Page:-51
એટલું કહીને આંખ મારીને સિગારેટનું પેકેટ ત્યાં રૂમમાં ટેબલ પર જ મૂકીને ચિરાગ રૂમની બહાર નીકળી ગયો..
ઇશાન થોડી ધારદાર નજરે શર્વરીને જોઈ રહ્યો શર્વરીએ કીધું લાઈટર લાવ ઇશાન..અને શર્વરીએ રૂમની બારી ખોલીને ચિરાગ મૂકી ગયો હતો એ ટ્રેઝર ગોલ્ડ સિગરેટના પેકેટમાંથી એક સિગારેટ સળગાવી અને કશ ખેંચ્યો ..ઇશાન લગભગ બાઘો બનીને જોતો રહ્યો શર્વરીને સિગરેટ પીતી..અડધી સિગરેટ પૂરી થઇ શર્વરીએ સિગારેટ ઇશાનને આપી ,ઈશાને લઇ અને કશ મારીને સિગારેટ પૂરી કરી..
ઇશાન બોલ્યો સરૂ તું ડ્રીંક પણ કરે છે..?શર્વરીએ કીધું ઇશાન મારે કઈ જ બાકી નથી મેં ડોપિંગ પણ કરેલું છે પણ હવે પ્લીઝ એમ ના પૂછતો કે ડોપિંગ એટલે શું ? મને તું વિચારવા દે .. તારો ગુપ્તાજી ક્યાંક પાછો પડ્યો છે હવે..ચિરાગ આગળ નીકળી ગયો છે ,અને તું એકલો નથી હવે પર્સી ખંભાતાને પટાવવામાં બીજા ઘણા છે..તારી આ ટ્રેઝર ગોલ્ડ સિગરેટથી કામ નહિ ચાલે આજે રાત્રે પાર્ટીમાં બધા જ આ જ બ્રાંડની સિગારેટ પીતા હશે..
ઇશાન ગભરાયો તો મારે હવે શું કરવાનું સરૂ?
એ મને વિચારવા દે કે તારે શું કરવાનું ..? શર્વરી એ બીજી સિગારેટ હાથમાં લીધી અને ઈશાને લાઈટર ચાલુ કરીને સળગાવી આપી..
શર્વરીએ ઇશાનને પોતાની નજીક બોલાવ્યો અને એને વળગીને એના બદન પર હાથ ફેરવવા લાગી સિગારેટ પીતા પીતા..અને વિચારતી રહી..ઇશાન ખાલી ઉભો જ રહી ગયો હતો.
ચિરાગ પોતાનું હોમવર્ક બરાબર કરીને આવ્યો હતો, એનું ટાર્ગેટ ફક્ત અને ફક્ત કાયા ઓટોમોટીવ તરફથી એમની બધી ગાડીઓના ઇન્સ્યોરન્સ ત્રીમ્પોલી ફાયનાન્સ અને ઇન્સ્યોરન્સ તરફથી થાય એ જ હતું,
સીડીઆઈસી જોડે એ ક્યાય રેસમાં નોહતો પણ શર્વરીના દિમાગએ કીડો નાખી અને નીકળી ગયો કે ત્રીમ્પોલી ફાયનાન્સ પણ રેસમાં છે..!
સાંજ પડી લગભગ સાતેક વાગ્યા શર્વરીએ અફલાતુન ડ્રેસિંગ કર્યું હતું,સ્કર્ટ અને ટોપમાં એ એકદમ સોહામણી લાગતી હતી, ઇશાન પણ જીન્સ અને ટીશર્ટમાં હતો ,બીચ પાર્ટી હાતી એટલે કોઈ ફોર્મલ ડ્રેસમાં નોહતું..લગભગ સાડા આઠ જેવું થયું અને કાયા મોટર્સનું પ્રેસ બ્રીફિંગ પત્યું અને પાર્ટીનો આગાઝ થયો થોડા ફટાકડા ફૂટ્યા અને ડીજે નું હેવી મ્યુઝીક ચાલુ થયું,શરાબના જામ ભરાયા અને ટોસ્ટ થયા….CONT..52