Page:-189
પરિસ્થિતિ ખુબ ગંભીર છે તમારે મને કાલ સવાર સુધીમાં હા કે ના નો જવાબ આપવાનો છે..તમારી હા કે ના ઉપર મારે આગળ તરત જ નિર્ણય લેવો પડશે..શર્વરી બોલી સારું સર હું તમને જણાવું..એટલુ બોલી અને શર્વરી સિલ્વારાજની ચેમ્બરમાંથી બહાર નીકળી ગઈ, શર્વરીના મોઢા પરનો ભાર જોઈને ઇશાને પૂછ્યુ શું વાત છે સરૂ..? શર્વરીએ સેહજ સત્તાવહી અને ઊંચા અવાજે પૂછ્યું પર્સી ક્યાં છે..? ઇશાન બોલ્યો મને નથી ખબર.. ફોન લગાડ એને.. ઈશાને શર્વરીના આદેશનો અમલ કર્યો.. પર્સી સરૂને તારી સાથે વાત કરવી છે.. શર્વરી એ ઇશાનના હાથમાંથી ફોન ખેંચી લીધો અને બોલી પર્સી અરજન્ટલી તને મળવું છે મારે.. શર્વરીનો બોલવાનો ટોન પર્સી સમજી ગયો અને બોલ્યો કાયા મેન્શન આવી જાવ.શર્વરીએ ફોન કાપી નાખ્યો અને ઇશાનને કીધું કાયા મેન્શન લઇ લે.. ઇશાન ચુપચાપ ગાડી હંકારવા લાગ્યો..નરીમાન પોઈન્ટથી વાલકેશ્વર…”કાયા મેન્શન” આખી મુંબઈ જેને બહારથી જોઈને આહો ભરવા લાગતી અને ખાલી જોવા માટે જ આ બંગલાની અંદર જવા મળે તો પણ જીવન ધન્ય ધન્ય થઇ જાય એવું લગભગ મુંબઈનો દર બીજો માણસ વિચારતો હતો.. અંગ્રેજોના જમાનાથી વાલકેશ્વરમાં ખંભાતાઓની મેહનતથી કમાયેલા રૂપિયા કાયા મેન્શનમાં આવી ને રાત રોકાતા અને પછી આગળ વધતા, રૂપિયો રૂપિયાને ખેંચે એ નિયમે પર્સી ખંભાતાના બાપદાદાઓ એ કમાયેલા રૂપિયા હિન્દુસ્તાનમાંથી બીજા રૂપિયાને ખેંચી ખેંચીને કાયા મેન્શનમાં લેતા આવતા હતા..ધન અને ઐશ્વર્યની છોળો ઉડતી હતી કાયા મેન્શનમાં ..કદાચ પેહલી વાર કાયા મેન્શનનો દરવાજો ફક્ત પાચ લાખ રૂપિયાવાળી ગાડીમાટે ખુલ્યો જેમાં ઇશાન અને શર્વરી બેઠા હતા.. એક એસ્કોર્ટ આવી અને શર્વરી અને ઇશાનને કાયા મેન્શનના અંદરના ભાગ સુધી દોરી ગયો..એક મોટા હોલમાં આવીને ઉભા બંને જણા, શર્વરીને થોડુ જાણીતુ હોય એવુ લાગ્યુ, ઇશાન બોલ્યો આ તો બધુ પેલી ગેટ વે ઓફ ઇન્ડિયાવાળી હોટેલ જેવું છે શર્વરી બોલી હા એની માલિકી પણ કાયા ગ્રુપ્સની જ છે..શર્વરીને ગેડ બેસી ગઈ કે એટલે મને આ બધું જાણીતુ લાગે છે ઇન્ટીરીયર એકદમ સરખું જ છે, પણ શર્વરીનું મન બીજે ક્યાંક જ હતું ,હજી એ નક્કી નોહતી કરી શકતી કે પર્સી આગળ શું બોલવુ.. અચાનક મુંબઈમાં ડાયેના મળી ગઈ અને પછી શર્વરી ચકડોળે ચડી ગઈ.એક વ્હીલચેરમાં પર્સીને લાવવામાં આવ્યો પર્સીએ વ્હીલચેર એક કમરામાં લેવાનું કીધું જ્યાં ઓફીસ જેવુ હતુ, એ કમરામાં પર્સી, શર્વરી અને ઇશાન બેઠા દરવાજો બંધ થયો પર્સી થોડો ભારમાં હતો એ બોલ્યો બોલ સરૂ શું થયુ..?શર્વરી બોલી મારે તારી સાથે એકલામાં વાત કરવી છે, CONT..190
Cycle meeting/Page-189/શૈશવ વોરા www.shaishavvora.com