Page:-195
ધ્રુજતા ધ્રુજતા ઈશાને ગાડી ચાલુ કરી અને દાદર આવ્યો ત્યાંથી હિન્દુજા હોસ્પિટલ પોહચ્યો, શર્વરી અને ચિરાગે હોશમાં આવી ગયા હતા અને બંને જણાએ પોતાની ઓળખાણ પોલીસમાં આપી દીધી હતી,એક બહુ જ હાઈ પ્રોફાઈલ કેસ થઇ ગયો હતો..
પેહલી જ વાર મુંબઈમાં કોઈ બેંકનાં ડાયરેક્ટર પર આવી રીતે જાન લેવા હુમલો થયો હતો..મીડિયાની ઓબી વાનનો જમઘટ જામી ગયો હતો હિન્દુજા હોસ્પિટલની બહાર..દરેક પત્રકાર શર્વરી અને ચિરાગના ભૂતકાળની ડીટેઇલ કાઢવામાં લાગી ગયો હતો, ગાડી ચિરાગના નામ પર બુક થયેલી હતી એટલે પત્રકારોએ નક્કી કરી લીધું કે હુમલો ત્રીમ્પોલી ફાયનાન્સ ના મેનેજીંગ ડાયરેક્ટર ઉપર થયો હતો, અને પોલીસે પણ એ જ થીયરી પકડી અને આગળ શોધખોળ ચાલુ કરી, શર્વરી અને ચિરાગ બંને જણાને સાધારણ ઈજા થઇ હતી અને બંને મુંબઈ પોલીસન બે જવાનો નાપ્રોટેક્શનમાં આવી ગયા હતા અને એક રીતે એમની જીંદગી પર નું જોખમ ઓછું થઇ ગયુ હતુ..
ચિરાગે પણ પોલીસને એ જ દિશામાં બયાનો આપી અને વાત વાળી લીધી ,શર્વરીનું આખા કેસમાં લગભગ ક્યાય નામ ના આવે એની ચિરાગે તકેદારી રાખી..
ઇશાન હાફળો ફાફળો પોહ્ચ્યો હિન્દુજા હોસ્પિટલ શર્વરીને બાઝી પડ્યો..લગભગ રડવા જેવો થઈને બોલ્યો આ શું થવા બેઠુ છે સરૂ આપણી જોડે પેહલા મારો એક્સીડેન્ટ અને હવે તારો..ઇશાનને આવેલો જોઇને ચિરાગે કીધું તું સરૂ પાસે રહે હવે હું પોલીસના બીજા બધા કામ પતાવી અને આવું છું,ઇશાન અને શર્વરી હિન્દુજા હોસ્પિટલના છઠ્ઠે માળના રૂમમાં એકલા પડ્યા,રૂમની બહાર બે મુંબઈ પોલીસના બે જવાન બેઠા હતા, શર્વરી લગભગ સુધબુધ ખોઈ બેઠી હતી,શર્વરીને એટલી જ ખબર પડી હતી કે ડાયેના ચોક્કસ એના જીવની પાછળ પડી છે ,પણ શા માટે એનો જવાબ એને મળતો નોહતો,ઇશાનએ સુનમુન થઇ ગયેલી શર્વરીને એકદમ હળવેથી હલાવી અને ધીમેથી બોલ્યો સરૂ સરૂ.. આ બધું શું છે ?કોણ તારી પાછળ પડ્યું છે..? તું છેલ્લા બે દિવસથી આમ તેમ કેમ ફરે છે..? તું કહ્યા કરતી હતી કે કઈ થાય તો કાયા મેન્શનમાં જતો રેહજે ,આ બધું શું છે ? શર્વરી બોલી મારો સામાન ક્યાં છે ઇશાન ? ઇશાનએ જવાબ આપ્યો નીચે ગાડીમાં.. શર્વરીએ કીધું જા નીચેથી મારી બેગ લાવ..ઈશાને કીધું ના હું તને હવે એક સેકન્ડ પણ એકલી નહિ છોડુ..શર્વરીએ કીધું જા ઇશાન પેલી શીશી એ બેગમાં છે એને ફેંકી દે પકાડશે તો તકલીફ વધશે તું એને ડીસટ્રોય કરી નાખ.. CONT..196
Cycle meeting/Page-195/શૈશવ વોરા www.shaishavvora.com