Page:-225
ઇશાન રડમસ આવજે બોલ્યો ચિરાગભાઈ કોઈ રસ્તો નથી આપણી સરૂને આ બધામાંથી બહાર લાવવાનો..?
ચિરાગ બોલ્યો ના આ બધામાં મનને મારીને અંદર આસાની આવી જવાય છે, પણ બહાર નથી જવાતુ ઇશાન.. આજે આપણે એક જમાનામાં ઇચ્છા કરી હતીને એના કરતા આપણી પાસે વધારે રૂપિયા છે પણ જો આ તારા અને મારા કરતા આ રસ્તે સુતેલા મજુરો નસીબવાળા છે એમની પાસે એમના રૂપિયા નથી પણ એમની સરૂ તો છે..
આપણે તો આપણો પ્રેમ વેચીને આપણા સપના પુરા કર્યા..
ચલ હવે મારા ઘરે ઇશાન રાત બહુ થઇ ગઈ છે..ઇશાન અને ચિરાગ બંને ચિરાગના ફ્લેટ પર ગયા..અને ત્યાં જ રાત રોકાયા..
સવારે સાતેક વગ્યે ઇશાનના ફ્લેટ પરથી પર્સી કાયા મેન્શનમાં જતો રહ્યો અને શર્વરીએ જીન્સ ટીશર્ટ પેહરી ઇશાનને ફોન કર્યો ક્યાં છે તું..? ચિરાગના ફ્લેટના ગેસ્ટરૂમની પથારીમાં પડ્યા પડ્યા ઈશાને જવાબ આપ્યો ..ચિરાગભાઈને ત્યાં, એટલું બોલીને ફોન કાપી નાખ્યો..શર્વરી ચિરાગના ફ્લેટ પર આવી ઇશાન પથારીમાંથી ઉભા થવાના મૂડમાં નોહતો ઊંધું ફરીને ઊંઘી ગયો.. શર્વરી ચિરાગના બેડરૂમમાં ગઈ ચિરાગ..અડધો જાગતો હતો શર્વરી..ચિરાગના બેડમાં ચિરાગ સાથે સુતી ચિરાગના ખુલ્લા બદન લીપટીને આંખો બંધ કરીને પડી રહી.. ચિરાગ હળવે હળવે શર્વરીના બદન પર હાથ ફેરવતો હતો..ઇશાન આંખો ચોળતો ચોળતો ચિરાગના બેડરૂમમાં આવ્યો..અને શર્વરી અને ચિરાગને આવી હાલતમાં જોઇને બહાર જતો હતો..શર્વરીએ બુમ મારી ઇશાન..એટલું કરીને શર્વરીએ એનો ડાબો હાથ ફેલાવ્યો.. ઇશાન એકદમ જ શર્વરીના ડાબા પડખામાં ભરાઈ ગયો..શર્વરીના શરીર પર ઇશાનની આંખમાંથી ગરમ ગરમ આંસુ પડ્યા.. શર્વરી બોલી ઇશાન.. તું મને ખોટો પ્રેમ કરે છે હું પત્થર છુ..અને ચિરાગ તું પણ, પ્લીઝ તમે લોકો મને છોડો..તમારા દિલમાંથી મને જવાદો.. હું તમને પ્રેમ નહિ કરુ..હું ખાલી અને ખાલી સર્વિસ પ્રોવાઈડર છું ઇશાન..ચિરાગ..તમે લોકો તમારી જિંદગી સેટ કરો..મેં ડાયનાના મોતમાં મારી જીંદગી જોઈ લીધી છે તમે મને નહિ બચાવી શકો મારો અંજામ નક્કી છે ખાલી સમયની જ રાહ છે..તમે લોકો મને છોડો જાવ..!
ચિરાગ બોલ્યો ના સરૂ નહિ છૂટે તું..તું મારી સરૂ છે..! બીજું કઈ નહિ..!ઇશાન રડતો રડતો ઘૂરકિયા કરતો બોલ્યો મારી છે તું સરૂ…!
સંપૂર્ણ