Page:-191
ઇશાન બહાર ગયો અને ઝડપથી પાછો આવ્યો તારી બુદ્ધિ ફરી ગઈ છે એ ત્યાં પાર્કિંગના રૂપિયા લે છે અને એ આજે નહિ દસ વર્ષથી રોજ અહિયા જ ઉભો હોય છે.. નકામો નકામો તું મને માર ખવડાવત..શર્વરીને એક ડાઉટ ક્લીયર થયો કે ડાયેના જુઠ્ઠી છે, હવે એ કેટલા મારી પાસે કેટલા જુઠાણા બોલી એ શોધવુ પડશે.. શર્વરીને થોડી હાશ થઇ કે ડાયેના જે બોલે છે એ બધું સાચું નથી..!
કોફી પી અને શર્વરી અને ઇશાન બંને જણા જયેશ પારેખના બેસણામાં ગયા,આખા હિન્દુસ્તાનનું કોર્પોરેટ જગત ત્યાં હાજર હતું,બેસણામાં દરેક માણસ પોતાની પોઝીશન લઇને બેઠા હતા.. લકઝૂરીયસ ગાડીઓની સતત અવારજવર ચાલુ હતી, શર્વરી સીડીઆઈસીના સ્ટાફ માટે રીઝર્વ રખાયેલી જગ્યા પર બેઠી હતી..ચિરાગ અને મિસ્ટર ચડ્ડા આવ્યા શર્વરીની નજર એકદમ જ સ્થિર થઇ ગઈ અને મનમાં વિચાર ઝબકયો.. એણે ત્યાં બેસણા માં બેઠા બેઠા ચિરાગને વોટ્સ એપ કર્યો દિલ્લીની પેન્ડીંગ ડેટ આજે..? ચિરાગ એ સામો મેસેજ મોકલ્યો તારો પેટ (પાળેલો )? ચિરાગનો ઈશારો ઇશાન તરફ હતો..શર્વરી એ જવાબ આપ્યો એ મારો પેટ (પાળેલો) છે, હું એની પેટ (પાળેલી )નથી..યસ ઓર નો ?ચિરાગ બોલ્યો ઓલ્વેઝ યસ ફોર યુ.. શર્વરી એ મેસેજ મોકલ્યો ચઢ્ઢાને છૂટો મૂકજે અહીંથી જ સાથે જઈશું..ચિરાગે ઓકે નો મેસેજ મોકલ્યો ..
બેસણું પતવા આવ્યુ શર્વરીએ ઇશાનને કીધું મારી પાસે તારા ફ્લેટની ચાવી છે હું ચિરાગ સાથે છું અને બે ચાર કલાકમાં આવું છું,ઇશાને પેહલા ના પાડી પણ શર્વરીએ કહી દીધું ઇન્ફોર્મ કરું છું તને ઇશાન પરમીશન નથી માંગતી.. આટલું કહીને શર્વરી ચિરાગ જોડે નીકળી ગઈ.. ચિરાગની એક ભાડે કરેલી BMW માં બંને જણા પાછલી સીટમાં ગોઠવાયા..શર્વરી મૂંઝાયેલી ચુપચાપ બેઠી રહી..છેક ચિરાગની હોટલ સુધી એકપણ શબ્દની બંને વચ્ચે આપ લે ના થઇ..ચિરાગ અને શર્વરી હોટેલની રૂમમાં ગયા બારીની બહાર અંધારુ થયુ હતુ.. ચિરાગે એક દારૂ ની બોટલ કાઢી અને બે પેગ બનાવ્યા શર્વરી જોતી રહી ચિરાગે રાહ જોઈ પણ શર્વરીએ હાથ ના અડાડ્યો.. ચિરાગે એક ગ્લાસ હાથમાં લીધો અને શર્વરીને આપ્યો શર્વરી દોડી અને ટેબલ પાસે ગઈ અને બીજો ગ્લાસ હતો એ લઇ લીધો.. ચિરાગ એનું આવું વર્તન જોઈ રહ્યો..અને બોલ્યો શું ફર્ક પડ્યો આ ગ્લાસ અને આ ગ્લાસમાં. શર્વરી બોલી મારે જીવવું છે ચિરાગ..ચિરાગ ગુસ્સાથી બોલ્યો મારે તને મારી ને શું લેવાનું છે ? શર્વરી બોલી એ તો તું જાણે પણ જયેશ પારેખને મારીને તને શું મળ્યું ?ચિરાગ બોલ્યો શર્વરી બકવાસ બંધ કર જયેશ નેચરલ ડેથથી મર્યો છે.. CONT..192
Cycle meeting/Page-191/શૈશવ વોરા www.shaishavvora.com