Page:-169
પર્સી બોલ્યો..તે એને આ વાત ના કહી અને એનો સ્ટ્રેસ ડબલ કરી નાખ્યો.. જા મનાવી લે હવે અને માફી માંગી લે..ઇશાન ભોળા ચેહરે બોલ્યો પણ એ તો મારે છે મને..પાછળથી શર્વરી રૂમમાં એન્ટર થઇ અને બોલી શું ટેન્શન લેવા ત્યાં જ્યોર્જિયા ગયો હતો? અને બીજું કેટલુ જુઠ્ઠુ બોલ્યો છે તું મારી સાથે હજી? જામનગરથી જ્યોર્જીયા ગયો હતો?કે પછી જામનગર ગયો જ નથી? શર્વરીએ ઇશાન પર એક પછી એક સવાલો નાખી દીધા.. ઇશાન બોલ્યો હવે તું મને મારવાની ના હોય તો હું તારા બધા સવાલો નો જવાબ આપુ..શર્વરી બોલી..બોલવુ હોય તો બોલ ઇશાન, નહિ તો મારે કઈ જાણવુ નથી..ઇશાન બોલ્યો..સરૂ હું જામનગર ગયો હતો..પણ મારો પાસપોર્ટ લેવા અને ત્યાંથી સીધો અમદાવાદ પાછો આવ્યો અને પછી રશિયા અને ત્યાંથી હું જ્યોર્જીયા ગયો હતો..અને આ મારું જ્યોર્જીયાનું પ્લાનીગ પેહલાથી જ કરેલુ હતુ પણ એક્સીડેન્ટ થયો પછી પર્સી તો બોલી શકે એવી હાલતમાં નોહતો અને તું એની પાછળ બધી દોડાદોડીમાં હતી એટલે હું તને કીધા વિના નીકળી ગયો..
શર્વરીનું મગજ ફરતુ જતું હતું અસ્સલ કાઠીયાવાડીમાં શર્વરીએ બુમ મારી પણ તું ત્યાં શું કરવા ગુડાણો હતો એ ફાટને મોઢામાંથી, પર્સી એક પણ શબ્દ સમજીના શક્યો.. ઇશાન બોલ્યો તારા માટે..શર્વરી બોલી મારા માટે અને એ પણ છેક જયોર્જિયા? ઇશાન દયામણું મોઢું કરીને બોલ્યો હા સરૂ તું મારી સાથે લગ્ન કરે પછી આ દેશમાં તો આપણ ને કોઈ શાંતિથી જીવવા દેશે નહિ,તારી અને મારી વચ્ચે દસ વર્ષનો ઉમરનો ફર્ક છે,હું દસ વર્ષ તારાથી નાનો છું,કદાચ તું મારા કરતા દસ વર્ષ નાની હોત તો આપણો સમાજ તને સ્વીકારી લેત, મારે તો આગળ કે પાછળ કોઈ નથી પણ તારે તો તારો આખો સમાજ છે, તારા માબાપ,ભાઈ અને બીજા ઘણા બધા છે,આપણે લગ્ન કરીને સીધા જ્યોર્જીયા જતા રહીશું, અત્યારે જ્યોર્જીયામાં એક સ્કીમ ચાલે છે કોઈપણ વ્યક્તિ એક લાખ ડોલર ઇન્વેસ્ટ કરે તો એને અને એના ફેમીલીને જ્યોર્જિયન ગવર્મેન્ટ એમને ત્યાંના પરમેનેન્ટ રેસીડેન્ટ બનવા દે છે,અને પાંચ વર્ષ પછી જ્યોર્જીયાની સીટીઝનશીપ પણ આપે છે, હું ત્યાના ગવર્મેન્ટ ઓફીશીયલસ ને મળીને આવ્યો છું.. મારી પાસે મારા કમાયેલા ત્રીસ લાખ રૂપિયા ભેગા થઇ ગયા છે અને બીજા ત્રીસ લાખ લગભગ આ વર્ષમાં થઇ જશે પછી આપણે બંને લગ્ન કરીને સીધા જ્યોર્જીયા..!
શર્વરીને ઇશાનનો ખુલાસો કઈ ગળે ઉતર્યો નહિ પણ એને લાગ્યુ કે આને અત્યારે અહી જ છોડી દઉં પછી વાત..શર્વરી બોલી વાહ વાહ બહુ સરસ તે તારી જાતે બધું નક્કી કરી લીધું એમ? ઇશાન બોલ્યો હા સરૂ..
Cycle meeting/Page-169/શૈશવ વોરા www.shaishavvora.com