Page:-43
કોન્ફરન્સ રૂમની બહાર ગુપ્તાજીએ ઇશાનને ઉભો રાખી અને આખા પ્લાન અને મીટીંગની સમજ પાડી અને છેલ્લે એક ટકોર કરી ઇશાન ઇસ ડેલીગેશનમેં આપકી હેસિયત સિર્ફ એક પટાવાલે કી હૈ ,
લેકિન એસે હી એક્સપીરીયન્સ સે ઇન્સાન આગે બઢતા હૈ ઇશાન ..ચલો અબ અંદર કોન્ફરન્સ રૂમમેં ..બધા કોન્ફરન્સ રૂમમાં ગયા અને એક પછી એક ડિસ્કશન થતા રહ્યા બપોરની ટી આવી અને ગઈ રાતના લગભગ આઠ વાગ્યા બધા છુટા પડ્યા, ડેલીગેશનમાં શર્વરીને ભાગે પબ્લિક રીલેશન જેવું જ કામ આવ્યું હતું અને ઇશાનના ભાગે પટાવાળાનું..
છુટ્ટા પડતી વખતે બધાની હાજરીમાં શર્વરીએ ઇશાન ને કીધું કેન યુ ડ્રોપમી એટ વરલી..? ઈશાને હા પડી અને બંને જણા ઇશાનની ગાડીમાં બેસીને નીકળી ગયા ..
શર્વરી ઇશાન બંને જણા ભયંકર એક્સાઈટેડ હતા, શર્વરીનું એક્સાઈટમેન્ટ ડેલીગેશનમાં જવા મળ્યું એટલે હતું અને ઇશાનનું શર્વરીની સાથે હવે આખુ વિક રેહવા મળશે એનું હતું..
બિચારો ઇશાન ક્યાં ખબર હતી કે ત્યાં તો ચક્રો જુદા જ ગોઠવાવાના હતા..શર્વરીએ ઇશાન પાસે ગાડી એક મોલ પર લેવડાવી અને પોતાના માટે એક બ્લેઝર અને સ્કર્ટ ખરીદ્યા,મેકપ નો સામાન પણ લીધો ..ડીનર ત્યાં મોલમાં જ પતાવ્યું ..
ત્યાંથી બંને જણા ઇશાનના ફ્લેટ પર પોહચ્યા અને ઈશાને લાઈટ ચાલુના કરી અને દરવાજા આગળ ઉભો રહી ગયો, શર્વરી બોલી ઇશાન લાઈટ ચાલુ કર ,એ બધું પછી પેહલા કામ..ઇશાન બોલ્યો ના સરૂ ,શર્વરી એ આગળ વધી અને લાઈટ કરી અને પોતાનું લેપટોપ ખોલીને બેસી ગઈ..ઇશાન એના ખભા પર હાથ ફેરવવા લાગ્યો શર્વરીએ કીધું કન્ટ્રોલ ઇશાન.. કાલે સવારે વેહલા એરપોર્ટ જવાનું છે અને બધા મેથ (ગણિત) સેટ કરવાના છે મારે..ઇશાન ટીનએજ છોકરાની જેમ બોલ્યો સરૂ પ્લીઝ.. શર્વરીએ લેપટોપ બાજુ પર મુક્યું અને બોલી ઓન્લી વન્સ ..પછી ચુપચાપ ઊંઘી જજે ..
ઇશાનને ઊંઘાડી અને શર્વરી લેપટોપ ખોલીને કામ કરત્તી રહી ..સાદું લોજીક એણે મુક્યું ૩૫૦ રૂપિયાનું ફોર્મ અને એક કરોડ લોકો જો બુકિંગ આપે તો સાડા ત્રણસો કરોડ તો સીડીઆઈસી પોતાના ખિસ્સામાં મફતના લઇ જાય અને દસ હજાર રૂપિયા ડીપોઝીટના પાંત્રીસ હજાર કરોડ રૂપિયા સીડીઆઈસીમાં આવે અને એના એ જ રૂપિયાની સીડીઆઈસી લોન આપે ..જોરદાર ફટકો માર્યો છે સિલ્વરાજ સરે એક ઝાટકે સીડીઆઈસીનું ટર્નઓવર એક લાખ કરોડનું થઇ જાય ..CONT..44