Page:-158
શર્વરી બોલી જીજુ મને તો સમજાતુ નથી કે આ પર્સી અને એના માંબાપની વચ્ચે શું ચાલી રહ્યું છે ? મિલન બોલ્યો કેમ તે શું ઓબ્ઝર્વ કર્યું ? કઈ ખાસ નહિ પણ પેલા દિવસે હોસ્પિટલમાં પાંચ દસ મિનીટ આવી અને જહાંગીર કાવસજી અને મેહરાન ખંભાતા નીકળી ગયા અને પછી પર્સી તો મારી આગળ બહુ જ રડ્યો ,એને એવું જ લાગે છે કે એના માંબાપ એને પ્રેમ નથી કરતા ,મિલન સેહજ હસ્યો ..બીજું શું ઓબ્ઝર્વ કર્યું તે? બીજામાં તો પર્સીને ગળા સુધીની ખાતરી છે કે આ એક લાખની ગાડીવાળો આણંદનો પ્રોજેક્ટ ફેઈલ જશે અને કાયા ઓટોમોટીવને જબરજસ્ત નુકસાન જવાનુ છે..મિલન બોલ્યો એ વાત તો એની સો ટકા સાચી છે, પણ એના બાપને ખબર પડવી જોઈએ ને છેક જર્મનીના ઓટો શોમાં જઈને થ્રી થાઉઝંડ ડોલર કાર કરીને ગાડીની અને દેશની આબરૂ ઓછી કરીને આવ્યા છે જહાંગીર કાવસજી..ત્યાં સ્વાતિ કમરામાં આવી અને બોલી ચાલો ડીનર ઈઝ રેડી..ચલ શર્વરી..ત્રણે જણા ડાઈનીગ ટેબલ પર ગોઠવાયા ..શુદ્ધ ગુજરાતી જમવાનુ હતુ શર્વરી ખુશ ખુશ થઈ ગઈ,દીદી કેટલા દિવસે મને ડીનરના ટાઈમે ડીનર મળ્યું છે અને એ પણ આ ગુજરાતી દાળ ભાત શાક..!! સ્વાતિએ હસીને કીધુ હાઉસ વાઈફનો આ તો ફાયદો છે..તારા ઘરે બધુ કોણ મેનેજ કરે છે ?શર્વરી બોલી મારા સાસુ છે અને એ હજી કડેધડે છે ,એટલે મારે કોઈ પ્રોબ્લેમ નથી,ખરુ કહુ ને તો દીદી મારા ઇન લોઝ ના હોય તો મારાથી આ જોબ ના થાય આજે હું વિચારતી હતી કે હું સીડીઆઈસીની ડાયરેક્ટર થઇ એની ક્રેડીટ મારે કોને આપવી જોઈએ ..પણ તમે મને જવાબ શોધી આપ્યો.. મારા ઇન લોઝને એ ક્રેડીટ જાય છે,જેમણે મને બધી જ રીત ની ફ્રીડમ આપી છે..અને હું એક મેઈલ(પુરુષ) કરે એના કરતા વધારે સમય કામ કરી શકુ છુ.. મિલન બોલ્યો એ વાત તો સાચી છે સ્વાતિ, શર્વરીની કામ કરવાની કેપેસીટી બહુ જ છે,દિવસના ચોવીસે કલાક એ થાક્યા વિના કામ કરી શકે છે, જો કે તમારા અમદાવાદની બધી છોકરીઓમાં મેં એ કેપેસીટી જોઈ છે,સ્વાતિએ સેહજ ત્રાંસી નજરે મિલન સામે જોયુ શર્વરી એ જોઈ ને સેહજ હસી મિલન બોલ્યો સાચુ કહુ છું સ્વાતી..તું પણ આપણે યુએસમાં હતા ત્યારે કેટલુ કામ કરતી હતી,હું ભણતો હતો અને તું જોબ કરતી છોકરા સાચવતી અને ઘર સંભાળતી, એટલુ બોલીને મિલન લાગણીશીલ થઇ ગયો, સ્વાતિએ જમતા જમતા મિલનના ખભા પર હાથ મૂકીને કીધું આઈ લવ યુ એન્ડ ટ્રસ્ટ યુ મિલન..! શર્વરી એ બંને વચ્ચેની કેમેસ્ટ્રીને જોઈ રહી અને ઈર્ષા આવી ગઈ કે મને પણ આવો કોઈક પેહલા મળ્યો હોત તો મારી જીંદગી..! CONT..159