Page:-178
શર્વરી એના બેડરૂમમાં ટીવી ચાલુ કરીને બેઠી,એક ફાઈનાન્સનો ટોક શો ચાલતો હતો..એન્કર અને મેહમાન કાયા ગ્રુપ્સના ફાયનાન્સની ચર્ચા કરતા હતા, અને વચ્ચે ફ્લેશ ન્યુઝ ઝબકતા હતા.. જહાંગીર કાવસજીની તબિયત સ્ટેબલ છે..!!
શર્વરીને તરત જ ઝબકારો થયો..જહાંગીર કાવસજીના હાર્ટએટેકના સમાચાર આવ્યા હશે એટલે સીડીઆઈસી અને ત્રીમ્પોલી બંનેના ડીસીશન મેકર્સ ભેગા થયા હતા કે શું ? શર્વરીએ તરત જ ઇશાનને ફોન લગાડ્યો.. ઇશાન મને એક વાતનો જવાબ આપ તો જહાંગીર કાવસજીને કેટલા વાગ્યે હાર્ટએટેક આવ્યો? ઇશાન બોલ્યો લગભગ બપોરના અગિયાર વાગ્યે, મેં તને ફોન તરત જ કર્યો હતો પણ તારો ફોન સ્વીચ ઓફ હતો શર્વરી બોલી હા હું ફ્લાઈટમાં હતી..શર્વરીને અંદાજ આવી ગયો..એ સમજી ગઈ કે જહાંગીર કાવસજી કદાચ મરી ચુક્યા છે, અને જહાંગીર કાવસજી પછીનો કાયા ઓટોમોટીવનો શું સિનારિયો થશે એ માટે બે કટ્ટર દુશ્મનો સીડીઆઈસીનો જયેશ પારેખ અને ડાયેના અને ત્રીમ્પોલીનો ચિરાગ અને મિસ્ટર ચડ્ડા ભેગા થયા હશે દિલ્લીમાં..પણ તો પછી એવું શું થયું કે જયેશ પારેખને સિલ્વારાજે ડાયેના થકી મરાવી નાખ્યો..? શર્વરીએ આગળ વિચાર્યું તો પછી સિલ્વારાજ કોનો માણસ..? એને યાદ આવ્યું કે પર્સી બોલી ગયો હતો કે પેલા મરાઠા પોલીટીશિયનનો સિલ્વારાજ સાળો થાય અને જયેશ પારેખને સીડીઆઈસીના રૂપિયા બ્રાઝીલ ઇન્વેસ્ટ કરાવવા હતા પણ મરાઠા પોલીટીશિયન ને એ મંજુર નોહતુ..! સિલ્વારાજને માટે હજી શર્વરીનું મન માનતુ નોહતુ..રહી રહીને એક વિચારે એ અટકી જતી હતી સિલ્વારાજ આવું કરે..? ના એમની પર્સનાલીટી કોઈ પણ જાતના ક્રાઈમમાં ભાગીદાર થાય એવી છે જ નહિ,તો પછી ડાયેના જુઠ્ઠું બોલી ગઈ મારી આગળ..?પણ છેવટે તો સિલ્વારાજ રાજકારણીનો સાળો છે , શક્ય છે કદાચ..! શર્વરીને એક પછી એક વિચારો આવતા જતા હતા અને એ પોતાની થીયરી ડેવલોપ કરતી જતી હતી.. એટલે કદાચ એ પોલીટીશિયને જ જયેશ પારેખ ને પતાવી દીધો,પણ ડાયેનાએ શા માટે એ પોલીટીશિયનનું કીધું કરવુ પડે? ડાયેના તો પોતાની મરજીની માલિક હતી ,એ તો વારે વારે એક જ વાત વાત કરતી હતી કે મને આ બધામાંથી છૂટવું છે.. ડાયેના મુંબઈમાં પેલી ઈરાની કાફેમાં એમ કેમ બોલી હતી કે મારી પાછળ કોઈ આવી રહ્યું છે? અને આમ તો ડાયેના પોતના મરવાની વાતો કરતી હોય છે ,પણ અચાનક જ એણે જયેશ પારેખને કેમ મારી નાખ્યો? અને એ જયેશ પારેખને ઝેર આપીને સીધી મારા રૂમમાં કેમ આવી? મારી આગળ શા માટે એણે કબુલાત કરી..? કબુલાત કરવાની શું જરૂર હતી..? CONT..179
Cycle meeting/Page-178/શૈશવ વોરા www.shaishavvora.com