Page:-182
શર્વરી બોલી થેંક્યું સો મચ જીજુ.. શર્વરી રીલેક્સ થઇને અમદાવાદ આવી અને આણંદમાં મિલન દવે ટેન્શનમાં આવી ગયો એ જાણીને કે જયેશ પારેખ કુદરતી મોટે નથી મર્યો, શર્વરીને કેહતા તો કહી દીધું કે એવું કોઈ ઝેર નથી આવતું કે જે બાર કલાક પછી કોઈને મારે, પણ હકીકત એ છે કે જેવું ઇચ્છો એવા ઝેર મળે છે..બાર કલાક નહિ ચોવીસ કલાક પછી પણ મારે અને ડોકટર તો છોડો ભગવાનને પણ અણસારો ના આવે એવા એવા ઝેર દુનિયામાં પડ્યા છે..મિલન આગળ વિચારતો ગયો આ લડાઈ હવે બહુ મોટી થઇ ગઈ લાગે છે એકબીજાના જીવ લેવા સુધીની લડાઈ થઇ ગઈ છે,જયેશ પારેખને સિલ્વારાજ, દિનેશ પારેખ અને રાજકારણી મરાઠા ક્ષત્રપ બધાએ જ ભેગા બેસી અને ડીસીશન લઇને માર્યો હશે..?તો પછી જહાંગીર કાવસજી અત્યારે જે હાલતમાં છે એ પણ કોઈની પ્લાન કરેલી સિચ્યુએશન તો નહિ હોય? મિલનનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું..અને કોઈક નિર્ણય પર આવી ગયો..
મિલનમાં સાચા સમયે સાચો નિર્ણય લેવાની એક ગજબ તાકાત હતી અને એની એ જ તાકાતની જોરે એ આટલો આગળ આવ્યો હતો..
બીજે દિવસે વેહલી સવારે શર્વરી સિલ્કની સફેદ સોનેરી કોરવાળી સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પેહરી અને અમદાવાદ એરપોર્ટ પર પોહચી ત્યાં મિલન પણ આવ્યો સાથે ચેક ઇન થયુ.. અમદાવાદની મોટી મોટી કોર્પોરેટ્સ હસ્તીઓ એ જ ફ્લાઈટમાં મુંબઈ જઈ રહી હતી, લગભગ એશી ટકા લોકો જયેશ પારેખના બેસણામાં હાજરી પુરાવવા મુંબઈ જઈ રહ્યા હતા અને એરપોર્ટની લોન્જમાં બેઠા બેઠા અમદાવાદના કોર્પોરેટ્સ શર્વરી અને મિલનને જોયા કરતા હતા..
એરપોર્ટ લોન્જમાં મિલન શર્વરી સાથે ધીમા અવાજે વાતોએ વળગ્યો શું થયું ગીફ્ટ સીટીનું ?શર્વરી બોલી જીજુ કઈ આગળ નથી વધ્યુ હું આ બધામાંથી ઉંચી જ નથી આવતી.મિલન બોલ્યો ઝડપથી કર હવે એટલે રીનાને અમેરિકાથી બોલાવીને એમઓયુ કરાવી દેવાય, મોરેશીયશના એકાઉન્ટસ ઉપર પણ ધોંસ વધતી જાય છે એટલે બને એટલા ઝડપથી એ એકાઉન્ટ બંધ કરવું પડશે તું હવે એકદમ સ્પીડ રાખજે..સમય બહુ જ ઓછો છે..શર્વરી બોલી હા જીજુ નેક્સ્ટ વિકમાં આખો સમય અમદાવાદમાં જ રહીને હું કામ પૂરું કરી નાખીશ..સવારના સાત વાગ્યા હતા અને ઇશાનનો વોટ્સ એપ આવ્યો..તું મુંબઈ આવવા ની છે? શર્વરીએ ઇગ્નોર કર્યો એ મેસેજને કોઈ જવાબ જ ના આપ્યો, શર્વરી મિલન જોડે વાતો કરતી રહી એરક્રાફ્ટમાં પણ..મિલનની સાથે બેસીને શર્વરીને થોડું સેઈફ ફિલ થતુ હતુ,છેવટે મુંબઈ એરપોર્ટથી મિલન અને શર્વરી છુટા પડ્યા, CONT..183
Cycle meeting/Page-182/શૈશવ વોરા www.shaishavvora.com