Page:-22
સિલ્વારાજ બોલતા હતા ત્યાં શર્વરીની આંખમાં પાણી આવી ગયા એટલે સિલ્વારાજ સર બોલ્યા શર્વરી એક વાત યાદ રાખ પુરુષ જયારે રડેને ત્યારે એના આંસુઓથી આખો ધોવાઈને ટ્રાન્સપેરન્ટ થઇ જાય છે,રડતા પુરુષની આંખમાં જો આંખ નાખીને જુવો ને તો એ આખે આખો જેવો છે એવો દેખાઈ જાય ..
અને સ્ત્રી જયારે રડે ને ત્યારે એના આંસુઓથી એ આખી ખારી થઇ જાય છે ,રડતી સ્ત્રીની આંખમાં ખાલી ને ખાલી દુઃખ અને એની જિંદગીના મેલ સિવાય બીજું કઈ જ ના જોવા મળે ..
ડાયનાએ કરેલા મોલેસ્ટેશન પછી રડતા ઇશાનની આંખમાં મને સચ્ચાઈ દેખાઈ અને અત્યારે તારી આંખમાં મને તારી લાઈફના પાપ દેખાય છે શર્વરી કેમ કરે છે આ બધું તું ? તને કોણે કીધું છે આ બધું કરવાનું..?
કોણ કહે છે તમને આ એકબીજાને હેપી કરવાનું ..? કોણે બગાડ્યું છે આપણી સીડીઆઈસી બેંક નું આ કલ્ચર બોલ શર્વરી બોલ ..શેને માટે તમે લોકો આ બધું કરો છો ?
પૈસા અને પોઝીશન માટે તમે આ બધું કરો છો.? તું સચિન ,ડાયના ,ચઢ્ઢા …બીજા કેટલા લોકો છે.?શર્વરી તારી પાસે ચાન્સ છે હજી જે હોય તે સાચું બોલ..
શર્વરી કઈ બોલી નહિ .. શર્વરી હું તને ફાયર કરીશ ,તારી નોકરીમાંથી હું તને કાઢી મુકીશ..
પણ શર્વરી ઉપર કોઈ જ અસરના થઇ સિલ્વારાજ સરની ધમકીની ..
આ બધું ચુપચાપ સંભાળતો ઇશાન બોલ્યો સિલ્વારાજ સર તમે એમને ફાયર કરો કે નહિ પણ હું તો ચોક્કસ રીઝાઈન કરું છું, મારે આવી જગ્યાએ નોકરું નથી કરવું જ્યાં બધા ઉપરથી કોર્પોરેટ મેનેજર અને અંદરથી એક વેશ્યાની જેમ જીવતા હોય..
વેશ્યા શબ્દ સાંભળીને શર્વરીએ પોતાની બાજુમાં પડેલા ઓશિકાને છુટ્ટું ઇશાન તરફ ફેંક્યું..અને બોલી શું જાણે છે તું ?મારા વિશે શું જાણે છે તું ?જેમ ફાવે તેમ બોલી રહ્યો છે અને સર મને પણ હવે આ નોકરીમાં કોઈ રસ નથી..
ઇશાન બોલ્યો.. નથી જાણતો સરૂ, તમારા વિશે પણ ખાલી આ બે દિવસમાં મને એટલે તો ખબર પડી કે શર્વરીમેમ વેશ્યા નથી,પણ એનાથી કમ પણ નથી એમનો પોતાનો મતલબ સાધવો હોય તો એ દરેક પરિસ્થિતિ સાથે સમાધાન કરી છે ..CONT..23