Page:-53
પર્સી ખંભાતાને શર્વરી અને મિલન દવેની વાતો બહુ જ અજુગતી લાગી હતી અને એણે માની લીધું કે નશામાં મિલન દવે આઉટ થઇ ને આ બધી વાતો કરે છે.. એટલે એ ત્યાંથી છટકવાની કોશિશમાં લાગ્યો..અને પર્સીના મોઢા પરનો અણગમો શર્વરી નોટીસ કરી ગઈ એટલે શર્વરીએ ચિરાગને પેલા ત્રણેને ખબરના પડે એમ ઈશારો કર્યો કે હવે ઇશાન અને પર્સીને લઈને તું અહીંથી જા .. મિલન દવે અને શર્વરીની વાતો સાંભળી રહેલા ચિરાગના પેટમાં જબરજસ્ત તેલ રેડાયુ હતું અને એ સમજી ગયો કે એના હાથમાંથી મિલન દવે ગયો છે અને શર્વરી બાજી મારી ગઈ છે ,અને હવે પર્સી ખંભાતા પણ કોઈ કામ નો નથી ,
હવે તો શર્વરીના શરણે ગયે જ છૂટકો છે..અને અહીંથી ખસી જાવ ..એટલે ચિરાગ બોલ્યો ઇશાન વ્હેર ઈઝ લૂ ? ઇશાનએ ઈશારો કરીને કીધું રાઈટ એન્ડ લેફ્ટ, ચિરાગ બોલ્યો તું મને લઇ જઈ શકે છેત્યાં સુધી ? ઇશાન હજી ના પાડવા જતો હતો અને ત્યાં જ પર્સી બોલ્યો કમ ચિરાગ લેટ્સ ગો મારે પણ બ્લેડર ફુલ્લ થઇ ગઈ છે ..એટલે ઇશાન પણ એ લોકો સાથે દોડ્યો..
કાયા ઓટોમોટીવનો જનરલ મેનેજર મિલન દવે અને શર્વરી એકલા પડ્યા, શર્વરી ઇશાનને બુમ મારવા જતી હતી સિગારેટ માટે ,પણ મિલન દવેએ એના કોટના ખિસ્સામાંથી એક સિગારેટનું પેકેટ કાઢ્યું અને શર્વરીએ એમાંથી એક સિગારેટ લઇ લીધી, અને મિલન દવેએ એના લાઈટરથી શર્વરીને સિગારેટ સળગાવી આપી ..અને બોલ્યો શર્વરી તું અમદાવાદની છોકરી થઈને આટલું મસ્ત રીતે સ્મોકિંગ કરે છે.. શર્વરી આંખોમાં સ્પાર્ક લાવીને બોલી આ અમદાવાદની છોકરી બીજું ઘણું કરે છે,પણ એક વાત પૂછું તમને મેં તમને ક્યાંક જોયેલા છે આપણે પેહલા ક્યાંક મળ્યા છીએ.. મિલન દવેએ સામું પૂછ્યું ક્યાં રહો છો તમે અમદાવાદમાં? શર્વરીના રૂપથી ઘાયલ મિલન દવે એ એકદમ ફાલતું સવાલ શર્વરીને પૂછી લીધો …શર્વરીએ કીધું લાલ બંગલા નવરંગપુરા.. અને ટીપીકલ ગુજરાતીની જેમ શર્વરીના રૂપમાં અને સ્ટાઈલમાં ખેંચાયેલો મિલન દવે બોલ્યો ઓહ મારા ઇન્લોઝ પણ ત્યાં જ રહે છે,મારા સસરા જયંતીભાઈ ભટ્ટ ન્યુ કોમર્શીયલ મિલમાં મેનેજર હતા અને ત્યાં જ પાછળ જ એમની સ્ટાફ સોસાયટીમાં રહે છે ..મિલન દવેના બફાટ પછી શર્વરીએ એ લુઝ બોલને પકડી લીધો અને શર્વરીએ કીધું.. હા મારી એક ફ્રેન્ડ પણ ત્યાં એ જ સોસાયટીમાં રહે છે રીના ભટ્ટ..
મિલન દવે બોલ્યો અરે બાપરે દુનિયા કેટલી નાની છે એ મારી સાળી થાય, શર્વરીને તો જેકપોટ લાગી ગયો ..CONT..54