Page:-32
શર્વરી હવે સીડીઆઈસી બેંકની ઓટો ફાયનાન્સ ડીવીઝનની ગુજરાત હેડ હતી,એને હવે ફ્લાઈટની ટીકીટો સીડીઆઈસી બેંક આપતી હતી, એનો પગાર એની વર્ષોની તમન્ના પ્રમાણે વર્ષનો પચીસ લાખ થઇ ગયો હતો..
સોમવાર અને મંગળવાર માંડ માંડ કાઢ્યો શર્વરીએ ક્યારે સાંજ પડે અને ફ્લાઈટ પકડુ ..
ઇશાનએ પણ મંગળવારની હાફ લીવ લીધી અને ગાડી લઈને સીધો સાન્તાક્રુઝ એરપોર્ટ પોહચી ગયો એરાઈવલના બે કલાક વેહલો સાડા પાંચ વાગ્યે, ઇશાનએ મનને મનાવ્યું ટ્રાફિક બહુ જામ થાય છે વરલી સી લીંક ક્રોસ કર્યા પછી..મોડું થાય તો ને સરૂ રાહ જોવે..
સાંજના સાડા છની અમદાવાદથી ડીપાર્ટ થયેલી ફ્લાઈટ બોમ્બે છેક રાતના સાડા નવ વાગે ઉતરી બોમ્બે એરપોર્ટ પર,બોમ્બે એર ટ્રાફિકમાં ખુબ કન્જેશન હતું ..નીચે જમીન પર ઇશાન આઘોપાછો થતો હતો ઓછામાં ઓછી દસ વાર એરલાઈનના કાઉન્ટર પર જઈ ને પૂછી આવ્યો હતો..અને હવે તો એરલાઇન્સનો સ્ટાફ એને જોઇને સામેથી કેહતો હતો.. ૮w ૫૧૩ ઈઝ સ્ટીલ ઇન એર સર..બોહત કન્જેશન હૈ …છેવટે ચાર કલાકના ઇન્તજાર પછી એરાઈવલમાંથી ઇશાનને શર્વરી બહાર આવતી દેખાઈ,એક થડકારો ચુકી ગયો ઇશાન શર્વરીને જોઈને..સાડી પેહરેલી ખુલ્લા વાળ અને હાથમાં એક બેગ લઈને બહાર આવતી શર્વરીને જોઇને, ઇશાન લગભગ દોડી અને ભેટી પડ્યો પણ શર્વરી સામો રિસ્પોન્સ આપવામાં કંટ્રોલ કરી ગઈ..ઈશાને શર્વરીની બેગ એના હાથમાંથી લઇ લીધી અને પાર્કિંગમાં પોહચ્યા..ઈશાનની ગાડીમાં બેઠા બંને જણા, ગાડી ચલાવતા ઈશાન વારે વારે આડું ફરીને બાજુમાં બેઠેલી શર્વરી તરફ જોતો હતો અને શર્વરી મુંબઈને જોતી હતી .. શર્વરી પોતાની અંદર રહેલી તડપને છુપાવવાની ભરપુર કોશિશ કરી રહી હતી..
સી લીંક પરથી ઈશાને ગાડી લીધી..કોઈ જ વાત નોહતી થતી બંને વચ્ચે,એક અજીબ ખામોશી છવાઈ હતી ગાડીમાં..શર્વરી ચુપચાપ ધીમા શ્વાસે રાતના અંધારામાં ચમકતી મુંબઈને જોતી રહી..બંને વચ્ચે આવનારા જબરજસ્ત તોફાનના પેહલાની શાંતિ છવાઈ ગઈ હતી ..
ઈશાને એના વરલીના ફ્લેટના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી, બંને જણા લીફ્ટમાં ગોઠવાયા,લગભગ રાતના દસનો સુમાર થયો હતો..
ચોત્રીસ વર્ષની શર્વરીએ જાણવા સુધ્ધાની દરકાર ના કરી કે ઇશાન તું મને ક્યાં લઇ જાય છે, કંપનીના ગેસ્ટહાઉસમાં કે તારા ફ્લેટ પર..CONT..33