરવું છે,મારા માટે સીડીઆસી ડાયરેક્ટર થવું એ જ બહુ મોટી વાત છે..! સિલ્વારાજ એ પૂછ્યું શું પ્રોગ્રામ છે આજનો તમારો મુંબઈમાં? શર્વરી બોલી સર રાત્રે મિલન દવે સરના ઘરે ડીનર માટે જવાનું છે સ્વાતિ દીદીને મળવુ છે, મિલન સરના વાઈફને..બહુ વર્ષોથી હું એમને મળી નથી.. સિલ્વારાજએ કીધું જાવ જાવ અને તમારા ડાયરેક્ટર થવાની મીઠાઈ પણ જોડે લેતા જજો.. સાથે સાથે ડાયેનાને કાયા ગ્રુપ્સમાં ગોઠવવાની પણ વાત કરતા આવજો,અને થોડું માર્મિક હસીને બોલ્યા હું દિનેશ પારેખને પણ કહી દઈશ એટલે એ જહાંગીર કાવસજીને વાત કરી લેશે..એટલું બોલીને સિલ્વારાજ ફરીવાર માર્મિક હસ્યા.. શર્વરી બોલી ચોક્કસ સર..એટલું બોલીને શર્વરી એમની ચેમ્બર માંથી બહાર નીકળી..! શર્વરીને સમજણના પડી કે સિલ્વારાજ કેમ આ રીતે બોલ્યા અને હસ્યા.. સિલ્વારાજ સમજી ગયા હતા કે દિનેશ પારેખ જ ઈચ્છે છે કે એ એને ફોન કરે અને ડાયેનાની ભલામણ કરે જેથી એની અને ડાયેના વચ્ચેનું આવેલું અંતર ઓછું થાય અને ભવિષ્યમાં ડાયેના સાથે કામ કરવા તૈયાર રેહવાનુ આ આડકતરું સુચન હતું દિનેશ પારેખનું સિલ્વારાજને..
આજે શર્વરીના જીવનનો સૌથી વધારે ખુશીનો દિવસ હતો સીડીઆઈસીની ડાયરેક્ટર થઇ હતી શર્વરી..લીફ્ટમાં એણે વિચાર્યું કોને સૌથી પેહલા આ ખુશીની વાત કરું?એક પછી એક ચેહરા સામે આવ્યા ઇશાન ,ચિરાગ ,મમ્મી ,પપ્પા ,ભાઈ ,સાસુ ,સસરા ના કોઈ જ નહિ ભરી દુનિયામાં શર્વરીને કોઈ જ એવો ચેહરો ના દેખાયો કે જેની સાથે એ પોતાની આ આટલી મોટી ખુશી વેહચી શકે..છેક છેલ્લે એને એનો હસબંડ પીયુષ યાદ આવ્યો અને એણે લીફ્ટની બહાર નીકળી પીયુષને ફોન કર્યો ..હલો પીયુષ મને આજે પ્રમોશન મળ્યુ છે હું મારી બેંકમાં ડાયરેક્ટર થઇ ગઈ, સામેથી પીયુષ બોલ્યો એમ બહુ સારું કેહવાય કેટલો પગાર વધશે ? શર્વરી આંખ ભરાઈ આવી અને બોલી બહુ બધો પીયુષ, એટલુ બોલી ને એણે ફોન કાપી નાખ્યો..!!
કલાક એક માં સીડીઆઈસીના એચ.આર. ડીપાર્ટમેન્ટ માંથી શર્વરી પર ફોન આવી ગયો હતો.. મેમ તમને એક મર્સિડીઝ કાર શોફર સાથે મોકલવાની કહી છે સિલ્વારાજ સરે, અને એઝ અ ડાયરેક્ટર એ કાર અને શોફર તમારી સાથે કાયમ રેહશે અને તમને એક પર્સનલ સેક્રેટરી આપવામાં આવે છે ,પેડર રોડ પર એક ફ્લેટ અને બીજા તમારા પર્કસ મેં તમને મેઈલ કર્યા છે, CONT..156