Page:-20
શર્વરી કશું બોલી નહિ ડાયના શર્વરીના ભાવ શૂન્ય ચેહરાને જોતી રહી..સચિન સિલ્વારાજ સરની રૂમ કી ના વહીવટમાં ફરતો રહ્યો..બપોરના ટી બ્રેક પછી સચિન નું પ્રેઝન્ટેશન ડાયના રોચા , મિસ્ટર ચઢ્ઢા અને સિલ્વારાજ સરએ લીધું જબરજસ્ત લો પરફોર્મન્સ અને પોતાની ટીમમાં ઇશાન અને શર્વરી જેવા હોનહાર માણસો હોવા છતાં લો પરફોર્મન્સ માટે એને ફટકાર પડી ત્રણે ત્રણ સુપર બોસ તરફથી..ડાયના રોચા અને મિસ્ટર ચઢ્ઢા એ કોઈ જ મદદના કરી સચિનને..સચિનને પોતાની નોકરી ખતરામાં લાગી ..
રાત્રે કોકટેલ વખતે રાજકોટ અને બરોડાવાળા ઇશાનને હોસ્પિટલથી લઇ અને પાછા આવ્યા હોટેલ પર આવ્યા શર્વરીએ ઇશાનને પોતાના રૂમમાં શિફ્ટ કરાવ્યો અને કારણ આપ્યું કે તમે લોકો ડ્રીન્કસ લેશો પછી ઇશાનને કઈ વસ્તુની જરૂર પડે તો કોણ સાચવશે અને એ લોજીક બધાને ગળે ઉતરી ગયું..કોકટેલ પાર્ટીમાં સચિન શર્વરી પાસે આવ્યો અને ધીમેથી શર્વરીના કાનમાં બોલ્યો સિલ્વરાજની રૂમ કી મળતી નથી તું ડાયરેક એપ્રોચ કર..શર્વરી હાલી નહિ સચિને સેહજ ઊંચા અવાજે કીધું જસ્ટ ગો શર્વરી .. શર્વરી કમને સિલ્વારાજ સર પાસે ગઈ હાય હેલો કર્યું ..થોડી આમતેમ વાતો કરી શર્વરી અને સિલ્વારાજએ . શર્વરીએ કીધું સર હેવ યુ એક્સ્ટ્રા રૂમ કી ..? અડસઠ વર્ષના સિલ્વારાજ સર સેહજ હસીને બોલ્યા.. નો યંગ લેડી બટ લેટ્સ ગો ટુ યોર રૂમ આઈ વોન્ટ ટુ સી ધેટ પુઅર બોય ઇશાન ..ચાલો હમ સાથમે જાતે હૈ..આપ કે રૂમ મેં ઇશાન સે મિલને ..
શર્વરીને છૂટકો નોહતો હા પડ્યા સિવાય અને ક્યાંક એને થયું હાશ હું બચી ગઈ ,ગઈકાલની ઇશાન સાથેની વાતો પછી શર્વરીને ક્યાંક એવું લાગવા માંડ્યું હતું કે જે કઈ થઇ રહ્યું છે એ ખોટું છે..
સિલ્વારાજ સર અને શર્વરી બંને પાર્ટી છોડીને બહાર ગયા ,એ બંને ને એકલા જતા જોઈને ડાયના રોચા અને મિસ્ટર ચઢ્ઢાના પેટમાં ફાળ પડી અને સચિન ખુશ થયો કે હું બચી ગયો પણ વાત આખી કૈક જુદી જ હતી…આખી સીડીઆઈસી બેંક નું કલ્ચર અને ભવિષ્ય બદલાવવાનું હતું ..
શર્વરી અને એની જોડે સિલ્વરાજ સર ને આવેલા જોઇને ઇશાન બેઠો થવા ગયો,સિલ્વરાજ સર એ કીધું લેટે રહો બેટા આરામ સે ..એટલું કહીને એ ઇશાનના માથા પાસે પડેલી ખુરશી પર બેઠા..
શર્વરીએ ઇશાન માટે આવેલું ડીનર ખોલ્યું અને બોલી હેવ સમથિંગ ઇશાન ,ડોકટરે તને ખાસ જમવાનું કીધું છે ઈશાને માથું હલાવીને ના પાડી, શર્વરી બોલી નહિ ચાલે ઇશાન ખાવું તો પડશે જ..CONT..21